પોલીસ જવાનના સંઘર્ષની કહાની: અકસ્માતમાં બંને પગ કપાયા, આપઘાતનો પણ વિચાર કર્યો, અને આજે 35 KMનો પ્રવાસ ખેડીને નોકરી કરે છે જવાન

કહેવત છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા. એટલે કે હિંમત કરો તો મદદ કરવા માટે ભગવાન હંમેશા તત્પર હોય છે. આ એક એવા પોલીસ (Police) જવાનની વાત છે જેણે એક અકસ્માત (Accident)માં પોતાના બંને પગ ગુમાવી દીધા છે. જે બાદમાં લાચાર બની ગયેલો જવાન ડિપ્રેશન (Depression)માં ચાલ્યો ગયો હતો. જોકે, પત્ની અને પરિવારે એટલી હિંમત આપી કે આજે આ જવાન દરરોજ 35 કિલોમીટરનો પ્રવાસ કરીને નોકરી પર જાય છે. આ કહાની છત્તીસગઢના ભિલાઈના પોલીસ જવાન અભિષેક નિર્મલકરની છે. જવાની એટીએસ વિભાગમાં નોકરી કરે છે.

પોલીસ જવાન અભિષેકે જણાવ્યું હતું કે, 17મી જાન્યુઆરી, 2020ના રોજ તેને અકસ્માત નડ્યો હતો. આ સમયે તે એન્ટી ટેરેરિસ્ટ સ્ક્વૉડમાં (ATS)માં કામ કરતો હતો. અભિષેક સાંજે નોકરી પૂરી કરીને દાનાપુર એક્સપ્રેસમાં ઘરે જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન જનરલ ડબ્બામાં ખૂબ ભીડ હતી. અચાનક ધક્કામુક્કી થઈ હતી અને ડબ્બાના ગેટ પર ઉભેલો અભિષેક નીચે પડી ગયો હતો અને ટ્રેન નીચે આવી ગયો હતો. પરિણામે અભિષેકનો એક પગ કાપવો પડ્યો હતો. અભિષેક જ્યારે ભાનમાં આવ્યો ત્યારે ડૉક્ટરે તેને જણાવ્યું હતું કે, અકસ્માતને પગલે એક પગ કાપવો પડ્યો છે. બીજો પણ કાપવો પડશે.

જે બાદમાં બીજા દિવસે ડૉક્ટરોએ ઓપરેશન કર્યું હતું અને બીજો પગ પણ કાપી નાખ્યો હતો. જે બાદમાં અભિષેક ડિપ્રેશનમા ચાલ્યો ગયો હતો. તેને એવું લાગી રહ્યું હતું કે તે નિઃસહાય થઈ ગયો છે. કારણ કે તેણે હવે તમામ કામ માટે બીજા લોકો પર નિર્ભર રહેવું પડશે. જોકે, અભિષેકની પત્ની અને પરિવારે તેને ખૂબ હિંમત આપી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે અભિષેકની પત્ની કુલેશ્વરીને 10 દિવસ સુધી પરિવારના લોકોએ અભિષેકના બંને પગ કાપવા પડ્યા હોવા અંગે માહિતી આપી ન હતી. કુલેશ્વરી દરરોજ હૉસ્પિટલ આવતી હતી અને ઘરે ચાલી જતી હતી. પરિવારના લોકો તેણીને કહેતા કે સામાન્ય ઈજા પહોંચી છે. જે દિવસે તેણીને ખબર પડી કે તેના પતિના બંને પગ કાપવા પડ્યા છે ત્યારે તેણી ભાંગી પડી હતી. જોકે, થોડા જ દિવસમાં તેણીએ પોતાની જાતને સંભાળી હતી અને પતિની તમામ જવાબદારી ઉઠાવવાની તૈયારી બતાવી હતી.

અભિષેક કહે છે કે મારા વૃદ્ધ પિતા મને દરરોજ હિંમત આપતા હતા. મારી દોઢ વર્ષની દીકરી અને સાત વર્ષના દીકરાને જોઈને મને જીવવાની પ્રેરણા મળતી હતી. મને હંમેશા લાગતું હતું કે, આ બંને માટે મારે ઘણું બધું કરવાનું છે. આ દરમિયાન એટીએસના ઉપરી અધિકારીઓએ અને સાથી મિત્રોએ પણ ખૂબ હિંમત આપી હતી. તેઓએ મને પહેલાની જેમ નોકરી પર આવવાની મંજૂરી આપી હતી. સાથે જ એવી સલાહ આપી હતી કે હું કુત્રિમ પગ લગાવીને ઊભા થવાનો પ્રયાસ કરું.

અકસ્માતના છ મહિના બાદ મેં કુત્રિમ પગ લગાવ્યા હતા અને પોતાના પગ પર ફરીથી ઊભો થઈ ગયો હતો. બાદમાં ચાલવાની પ્રેક્ટિસ કરી હતી. સમય જતાં મિત્રો અને પરિવારના લોકો સાથે બહાર પણ જવા લાગ્યો હતો. 20 ઓક્ટોબરના રોજ ફરીથી ફરજ પર હાજર થઈ ગયો હતો. ટ્રેન બંધ હોવાથી અભિષેક હાલ મિત્રની બાઇક પર દરરોજ 35 કિલોમીટરનો પ્રવાસ કરીને રાયપુર નોકરી પર આવે છે. હાલ તે પોતે પણ મોપેડ ચલાવાનો પ્રયાસ કરે છે. અભિષેકને ફરીથી પોતાના પગ પર ઊભો થતો જોઈને પરિવારના લોકો પણ ખૂબ ખુશ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો