ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1125 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,90,361 થયો

ગુજરાત (Gujarat)માં કોરોના મહામારીની (Corona Epidemic) સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાયરસ (CoronaVirus)ના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે જેમ-જેમ દિવાળીનો તહેવાર સામે આવી રહ્યો છે અને લોકો બેફીકર બની ખરીદી માટે બજારોમાં ઉભરાય રહ્યા છે તેમ-તેમ રાજ્યમાં કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1125 પોઝિટિવ કેસ આવ્યા છે (Today 1125 Corona Positive Case In Gujarat). ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,90,361એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે. જ્યારે 1116 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.45 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 47,328 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 218, સુરત કોર્પોરેશન 158, વડોદરા કોર્પોરેશન 96, મહેસાણા 60, રાજકોટ કોર્પોરેશન 55, બનાસકાંઠા 52, સુરેન્દ્રનગર 45, રાજકોટ 37, વડોદરા 37, ગાંધીનગર કોર્પોરેશન 36, પાટણ 34, મહીસાગર 25, કચ્છ 23, ગાંધીનગર 22, સુરત 22, દાહોદ 17, આણંદ 17, જામનગર કોર્પોરેશન 17, અમદાવાદ 16, ભરૂચ 16, પંચમહાલ 15, સાબરકાંઠા 14, ખેડા 12, મોરબી 12, અમરેલી 11, જુનાગઢ કોર્પોરેશન 11, જુનાગઢ 8, ગીર સોમનાથ 6, અરવલ્લી 5, ભાવનગર કોર્પોરેશન 5, જામનગર 5, છોટા ઉદેપુર 4, બોટાદ 3, દેવભૂમિ દ્વારકા 3, નર્મદા 3, ભાવનગર 2, નવસારી 2 કેસ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 7 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ 1, સુરત 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3815એ પહોંચ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,74,088 નાગરીકો સાજા થઈ ગયા છે. 3815ના અવસાન થયા છે. જ્યારે આજે છેલ્લી સ્થિતિ મુજબ 12,458 સારવાર હેઠળના દર્દીઓ પૈકી 74 વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે અને 12,384 સ્ટેબલ છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો