આ ગામના લોકોએ જાત મહેનતે તળાવ બનાવીને ભુગર્ભના ખારા પાણીને બનાવ્યું મીઠું

આજે પીવાના પાણીની તકલીફ દરેક જગ્યાએ જોવા મળે છે, પણ આપણે આ બધી તકલીફ માટે સરકાર પર કે સમાજ પર દોષ ઢોળીને સંતોષ માની લઈએ છીએ અને ફરી પોતાના દૈનિક જીવનમાં ખોવાઈ જઈએ છીએ. પરંતુ જ્યારે પરિસ્થિતિ હાથ પરથી વણસી જવા લાગે ત્યારે ઘણીવાર વ્યક્તિ “અપના હાથ જગન્નાથ” સુત્રને અનુસરે છે. જોવા મળ્યું છે કે જેટલી પણ વાર કોઈએ આ રીતે જાત મહેનત પર આધાર રાખ્યો છે ત્યારે તેમને સફળતા સાંપડે છે. આવું વધુ એક ઉદાહરણ છે. હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાનું ગામ પાલડી જ્યાં પાણીની ભારે સમસ્યાથી લોકો હાલાકી અનુભવતા હતા.

ગામમાં ભૂગર્ભ જળમાં ક્ષારનું પ્રમાણ એટલું વધી ગયું હતું કે પાણીના તળ ખારા થઈ ગયા હતા. પીવા માટે પણ મીઠુ પાણી નસીબ નહોતું થતું. ત્યારે ગામના લોકોએ જાત મહેનતથી ગામમાં તળાવ બનાવીને અને તે તળાવને નહેર સાથે જોડીને આખા ગામના ખારા પાણીને એટલે કે ભુગર્ભ જળને મીઠું કરી નાખ્યું છે. એક સમયે ટીપું પાણી માટે તડપતું ગામ આજે પાણી મામલે સંપન્ન થઈ ગયું છે.

ગામના સરપંચ સહેંદ્ર સિંહ યાદવ કહે છે કે ગામમાં સ્થિતિ એટલી ભયાનક હતી કે ક્યાં પણ બોરિંગ કરો કે કુવો ખોદો પાણી ખારું જ નીકળતું હતું. પછી ગામવાળાઓએ ઇન્ટિગ્રેટેડ વોટરશેડ મેનેજમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત અનેક તળાવ ખોદ્યા હતા. તેમજ આ તળાવ પાસેથી પસાર થતી નહેરને પાઈપ દ્વારા જોડવામાં આવી અને તેના પાણીથી તળાવોને ભરવામાં આવ્યા.

તેમણે વધુમાં કહ્યું કે, ‘તળાવમાં સતત પાણી ભરાયેલું રહેવાના કારણે ત્રણ-ચાર મહિનામાં ગામનું ભૂગર્ભ જળ મીઠું થઈ ગયું હતું. આ ગામમાં પ્રવેશો એટલે એક સાથે અનેક નાના-મોટા તળાવ જોવા મળશે જે બધા જ નહેર સાથે જોડાયેલા છે. નહેર સાથે જોડાયેલા હોવાથી આ તળાવ ક્યારેય સુકાતા નથી. તેમજ ગામને હવે ક્યારેય પાણીની સમસ્યા રહેતી નથી.

દેશ – વિદેશના સમાચારો વાંચવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરીને અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો