શું સોનાની નગરી સુરતમા પટેલોનો દશકો હવે પૂરો થવા તરફ જઈ રહ્યો છે ???

(૧) સુરતમાં વેપારમા ખોટુ કરવાવાળા વધી ગયા છે. કોઈના પર ભરોસો મૂકી શકાય તેમ નથી.

(૨) સુરતમાં દારૂ, વ્યસન, જુગાર ,વ્યભિચાર દરેક ઉંમરના લોકો કરી રહ્યા છે.આ એક પતનની મોટી નિશાની છે.

(૩) સુરતમાં દરેક ધંધામા જબરી મંદી ચાલી રહી છે.આવક કરતાં જાવક વધી રહી છે તો પણ લોકો મોજશોખ ઓછા કરી કરકસર કરતા નથી.માથે લેણું કરી પછી લોકોને પૈસા પાછા આપતાં નથી.બૂચ મારી દેવા અથવા તો ઉઠમણાં વધી ગયા છે.

(૪) સુરતમાં ટ્રાફિકની સમસ્યાના કારણે પ્રદૂષણ ખુબજ વધી ગયું છે.જેની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે. ઘરે ઘરે બીમારી વધી રહી છે.

(૫) સુરત 90% લોનેબલ સીટી છે. ફ્લેટ-જમીન,પ્રોપર્ટી- કાર કે મશીનરી સહીત તમામ પર લૉન લઈ ને કેપિસિટી કરતા વધારે જોખમ લઈ લેતા હોય છે.ત્યારબાદ લોનના હપ્તા ભરી શકતા નથી પરિણામે હાથમાંથી બધું જતું રહે છે.

(૬) એક સમય હતો કે હિંદુઓ નોનવેજ ખાતા ન હતા. આજે આમલેટ અને નોનવેજ હોટલોમાં આ તામસી ભોજનની જયાફત ઉડાવનારાઓ મોટાભાગે હિંદુઓ જ હોય છે. આ એક અધઃપતનની નિશાની છે.

(૭) સુરતમાં દારૂ જેટલો જોઈએ તેટલો આસાની મળી રહે છે. વ્યસનની રેલમછેલ ચાલે છે. આ પણ અધઃપતનની નિશાની છે.

(૮) સુરતમાં ચારિત્ર્યને નેવે મૂકી વ્યભિચાર આચરવામા આવે છે. સ્પા/બ્યૂટીક- સલૂન/ફાર્મહાઉસની આડમાં બેફામ દેહવ્યાપાર થાય છે.શુ આ અધઃપતનની નિશાની નથી??

(૯) માથાભારે લોકો પાસેથી માસીક ૫ થી ૧૦ ટકાના જંગી વ્યાજે નાણા લેવામા પણ લોકો ખચકાતા નથી.જેના કારણે મિલકતની સાથે કોઇ કોઇ વાર જીવ ગુમાવવાની નોબત પણ આવે છે. એક ગંભીર મુદ્દો છે.

(૧૦) સાદા,સાત્વિક અને આરોગ્યપ્રદ ઘરના ભોજનના સ્થાને હાઇફાઈ હોટલમા બિન આરોગ્યપ્રદ ચટાકેદાર ભોજનનો ચટકો લેવાની આદત પડી ગઈ છે.જેમા ખોટા ખર્ચાઓની સાથે આરોગ્ય પણ જોખમમા મુકાઈ ગયુ છે.ડાયાબિટીસ અને હાઈ બીપી તેમજ હાર્ટના રોગીઓમા ખુબ વધારો થયો છે.

(૧૧) લગ્ન સમારોહમા ચારસોથી પાંચસો માણસોની હાજરી બધી રીતે શ્રેષ્ઠ છે.પરંતુ પહેલાએ કર્યુ એટલે મારે પણ કરવુ છે એવી દેખાદેખીમા ફાર્મહાઉસોમા સામાન્ય રીતે બે થી ત્રણ હજાર લોકો માટે ભોજન સમારોહ,મોંઘાદાટ કપડા, બેન્ડવાજા સહીત ફટાકડા પાછળ લાખોનો ધુમાડો થાય છે .શુ આ યોગ્ય છે??

(૧૨) આજના યુવા વર્ગમા પરિશ્રમ કર્યા વગર શોર્ટ કટ દ્વારા શોર્ટ ટાઇમમા નાણા કમાવવાની મનોવ્રૃતિ જોવા મળી રહી છે.આવી મનોવ્રૃતિના કારણે યુવાનો નાદાનીમા શેર -સટ્ટાના રવાડે ચડી જતા હોય છે.અથવા તો કોઇ અન્ય આર્થિક ગુનાઓ આચરી લેતા હોય છે.પરિણામે તેના પરિવારને સહન કરવાનો વારો આવતો હોય છે.અનેક કિસ્સાઓમાં તો હર્યોભર્યો અને ખુશહાલ પરિવાર સાવ નેસ્તનાબુદ થઈ ગયો હોય એ પ્રકારના બનાવો પણ બન્યા છે.

(૧૩) ધંધા અથવા તો ઓફીસના સ્થળે આવવા-જવા માટે ઉપિયોગી અને કીફાયતી મોટર સાયકલના સ્થાને આર્થિક રીતે ન પરવડતુ હોય તો લોન લઈને પણ ભાઈનો વટ પડે એવા મોંઘાદાટ અને પેટ્રોલનો ધુમાડો કરતી સ્પોર્ટ કે અન્ય હાઈફાઈ બાઈકનો વપરાશ કરવો એ શુ બિનજરૂરી અને ખોટો ખર્ચ નથી??

આ સિવાયના પણ અનેક મુદ્દાઓ છે. જેનુ લિસ્ટ ખુબ જ લાંબુ છે. આમ છતા પણ ઉપરોક્ત તમામ મુદ્દાઓ પર જરા ગંભીરતાથી વિચારી જો જો…આ વાત સુરત શહેરના જ નહિ પણ સમગ્ર ગુજરાતના પટેલોને પણ લાગુ પડે છે. અંતમા તારણ એવુ જ નિકળશે કે કઠોર પરિશ્રમ, આગવી કોઠાસુઝ,અને શ્રેષ્ઠ બુધ્ધિમત્તાના પ્રતાપે વેપાર-ધંધા સહીત તમામ ક્ષેત્રમા ઝળહળતી સફળતા મેળવી સમગ્ર વિશ્વમા ડંકો વગાડનારા પટેલોનો દશકો હવે પૂરો થવા તરફ જઈ રહ્યો છે…આવા કટોકટી ભર્યા વિકટ સમયમા પરિવારને આર્થિક રીતે સુરક્ષિત રાખવા આજથી જ જરૂરી પગલાઓ ઉઠાવવા જરૂરી છે.

જો તમે અમારી વાત સાથે સમંત હોવ તો આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને આગળ મોકલજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો