દેશની સેવા કરવા માટે વિદેશની નોકરી છોડીને બન્યા IPS; ક્યારેક રિસેપ્શનિસ્ટનું કામ કર્યું, બાળકોને પણ ભણાવ્યાં

UPSCની પરીક્ષા પાસ કરવી સહેલી નથી. આ માટે ખૂબ મહેનત કરવી પડે છે. જોકે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહેવત પ્રમાણે માથાની ચોટલી બાંધીને મહેનત કરનારો આ અઘરી પરીક્ષા પાસ કરીને દેશની સેવા કરતા હોય છે. હરિયાણાના પૂજા યાદવની કહાની પણ કંઈક આવી જ છે. પૂજા યાદવે એમ.ટેકનો અભ્યાસ કરીને કેનેડા અને ત્યારબાદ જર્મનીમાં નોકરી કરી હતી. જોકે, એક સમય એવો આવ્યો કે પૂજાએ વિદેશની નોકરી છોડી દીધી અને મહેનત કરીને આઈપીએસ અધિકારી બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પૂજા યાદવે બાયોટેક્નોલૉજી અને ફૂડ ટેક્નોલોજીમાં એમ.ટેકનો અભ્યાસ કર્યો છે. પૂજા યાદવે શરૂઆતનો અભ્યાસ હરિયાણામાં જ કર્યો હતો. એમ.ટેકના અભ્યાસ બાદ પૂજા યાદવને નોકરીની સારી ઑફર આવી હતી. આથી જ તેમણે સૌપ્રથમ કેનેડા અને બાદમાં જર્મનીમાં નોકરી કરી હતી. જોકે, તેમને સતત એવું લાગી રહ્યું હતું કે તેઓ દેશ સેવા કરવા માંગે છે.

જર્મનીમાં નોકરી કરતી વખતે પૂજા યાદવને મનોમન એવું લાગ્યું કે તેઓ પોતાના બદલે બીજા દેશની સેવા કરી રહી છે. ખરેખર ભારતને તેમની સેવાની જરૂર છે. આવા વિચાર બાદ તેમણે એક જ ઝાટકે નોકરી છોડી દીધી હતી. જે બાદમાં પૂજાએ યુપીએસસીની તૈયારી કરીને પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું.

જોકે, પૂજા યાદવને આ પરીક્ષામાં પ્રથમ પ્રયાસે સફળતા મળી ન હતી. જોકે, બીજા પ્રયાસમાં તેમણે યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી હતી અને 2018 કેડરના આઈપીએસ અધિકારી બન્યાં હતાં. આ રીતે પૂજા પોતાના દેશની સેવા કરવાના નિર્ધાર તરફ આગળ વધ્યા હતા.

જોકે, એમ.ટેકની નોકરી કરીને યુપીએસસીની પરીક્ષા પાસ કરવાનું કામ પૂજા માટે સરળ રહ્યું ન હતું. આ દરમિયાન અનેક મુશ્કેલી પડી હતી. જોકે, પૂજાને તેમના પરિવારે હંમેશા સાથે આપ્યો હતો. પૂજા જ્યારે એમ.ટેક કરી રહ્યા હતા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી. આથી પૂજાએ એમ.ટેકના અભ્યાસ અને પરીક્ષાની તૈયારી દરમિયાન બાળકોને ટ્યૂશન આપવાથી લઈને રિસેપ્શનિસ્ટ તરીકે પણ કામ કર્યું હતું.

પૂજા યાદવનું કહેવું છે કે, યુપીએસસીની પરીક્ષાની તૈયારી થકવી દેનારી છે. તમને અનેક વખત એવા વિચારો આવે છે જે તમને નિરાશ કરી દે છે. આથી તમે પરીક્ષાની તૈયારીની સાથે સાથે તમારા શોખ પર પણ ધ્યાન આપો તે જરૂરી છે. આવું કરશો તો તમારું દિમાગ સતત સ્ટ્રેસમાં નહીં રહે. અંતે તમને જ ફાયદો થશે.

પૂજા કહે છે કે, સમાજ અનેક વખત તમને નિરાશ કરી શકે છે, પરંતુ તમારે તમારું ધ્યાન ભટકવા દેવાનું નથી. એક વખત તમે પરીક્ષા પાસ કરી લો છો ત્યાર બાદ તમારી સાથે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી. તમારી સાથે સમાન વ્યવહાર કરવામાં આવે છે.

પૂજા યાદવે આઈએએસ વિકલ્પ ભારદ્વાર સાથે લગ્ન કર્યાં છે. બંનેની મુલાકાત મસૂરી ખાતે થઈ હતી. વિકલ્પ ભારદ્વાજ 2016 કેડરના આઈપીએસ અધિકારી છે. પૂજા યાદવ હાલ ગુજરાતમાં ACP તરીકે ફરજ બજાવી રહ્યા છે.

પૂજા યાદવ સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના લાખોમાં ફોલોઅર્સ છે. પૂજા માને છે કે લોકો સાથે વાતચીત કરવા અને પોતાના વિચારો રજૂ કરવા માટે સોશિયલ મીડિયા ખૂબ સારું માધ્યમ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો