કેનેડાના સૌપ્રથમ યુવા વકીલ તરીકે અમદાવાદના આ પટેલ છે જાણીતું નામ, સિદ્ધિઓનું છે લાંબુ લિસ્ટ

કેનેડાની લિગલ કોમ્યુનિટીમાં પ્રણવ પટેલ જાણીતું નામ છે. મૂળ અમદાવાદના વતની અને હાલ કેનેડામાં રહેતા પ્રણવ પટેલ કેનેડાના સૌપ્રથમ અને યંગેસ્ટ વકીલ, સોલિસિટર અને નોટરી પબ્લિક છે. આ ઉપરાંત તેઓ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ટોરન્ટો દ્વારા સરદાર પટેલ યુનિટી ડેના ઓફિશિયલ રિપ્રેઝન્ટેટિવ પણ છે.

– પ્રણવ પટેલે ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેક્ટર, ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડાના પ્રેસિડન્ટ, ટોરન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ ખાતે ચેર ઓફ સ્કૂલ કાઉન્સિલ, ટોરન્ટો સિટીના એડવાઇઝરી કમિટી મેમ્બર તરીકે સામાજિક, આર્થિક અને વ્યાવસાયિક વિકાસના વૈશ્વિક યુગમાં ગુજરાતી સમુદાયની વિશિષ્ટ સેવા કરી છે.

– ઉપરાંત, તેઓ લૉ સોસાયટી ઓફ અપર કેનેડાના સભ્ય છે અને તાજેતરમાં જ ભારતીય વડાપ્રધાનની કેનેડાની મુલાકાત માટે એનએઆઇસીના તેઓ આયોજન સભ્ય રહી ચૂક્યા છે.

– પ્રણવ પટેલે રોજર્સ ગ્રુપ અને ઇસ્કોન કેનેડાના વીઆઇપી ડેલિગેટ તેમજ પાટીદાર ગ્રુપ કેનેડાની એડવાઇઝરી કાઉન્સિલ જેવી વૈવિધ્યપૂર્ણ સંસ્થાઓમાં પણ યોગદાન આપ્યું છે.

– આ રીતે તેઓની સિદ્ધિઓની યાદી લંબાતી જાય છે.

અમદાવાદના છે આ વકીલ

પ્રણવ પટેલનો જન્મ અમદાવાદમાં થયો છે. તેઓ અમદાવાદની વિદ્યાનગર હાઇસ્કૂલમાંથી ભણ્યા છે ત્યાર બાદ વકીલાતનો અભ્યાસ કરી ગુજરાત હાઇકોર્ટમાં એક વર્ષ પ્રેક્ટીસ પણ કરી. ત્યાર બાદ કેનેડામાં યોર્ક યૂનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો. અને જ્યૂરિસ ડોક્ટર (કાયદામાં સ્નાતક)ની ડિગ્રી મેળવી. અને નોટરી પણ બન્યા. પ્રણવ પટેલ કેનેડામાં સૌથી યંગેસ્ટ સાઉથ એશિયન લોયર પણ બન્યા. અને નાની ઉંમરમાં જ પ્રાઇવેટ પ્રેક્ટીસ કરી. તેઓ કેનેડામાં ઓફિસ ખોલનારા પ્રથમ પટેલ વકીલ છે. દિવ્યભાસ્ક.કોમ સાથેની વાતચીતમાં તેઓ જણાવે છે કે કંઇક કરવાની તીવ્ર ઇચ્છા હોય તો બાકીનું કામ સરળ થઇ જાય છે. તેઓ આજના વકીલોને સલાહ આપે છે કે પોતાની પ્રાઇવેટ પ્રેક્ટિસનો આગ્રાહ રાખો. અભ્યાસ પર ફોકસ કરો. હું પોતે 18 કલાક વાંચતો હતો. આજે પણ 4 કલાક જ ઉંઘ લઉું છું. મારી ઓફિસ સવારે 6 થી રાતે 10 વાગ્યા સુધી ચાલુ રહે છે. પોઝિટિવ થિંકિંગ રાખીને આગળ વધશો તો મુશ્કેલીઓ નહીં નડે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો