પાયલટ બન્યા બાદ યુવકે તેના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામ સારંગપુરના વિકાસ જ્યાણીનું બાળપણથી સપનું હતું કે, તે પાયલોટ બનશે તો ગામના લોકોને હવાઈ જહાજમાં મુસાફરી કરાવશે. હવે પાયલોટ બન્યા બાદ વિકાસે ગામના 22 વૃદ્ધોને દિલ્હીથી અમૃતસરની હવાઈ મુસાફરી કરાવી છે. ગામની દરેક જાતિના 70 વર્ષથી વધારે ઉંમરના 22 વૃદ્ધ મહિલાઓ અને પુરુષને વિકાસે પોતાના ખર્ચે હવાઈ મુસાફરી કરાવી છે. આ વૃદ્ધોએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેઓ ક્યારેક વિમાનમાં મુસાફરી કરશે.

ગ્રામજનોએ કહ્યું, અમે સપનામાં પણ નહોતું વિચાર્યું કે, ક્યારેક અમે વિમાનમાં મુસાફરી કરીશું

હવાઈ મુસાફરી ઉપરાંત જોયા ફેમસ ફરવાલાયક સ્થળો પણ

ગામના 22 વૃદ્ધોએ માત્ર ઈન્ડિગો એરલાઈન્સથી નવી દિલ્હીથી અમૃતસર સુધીની માત્ર યાત્રા જ નથી કરી. તેમણે સુવર્ણ મંદિર, જલિયાંવાલા બાગ અને વાઘા બોર્ડરની પરેડ સલામી પણ જોઈ છે. મુસાફરીથી ખુશખુશાલ થયેલા ગામના વિવિધ જાતિના લોકોમાં 90 વર્ષીય જીતા દેવી, 82 વર્ષીય રામમૂર્તિ, 78 વર્ષીય કાંકરી, 75 વર્ષીય ગિરદાવરી, 80 વર્ષીય અમર સિંહ, 75 વર્ષીય સુરજારામ, 75 વર્ષીય ખેમારામ, 72 વર્ષીય આત્મારામ, ઈન્દ્ર, જગદીશ, સતપાલ સહિતના લોકોએ જણાવ્યું કે, તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓ ક્યારેક હવાઈ જહાજમાં બેસસે.

શું કહે છે ગ્રામજનો?

વધુમાં ગ્રામજનોએ કહ્યું, જ્યારે વિકાસ પાયલોટનો કોર્સ કરતો હતો તો અમને કહેતો હતો કે, હું જ્યારે પાયલોટ બનીને વિમાન ઉડાવીશ તો તમને વિમાનમાં જરૂર મુસાફરી કરાવીશ. દીકરાએ હવે પોતાનો કરેલો વાયદો પૂરો કર્યો તો અમને સપના જેવું લાગી રહ્યું છે.

પાયલોટના પિતા મહેન્દ્ર જ્યાણીએ કહ્યું કે, વૃદ્ધોને પ્લેનમાં મુસાફરી કરાવવી કોઈ તીર્થથી ઓછું નથી. દીકરાએ સારું કામ કર્યું છે.

પાયલટ બન્યા બાદ યુવકે તેના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

પોસ્ટ પસંદ આવે તો લાઇક અને શેર કરજો .

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો