બાળક ગમે તેવા સવાલ પૂછે પરંતુ તેના તમામ જવાબો આપો, નહિતર ગુગલ પર એના જવાબો શોધશે

‘આજે દરેક વ્યકિત માટે ટુ વે કમ્યુનિકેશન જરૂરી છે. દરેક વ્યક્તિને સાંભળો જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ બોલે છે પછી તમે બોલવાની શરૂઆત કરો. બાળકોને ઘણી વાતો બોલવી હોય છે. આપણા માટે આપણા મિત્ર, ઓફિસના સાથીઓ, ગ્રાહકો તેમજ બીજી અન્ય વ્યક્તિ વાત સાંભળવા માટે વિકલ્પ તરીકે હોય છે. જયારે બાળકો પાસે ફક્ત તેમની એક જ દુનિયા હોય છે તેમના માતા-પિતા. એટલાં માટે બાળકો સાથે હંમેશા વાત કરો.

બાળકને સમજવાનો સૌથી સહેલો રસ્તો, મિત્રની જેમ વર્તન કરો, પેરેન્ટ્સની જેમ નહીં

દરેક માતા-પિતા પોતાના બાળક માટે એવું જ ઈચ્છે છે કે અમારું બાળક પહેલા નંબરે આવે. આ વાત પેરેન્ટ્સ વિચારે છે પરંતુ નંબર તો બાળકને લાવવાનો છે. જો બાળક વિચારશે તો જ તે પ્રથમ ક્રમે આવી શકશે. તેના માટે પેરેન્ટ્સે તેને સહયોગ આપવાનો છે. માતા પિતાએ બાળકોને સાંભળવાના છે. બાળક તેમના અનુભવ તમારી સાથે શરે કરે છે તો તેમને શાંતિથી સાંભળો. જો તમે બાળકો સાથે વાત કરશો તો તેમના પ્રશ્નો જાણી શકશો. અને તેને સોલ્વ કરી શકશો.

બાળક સાથે મિત્રની જેમ વર્તન કરો, પેરેન્ટની જેમ નહીં બાળકો પાસે ઘણા સવાલો હોય છે. સેકસ એવો વિષય છે જેની પર બાળક માતા-પિતા સાથે ખુલીને વાત નથી કરી શકતા. બાળકોને સ્વતંત્રતા હોવી જોઈએ કે તેઓ સેકસ વિશે માતા – પિતા સાથે વાત કરી શકે. માતા-પિતાને પૂછે કે સેકસ શુ છે? અપશબ્દો શું છે? બાળકોને સાચા સોર્સ પરથી માહિતી મળવી જોઈએ. એવું ન થાય કે તેને કોઈ બહારનો વ્યક્તિ, પાનના ગલ્લા પર ઊભો રહેનાર વ્યકિત અથવા ગુગલ પરથી જાણે છે. તો આવા સંજોગોમાં બાળક સુધી ખોટી માહિતી પહોંચે છે. પ્રશ્ન એ નથી કે બાળકો બહારના વ્યકિત પાસેથી માહિતી મળે છે. પ્રશ્ન એ છે કે તેઓ તેમની જાણવાની ક્ષમતા ગુમાવે છે. કારણકે બાળકને જે કહેવામાં આવે તેને તે સાચુ માની લે છે. જે બાળક માટે ઘણું નુકસાનકારક સાબિત થઈ શકે છે.

બાળકો એવું વિચારવા લાગે છે મારા માતા-પિતા મને નથી સાંભળતા અને તેઓ બોલવાનું બંધ કરી દે છે. બાળકને સમજવાનો સહેલો રસ્તો, મિત્રની જેમ વર્તન કરો, પેરેન્ટ્સની જેમ નહીં’ પીફોરપી દ્વારા કોમ્યુનિકેશન વિષય પર સુરતમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા આ વાત ભગીરથ ગૌસ્વામીએ કહી હતી.

જો આ પોસ્ટ તમને પસંદ આવેતો તમારા મીત્રો સાથે શેર કરજો. આ પોસ્ટ બાબતે તમારા વિચારો નીચે કમેન્ટ બોક્ષમાં અચૂક જણાવજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો