પૂજા કરતી વખતે ખરાબ નારિયેળ શું સંકેત આપે છે ?

હિંદુ ધર્મમાં નાળિયેરનું ઘણું મહત્વ છે. દરેક નવું કાર્ય નાળિયેર વધેરીને શરૂ કરવું હિંદુ ધર્મની પંરપરા છે. પણ, ક્યારેક એવું બનતું હોય છે કે, નાળિયેર જ્યારે વધેરીએ ત્યારે તે અંદરથી ખરાબ નીકળે. ત્યારે આપણને પહેલા તો દુકાનદાર પર ગુસ્સો આવે અને પછી મનમાં ખચકાટ પણ થાય કે આ તો અશુભ થઈ ગયું. એવી આશંકા પણ મનમાં ઊભી થાય છે કે, ભગવાન નારાજ થઈ ગયા કે કોઈ અશુભ બનવાનો આ સંકેત છે, આવા કેટલાય વિચારો મનમાં ઘુમરાવા લાગે છે. જોકે, નાળિયેરનું ખરાબ નીકળવું કોઈ અશુભ બાબત નથી. જાણો, તેની પાછળ નો તર્ક…

નાળિયેર એ માતા લક્ષ્મીનું પ્રતિક મનાય છે. તેમની પૂજામાં નાળિયેરનું સવિશેષ મહત્વ છે. જો પૂજામાં રખાયેલું નાળિયેર ખરાબ નીકળે તો તેનો અર્થ એ નથી કે કંઈક અશુભ થવાનું છે. પરંતુ નાળિયેર ખરાબ નીકળે તે તો શુભ કહેવાય છે. ખરાબ નાળિયેર શુભ માનવા પાછળનું પણ એક ખાસ કારણ છે.

પૂજા કરતી વખતે ખરાબ નારિયેળ શું સંકેત આપે છે ?

એવું માનવામાં આવે છે કે, જો નાળિયેર વધેર્યા પછી તે અંદરથી ખરાબ હોવાનું જણાય તો તેનો અર્થ છે કે, ભગવાને પ્રસાદ ગ્રહણ કરી લીધો છે. આથી તે અંદરથી સંપૂર્ણરીતે સૂકાઈ ગયું છે. એટલું જ નહીં, એ મનોકામના પૂર્ણ થયાનો પણ સંકેત છે. આ સમયે તમે ભગવાન પાસે જે માગશો તે ચોક્કસ મળશે.

સારું નાળિયેર નીકળે તો

વળી, નારિયેળ સારું નીકળે તો તેને લોકોમાં પ્રસાદી તરીકે વહેંચી દેવું જોઈએ. આમ કરવું શુભ મનાય છે. તો, હવે પછી જ્યારે પણ પૂજા માટે નાળિયેર લાવો અને તેને વધેરો, ત્યારે જો તે ખરાબ નીકળે તો દુઃખી થવાને બદલે તેમાં ભગવાનનો કોઈ સારો જ સંકેત રહેલો જે તેમ માની ભગવાનના આશીર્વાદ મેળવી લેવાનું ચૂકતા નહીં…

નાળિયેર માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે આપણે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ ત્યારે તે સમયે આપણે નારિયેળ ધરાવીએ છે. જે વ્યક્તિ  પૈસા(ધન) ના અભાવથી ખૂબ જ પરેશાન હોઇ  તો આવા લોકોએ જરૂર થી પૂજામાં નારિયેળ ધરાવવું જોઈએ…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો