કાલસરમાં બેફામ ટોળાનો પોલીસ પર પથ્થરમારો, આ પોલીસવાળાઓને મારો, ફરીથી આપણા ગામમાં આવે જ નહિં

ડાકોર નજીક આવેલા ઠાસરા તાલુકાના કાલસર ગામમાં રહેતો શાહરૂખ નજીરમીયાં મલેક સૂરતથી આવેલા તેના મિત્રને બોલાવવા ગયો હતો. આ સમયે તેનો મિત્ર ગામમાં રહેતા જાવિદમીયાં ઇબ્રાહીમમીયાં મલેક સાથે બેઠો હતો. શાહરખે મિત્રને પોતાની સાથે આવવાનું કહેતાં જ જાવિદમીયાં ઉશ્કેરાઇ ઝઘડો કરતાં, શાહરૂખ તેના ઘરે ગયો હતો. થોડા સમય બાદ જાવિદમીયાં ટોળું લઇને આવ્યો હતો અને ત્યાં જૂથ અથડામણ થઇ હતી. જે મામલે ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં આઉટ પોસ્ટ ઉપર ફરજ બજાવી રહેલા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો દોડી ગયા હતા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

જ્યાં બે હિંસક ટોળાં સામસામે હોવાથી ટોળાંને વિખેરવા માટે પોલીસે કામગીરી શરૂ કરતાં, બંને ટોળાંના લોકોએ એકત્ર થઇને પોલીસ ઉપર પથ્થરમારો કરતાં પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનોને ઇજા થઇ હતી. પોલીસ ઉપર બેફામ પથ્થરમારાને પગલે કર્મચારીઓ દોડીને સુરક્ષીત જગ્યાએ પહોંચ્યા હતા અને અધિકારીને ઘટનાની જાણ કરતાં બીજો પોલીસ કાફલો પહોંચી હિંસક ટોળાં સામે કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ પર હુમલો કરનાર 11 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ

કાલસરમાં પોલીસ ઉપર હુમલો કરનાર જાવીદમીયાં ઇબ્રાહીમમીયાં મલેક, સબ્બીરમીયાં ઇબ્રાહીમમીયાં મલેક, નાજીમમીયાં ઇબ્રાહીમમીયાં મલેક, આનમીયાં રસુલમીયાં મલેક, હબીબમીયાં રસુલમીયાં મલેક, ઇબ્રાહીમમીયાં રસુલમીયાં મલેક, મોસીનમીયાં હબીબમીયાં મલેક, નજીરમીયાં હુસેનમીયાં મલેક, જાવીદમીયાં નજીરમીયાં મલેક, શાહરૂખમીયાં નજીરમીયાં મલેક તથા ઇરફાનમીયાં હસુમીયાં મલેક સામે ડાકોર પોલીસે ગુનો નોધ્યો છે.

આ પણ વાંચજો – અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, જેતલપુર APMCમાં શાકભાજીનાં 3 વેપારીઓ કોરોના પોઝિટિવ, અનેક લોકો સંપર્કમાં આવ્યા

પથ્થરમારામાં કોન્સ્ટેબલ હોમાગાર્ડ સહિત ત્રણને ઇજા

કાલસરમાં લોકો કેટલાક બેફામ બનીને પોલીસ વિરોધી બન્યા છે તેનો અનુભવ ખુદ પોલીસ કર્મચારીઓએ કર્યો હતો. જ્યારે પોલીસ અને હોમગાર્ડના જવાનો પહોંચ્યા ત્યારે ટોળાંમાંથી જાવીદમીયાં ઇબ્રાહીમમીયાં મલેકે આ પોલીસવાળાઓને મારો, ફરીથી આપણાં ગામમાં આવે નહીં તેમ કહીને ટોળાંની ચઢવણી કરીને પથ્થરમારો કર્યો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશકુમાર સોમાભાઇ તથા હોમગાર્ડના જવાન હિરાભાઇ ખુશાલભાઇ તથા મહેશભાઇ બચુભાઇ પરમારને ઇજા થઇ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો