એક માઁ નાં આંસુનો દર્દ, SMC ક્યાંથી સમજે…

જેણે નવ-નવ મહિના કોખમાં રાખી, કેટલું દર્દ સહી જન્મ આપ્યો,
જીવ રેડીને વ્હાલથી મોટો કર્યો; એક સોનેરાં ભવિષ્યનાં સપનાં સેવ્યાં;

તેનાં જીવ સમાન વ્હાલસોયો એક પળમાં ઓલવાય ગયો,
તે માઁનાં સપનાં, બની બેઠેલાં builders ક્યાંથી સમજે!

કેટલાં અરમાન સાથે દીકરીનાં જન્મ સાથે એક માઁ એ એક એક દાગીનો ભેગો કર્યો હશે, નવરત્નનાં કરિયાવરનાં સપનાં સેવ્યાં હશે,

તે માઁ ને ભારે હૈયે દીકરીને આવી વિદાય આપવી પડે, તેનું દર્દ ભ્રષ્ટાચારી નેતાઓ ક્યાંથી સમજે!

કેટકેટલી દુવાઓ માંગી હશે ઈશ્વર પાસે, ત્યારે તેને બાળકનું સુખ નસીબ થયું હશે,

એ માઁનાં સૂનાં થયેલાં ખોળાનું દર્દ SMC ક્યાંથી સમજે!

એક પિતા જે આખી દુનિયાનો બોજ ઊઠાવી શકે છે,
પરંતુ દીકરાની અર્થી નો બોજ નહીં,
તે પિતાનાં દર્દને SMC ક્યાંથી સમજે!

જીવથી વ્હાલી પોતાની લાડકડી ને પાનેતરમાં વિદાય આપવાંનાં સપનાં સેવેલ એક પિતા,
જ્યારે તેને સફેદ ચાદરમાં વિદાય આપવી પડે, તે પિતાનાં આક્રંદને SMC ક્યાંથી સમજે!

જ્યારે બપોરે બાળકો સોનેરાં સપનાં સેવીને ઘરેથી નિકળ્યાં હશે ત્યારે,
ખબર પણ નહીં હોય આ ભૂલકાંઓ ને કે જીવનની આખરી પળો જીવી રહ્યાં છે…

આગમાં બળતાં તેમનાં દેહ અને આત્માએ કેટલો પુકાર કર્યોં હશે મદદ માટે,
આ દર્દને અપૂરતાં સાધનો વાળાં ફાયર બ્રિગેડ સીસ્ટમ ક્યાંથી સમજે!

એક ભાઈની કલાય સૂની થઈ હશે,
એક બહેનની રાખડી સૂની થઈ હશે,
આ દર્દને બની બેઠેલાં builders ક્યાંથી સમજે!

સરકારનાં ચાર લાખ આપવાંથી કોઈનું વ્હાલસોયું ભૂલકું પાછું ના આવતું હોય,
એવાં દર્દને ભ્રષ્ટાચારી નેતાઓ ક્યાંથી સમજે!

એક માઁ નાં દર્દને SMC ક્યાંથી સમજે!

#Surat
– Dr. Srushti H. Patel

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો