આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પર માનવજીવનનો તોડ, NASAમાં કરશે પ્રેઝેન્ટેશન

બ્રહ્માંડની રચના સમજવા ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો અનંતકાળથી પ્રયાસ કરી રહ્યા છે. જેનું સર્જન છે તેનો વિનાશ પણ છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ત્યારે આકાશ ગંગામાં પૃથ્વી સિવાય હાલ ક્યાંય જીવન નથી. માનવજીવનને અન્ય ગ્રહો પર ચકાસવાના પ્રયાસો વિશ્વની સ્પેસ એજન્સીઓ વર્ષોથી કરી રહી છે. ત્યારે અમદાવાદી સ્કૂલ ગર્લ નાસામાં જઈને પૃથ્વીનો નાશ થાય તો મંગળ ઓર્બિટમાં કેવી રીતે માનવજીવન ટકાવી રખાશે તેનો મેપ રજૂ કરવાની છે. આ માટે નાસાએ તેને આમંત્રણ પણ આપ્યું છે.

કોણ છે પાટીદાર સ્ટુડન્ટ

અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલી દિવ્યપથ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી કશિશ પટેલ મંગળ ઓર્બિટમાં માનવજીવનને લઈને એક પ્રોજેક્ટ બનાવ્યો છે. આ પ્રોજેક્ટનું પ્રેઝેન્ટેશન કરવા માટે નાસામાં 24 થી 27 મેના દિવસે કશિશ રોકાશે.

કેટલા સમયમાં પ્રોજેક્ટ સબમિટ કર્યો

કશિશે તૈયાર કરેલો ઉબે સેટલમેન્ટ પ્રોજેક્ટ સબમિશનનું અઠવાડિયું બાકી હતું ત્યારે તેના પર કામ કરીને પૂર્ણ કર્યો હતો. કશિશ જણાવે છે કે તેને આ પ્રોજેક્ટના સબમિશનમાં સ્કૂલના પ્રિન્સિપાલે ખૂબ મદદ કરી છે તો તેના માતાપિતાને માટે તેનો પ્રોજેક્ટ એક સરપ્રાઈઝ બની છે.

કશિશ શું કહે છે પ્રોજેક્ટને લઈને

કશિશ જણાવે છે કે હું નાની હતી ત્યારે ઓર્બિટ સેટલમેન્ટ વિશે સાંભળ્યું હતું. જે પગલે મને એરોસ્પેસનો ખૂબ શોખ જાગ્યો હતો. ઉબે પ્રોજેક્ટ પર 3 વર્ષ પહેલા કામ કર્યું અને એક રફ આઈડિયા બની કંઈ વસ્તુ ખુટી છે તેની શોધ કરીને ઓપ્શન શોધી કાઢ્યા હતા. જેટલા પ્રોબ્લેમ્સ આવ્યા તેને સોલ્વ કર્યા અને નવા રિઝલ્ટ્સથી પ્રોજેક્ટનુ સ્ટ્રક્ચર તૈયાર થયું.

નાની ઉંમરે જ એસ્ટ્રોનોટ્સ બનવાનું સપનું

કશિશ નાની ઉંમરે જ એસ્ટ્રોનોટ્સ બનવાનું સપનું સેવતી હતી. આ માટે તેણે ધોરણ 8માં અભ્યાસ કરતી ત્યારથી મંગળ ઓર્બિટ પર જીવનની શક્યતા પર કામ કરતી હતી. તેણે જે પ્રોજેક્ટ બનાવ્યો છે તેનું નામ ઉબે રાખ્યું છે. જે ફ્રેન્ચ ભાષાનો છે અને તેનો અર્થ સૂર્યનું પ્રથમ કિરણમાંથી નીકળતો પ્રકાશ એવો થાય છે.

કશિશ જશે લોસ એન્જેલસ

મંગળ ઓર્બિટ પર કરેલા પ્રોજેક્ટના પ્રેઝેન્ટેશન માટે કશિશ લોસ એન્જેલસમાં જશે. અહીં 24થી 27મી મેના રોજ યોજાનાર ઈન્ટરનેશનલ સ્પેસ ડેવલપમેન્ટમાં પોતાનું પ્રેઝન્ટેશન આપશે.

પહેલા મિત્રો સાથે પ્રોજેક્ટ પર કામ કર્યું એ સફળ ન રહ્યો

તેણે જ્યારે બીજા મિત્રો સાથે મળીને એક પ્રોજેક્ટ હાથમાં લીધો હતો ત્યારે તે નાાસામાં પસંદગી પામ્યો ન હતો. જોકે ત્યારબાદ તેણે એકલાહાથે જ બાજી સંભાળી લીધી હતી અને દિવસરાતની મહેનત કરીને બીજા પ્રોજેક્ટમાં સફળતા હાંસલ કરી છે.

કોન્ફરન્સમાં કોણ રહેશે હાજર

ઈન્ટરનેશન સ્પેસ ડેવલપમેન્ટ કોન્ફરન્સમાં ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગના સહયોગી એવો કો-પાઈલોટ બઝ એલ્ડ્રિન પણ કશિશના પ્રેઝેન્ટેશન સમયે હાજર હશે. આ સિવાય હોલીવુડ સ્ટાર અને નેશનલ સ્પેસ સોસાયટીના મેમ્બર એવા ટોમ ક્રૂઝ અને ટોમ હેન્ક્સ હાજર રહેશે.

મંગળ ઓર્બિટ પર રહી શકશે 2 હજાર લોકો

કશિશે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે ઉબે પ્રોજેક્ટના તોડથી મંગળના ઓર્બિટ પર 2 હજાર લોકો ટેસથી જીવી શકશે. લોકોના વસવાટ માટે હ્યુમન સેટલમેન્ટ ડિઝાઈન કશિશે તૈયાર કરી છે. જેથી માનવી જેવી રીતે પૃથ્વી પર રહી શકી છે તેવી જ રીત તે અહી રહી શકે છે.

ઉબેની ડિઝાઈનમાં ત્રણ સ્તર

અમદાવાદી ગર્લે તૈયાર કરેલા ઉબે સેટમેન્ટમાં ત્રણ સ્તરીય ચક્ર વ્યવસ્થા છે. જે ત્રણેય એકબીજાની વિરૂધ્ધની દિશામાં ફરે છે. તેમાં ખેતી, વીજળી, હવા, પાણી અને ગુરત્વાર્કષણ બળ ઊભું કરાશે. ગુરૂત્વાર્ષણનું પ્રમાણ માનવી માટે જરૂરી છે એ 65થી 70 ટકા રહી શકે તેનો તોડ આ વ્યવસ્થામા હશે.

મંગળના એસિડાલિયા પ્લેનિશિયાનો પણ તોડ

મંગળની સપાટી પથરાળ હોવાથી માનવ વસવાટ કઠિન છે ત્યારે ત્યાં એસિડાલિયા પ્લેનિશિયા ખાતે કશિશના ઉબે પ્રોજેક્ટથી વસવાટ કરી શકાય છે. અન્ય સંશોધનનોમાં સામે આવ્યું છે તેમ મુજબ અહીં ઝરણાં અને વરાળનું પ્રમાણ સામે આવ્યું હતું. અહીં પાણી સરળતાથી મળતાં ત્યાં ખોદકામ સરળ રીતે થઈ શકે છે. અહીં વિપુલ માત્રામાં કોપર, આયર્ન નિકલ અને કોમિયમ જેવી ખનિજ મળી રહેશે.

પૃથ્વી પરથી લેવો પડશે ઓક્સિજન

મંગળ પર ઓક્સિજનનું પ્રમાણ ઓછું ત્યારે અહીં ઓક્સિજનને પૃથ્વી પરથી લઈ જવો પડશે. એટલે કહી શકીએ કે ઈમ્પોર્ટ કરવો પડશે.

ઉબે સેટલમેન્ટ તૈયાર થતાં 14વર્ષ જેટલો સમય લાગશે

મંગળ પર માનવ જીવન શક્ય બનાવવા માટે મોટા પ્રમાણમાં રિસોર્સિસની પ્રાપ્યતા અને ઉપયોગ કરવાની રીત કશિશના આ પ્રોજેક્ટમાં આપવામાં આવ્યો છે. કશિશે જે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તેને પૂર્ણ કરતાં 14 વર્ષ જેટલો સમય લાગશે. પ્રોજેક્ટને પૃથ્વી પર તૈયાર કરીને મંગળ પર મોકલવો પડશે. સ્પેસ જતાં રેડિએશન અને તાપમાન ખૂબ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે દરેક વસ્તુને ઓર્બિટમાં જોડવી પડશે. સ્ટ્રક્ચર તૈયાર કરવા એલ્યુમિનિયમ, કેલ્વર

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો