સુરતઃ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના આવેલા રૂ.61 લાખ શહીદ પરિવારોને અપાશે

14 ફેબ્રુઆરીના દિવસે દેશ જ્યારે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી મગ્ન હતો ત્યારે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અને આ હુમલાતમાં દેશના 40 જવાનો શહીદ થયાહ તા. ત્યારબાદ દેશભરમાં જનાક્રોશ ફેલાયો હતો. સાથે સાથે શહીદોના પરિવારની મદદે આખો દેશ આવ્યો હતો. કોઇને મોટાભાગના દેશવાસીઓએ કોઇના કોઇ રીતે શહીદોના પરિવારને મદદ કરી છે. ત્યારે સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં શહીદ પરિવારોને 61 લાખની મદદ કરી છે.

ચાંદલામાં આવેલા રૂ.61 લાખ શહીદોના પરિવારને આપી સમાજને નવી રાહ ચિંધી છે. આ સમુહલગ્નમાં 261 યુગલોએ પ્રભુતામાં પગલા ભર્યાં હતા. સમુહલગ્નનમાં પહેલા શહીદને શ્રદ્ધાંજલિ આર્પણ કરી રાષ્ટ્રગીત પછી લગ્નવિધિ શરૂ કરાઇ હતી.

સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં શહીદ પરિવારોને 61 લાખની મદદ કરી છે. ચાંદલામાં આવેલા રૂ.61 લાખ શહીદોના પરિવારને આપી સમાજને નવી રાહ ચિંધી છે.

મળતી માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર પટેલ સમાજ હંમેશાથી સમાજને નવી રાહ બતાવતું આવ્યું છે. દહેજ પ્રથા નાબૂદી સ્ત્રીભ્રૂણ હત્યા રોકવા, ગંગા સ્વરૂપ બહેનોને સમાજમાંસન્માન આપવાની પહેલ કરવા સાથે સાથે સમાજમાં વર્ષોથી પ્રવર્તતા કૂરિવાજોને તિંલાંજલિ આપવાની શરૂઆત પણ આ સમાજે જ કરી હતી. એટલું જ નહીં દરવર્ષે સમૂહલગ્ન થકી સમાજને નવો મેસેજ આપવામાં આવે છે. ત્યારે રવિવારે યોજાયેલા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના 60માં સમૂહલગ્નમાં 261 યુગલો સહિત ત્યાં હાજર જનમેદનીએ શહીદોને ભાવાંજલિ અર્પણ કરી હતી.

આ અંગે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સમૂહલગ્નમાં ચાંદલારૂપે મળતાં રૂપિયા પુલવામાના શહીદોના પરિવારને આપવા નિર્ણય લીધો છે. દરમિયાન સમૂહલગ્નમાં 61 લાખ રૂપિયાનો ચાંદલો મળ્યો હતો. આ 61 લાખ રૂપિયા પુલવામાના 40 શહીદોના પરિવારને અર્પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ જાગૃત વ્યક્તિ બનવા અનુરોધ કર્યો હતો. ઉપરાંત રાષ્ટ્રભાવના થોડા દિવસ માટે નહીં પરંતુ કાયમી ધબકતી રાખવા જણાવ્યું હતું.

આ ઉપરાંત શહેરીજનોમાં રાષ્ટ્રહીતની ભાવના કાયમ માટે ધબકતી રહે તે માટે દરરોજનો એક રૂપિયો સૌનિક કલ્યાણ ફંડમાં આપવા નવી પહેલ કરવામાં આવી હતી. સૈનિક કલ્યાણ ફંડની જાહેતા કરતા જ લોકોએ રોજનો એક રૂપિયો ફંડની જાહેરાત કરાતા જ લોકોએ રોજનો એક રૂપિયો આપવાના સંકલ્પ ફોર્મ ભરવા પડાપડી કરી હતી. જોત જોમાં 10 હજારથી વધુ લોકોએ રોજનો એક રૂપિયો આપવાના સંકલ્પપત્રો ભરી દીધા હતા.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો અને વધુમાં વધુ શેર કરજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો