અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, જેતલપુર APMCમાં શાકભાજીનાં 3 વેપારીઓ કોરોના પોઝિટિવ, અનેક લોકો સંપર્કમાં આવ્યા

કોરોનાએ અમદાવાદને પોતાની ચપેટમાં લઈ લીધું છે. અમદાવાદમાં કોરોનાના 1000 ઉપર પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે. તેવામાં અમદાવાદ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જેતલપુર APMC માર્કેટમાં શાકભાજીના 3 વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વેપારીઓ અનેક લોકો સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

અમદાવાદના જેતલપુર APMCમાં શાકભાજી વેચતા 3 વેપારી અને અન્ય એક શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેતલપુર APMCમાં આવેલી દુકાનમાં અલગ અલગ શાકભાજીનું વેચાણ કરતા દુકાનના માલિક વાસણા વિસ્તારમાં ઇડન ગાર્ડન સોસાયટીના રહેવાસી છે. જીવરાજ પાર્કમાં બુટભવાની સોસાયટીમાં શાકભાજી વિક્રેતા પોઝિટિવ આવ્યા છે, જેઓ APMCમાં કોથીમીરના જથ્થાબંધ વેપારી છે. જ્યારે APMCમાં લીંબુ વેચવાની દુકાન ધરાવતા મહેતાજીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેઓ જમાલપુરમાં અલગ અલગ વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી અને માલ વેચવાનું કામ કરતા હતાં. 800 ખાતાવહીમાંથી 200 ગ્રાહકો રોજના આવતા હતા.

તો ખમાસામાં રાજનગર માર્કેટમાં બટાકાનો વેપાર કરતા ગણેશજી વેપારીના દીકરાને પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખમાસા માર્કેટ બંધ કર્યા બાદ અન્ય જગ્યાએ બટાકાનો મોટો વેપાર કરતા હતા. આ તમામ વેપારીઓ પાસેથી અનેક વેપારીઓ અને ગ્રાહકોએ શાકભાજી ખરીદ્યું હતું. જે તમામના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે.

આમ અમદાવાદમાં શાકભાજીનાં વેપારીઓને જ કોરોના પોઝિટિવ આવતાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વેપારીઓ પાસેથી શાકભાજી ખરીદનાર લારીવાળાઓ પણ કોરોનાનો શિકાર બની શકે તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે. હાલ તો આ વેપારીઓનાં સંપર્કમાં આવેલાં લોકોને શોધવાની તપાસ ચાલી રહી છે. અમદાવાદમાં કોરોના પોઝિટિવનાં 1040 કેસ થઈ ચૂક્યા છે. જ્યારે 29 લોકોનાં મોત નિપજ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો