એન્જિનીયરીંગ કરીને સરપંચ બનેલી આ દીકરીએ આખા ગામનું ચિત્ર બદલી નાખ્યું, શેરીઓમાં CCTV અને સોલર લાઈટ્સ લગાવડાવી, ઠેર ઠેર વોટર કુલર લગાવડાવ્યા

હરિયાણાના કૈથલ જિલ્લામાં એક ગ્રામ પંચાયત છે કકરાલા-કુચિયા. બે ગામ મળીને બનેલી આ પંચાયતમાં લગભગ 1200 લોકો રહે છે. કહેવા માટે તો કકરાલા અને કુચિયા બન્ને ગામ જ છે, પણ તે ઘણી વાતોમાં શહેર કરતા ઘણા આગળ છે. અહીંયા શેરીએ શેરીએ CCTV કેમેરા લાગેલા છે, સોલર લાઈટ્સ છે, વોટર કુલર છે, લાઈબ્રેરી છે. આટલું જ નહીં, આ ગ્રામ પંચાયતના બાળકો હિન્દી, અંગ્રેજીની સાથે સાથે સંસ્કૃત ભાષા પણ બોલે છે. આ બધું ગામના સરપંચ પ્રવીણ કૌરના કારણે શક્ય બન્યું છે.

પ્રવીણ કૌર શહેરમાં મોટી થઈ, કુરુક્ષેત્ર યુનિવર્સિટીથી એન્જિનીયરીંગ પણ કર્યું, પણ કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવાની જગ્યાએ ગામ માટે જ કામ કરવાનો નિર્ણય કર્યો. 2016માં જ્યારે તે સરપંચ બની હતી, ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષની હતી. તે હરિયાણાની સૌથી નાની વયની સરપંચ છે. 2017માં વુમેન્સ ડે પર વડાપ્રધાન મોદી તેમને સન્માનિત પણ કરી ચુક્યા છે.

તે કહે છે કે હું શહેરમાં મોટી થઈ છું, પણ મારી ગામ પ્રત્યેની લાગણી પહેલાથી જ છે. બાળપણમાં જ્યારે હું ગામડે આવતી હતી, ત્યારથી અહીંયા રસ્તા ન હતા, સારી શાળા ન હતી, પીવા માટે પાણી પણ તકલીફ પડતી હતી. ગામની મહિલાઓએ દૂર દૂર પાણી ભરવા માટે જવું પડતું હતું. આ બધુ જોઈને જ મેં નક્કી કરી લીધું હતું કે ભણી ગણીને કંઈક બનીશ તો, ગામ માટે જરૂર કંઈ કરીશ.

વર્ષ 2016 વાત છે, ત્યારે હું એન્જિનીયરીંગ કરી રહી હતી. ગામના ઘણા લોકો પપ્પાને મળવા માટે આવ્યા અને મને સરપંચ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. કારણ કે ત્યારે સરકારે નિયમ બનાવી દીધો હતો કે, ભણેલી ગણેલી વ્યક્તિ જ સરપંચ બની શકશે અને મારા ગામમાં મારા સિવાય કોઈ ભણેલું ગણેલું ન હતું. જ્યારે મારા પપ્પાએ મને આ વાત કહી તો, તો પહેલા તો હું તૈયાર ન થઈ. મને લાગતું હતું કે મારી ઉંમર હજુ ઘણી નાની છે અને આવડી મોટી જવાબદારી હું કેવી રીતે સંભાળીશ. પણ પપ્પાએ મને સપોર્ટ કર્યો અને હું તેના માટે તૈયાર થઈ ગઈ.

સરપંચ બન્યા પછી મેં ગામમાં ફરવાનું શરૂ કર્યું, લોકોને મળવાનું શરૂ કર્યું અને ગામની સમસ્યાને સમજવાનું શરૂ કર્યું. થોડાક દિવસ પછી મેં એક મોટું લિસ્ટ તૈયાર કરી લીધું કે મારે શું શું કરવાનું છે. સૌથી પહેલા મેં રસ્તા સરખા કરાવ્યા અને લોકો પાણીની તકલીફ ન પડે તેના માટે ઠેર ઠેર વોટર કુલર લગાવડાવ્યા હતા.

ગામમાં CCTV અને સોલર લાઈટ્સની વ્યવસ્થા કરી

પ્રણીવે જણાવ્યું કે જ્યારે હું સરપંચ બનવી ત્યારે ગામની મહિલાઓની સ્થિતિ સારી ન હતી. મોટાભાગની છોકરીઓ શાળાએ નહોતી જતી. તેમના માટે આ મોટી સમસ્યા હતી. એટલા માટે મેં મહિલાઓની સુરક્ષા માટે ગામમાં CCTV કેમેરા લગાવડાવ્યા. વીજળી હતી, પણ થોડાક સમય માટે આવતી હતી. તો મેં સોલર લાઈટની વ્યવસ્થા કરી. હવે મહિલાઓ અને છોકરીઓ કોઈ પણ બીક વગર ક્યાંય પણ જઈ શકે છે, રાતે અને દિવસે પણ.

અહીંયા બાળકો સંસ્કૃત બોલે છે

આ પંચાયતની સૌથી ખાસ વાત એ છે કે અહીંયાના બાળકો સંસ્કૃત ભાષા બોલે છે. પ્રવીણે જણાવ્યું કે, અમે તેની શરૂઆત ફેબ્રુઆરીમાં કરી હતી. ત્યારે મહર્ષિ વાલ્મીકિ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના કુલપતિ અમારા ગામમાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, અમે તમારા ગામને સંસ્કૃત ગ્રામ બનાવવા માંગીએ છીએ. મેં કહ્યું કે, આનાથી સારું શું હોઈ શકે, પછી સંસ્કૃતના શિક્ષક રાખવામાં આવ્યા અને અભ્યાસ શરૂ થઈ ગયો.

પ્રવીણ સાથે અન્ય 4 મહિલાઓ તેમના કામમાં સહયોગ કરે છે. તેમણે મહિલાઓ માટે અલગથી એક કમિટિ બનાવી છે. જેમાં ગામની મહિલાઓ તેમની વાત રજુ કરે છે, તેમની તકલીફો જણાવે છે.

આગામી વર્ષ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. અમે તેમને ફરી ચૂંટણી લડવા અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું ઈચ્છું છું કે હવે બીજા કોઈ યોગ્ય યુવા વર્ગમાંથી કોઈને તક મળે. એક જ વ્યક્તિને વારં વાર તક મળવી તે યોગ્ય નથી. હું પરિવર્તનના ઈરાદાથી આવી હતી અને મને આનંદ છે કે ઘણી હદ સુધી હું સફળ રહી. આગળ શું કરવાનું છે હાલ તો કંઈ વિચાર્યું નથી, પણ એટલું તો નક્કી છે કે ગામ સમાજ માટે કામ કરતી રહીશ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો