દીકરો-દીકરી એક સમાનનો સંદેશ આપતા ત્રણ હેર સલૂનના માલિકે દીકરીનાં જન્મ પર એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા

ગ્વાલિયરમાં એક હેર સલૂનનાં માલિકે તેમની દીકરીના જન્મની ખુશીમાં એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા. બે ભાઈઓ સલમાન અને અરબાઝ ખાન સાથે મળીને આ સલૂન ચલાવે છે. તેઓ પોતાના પ્રયત્નોથી સંદેશ આપવા માગે છે કે, માત્ર દીકરો જ નહિ પણ દીકરીના જન્મ વખતે પણ ઘર-પરિવારમાં ખુશીઓ આવે છે.

4 જાન્યુઆરીએ તેમણે સલૂનમાં ફ્રી હેર કટ કરાવ્યા. આ બંને ભાઈઓએ પોતાની દુકાનની બહાર પણ એક પોસ્ટર લગાવ્યું છે. તેની પર લખ્યું છે, ઘરમાં દીકરીના જન્મને લીધે 4 જાન્યુઆરી 2021ના રોજ અમારા દરેક સલૂન ફ્રી રહેશે. તેમના ત્રણ સલૂન છે જે ગ્વાલિયરનાં કુમ્હરપુરા, શિવાજી નગર અને નદીપાર ટાલમાં છે. લોકોને જેવા આ સલૂનની ફ્રી સર્વિસ વિશે ખબર પડી કે તરત જ સવારથી કટિંગ અને શેવિંગ કરાવવા માટે લોકોની લાઈનો લાગી હતી.

સલમાને કહ્યું, આજે પણ એવા ઘણા ઘર છે જ્યાં દીકરીઓના જન્મ થવાથી લોકો દુઃખી થાય છે. હું આવા લોકોનાં વિચાર બદલવા માગું છું. સલમાનનાં ઘરે 26 ડિસેમ્બરના રોજ દીકરીનો જન્મ થયો હતો. તે દીકરીના જન્મની ખુશી પર કઈક નવું કામ કરવા માગતા હતો. ત્યારબાદ મેં એક દિવસ માટે ફ્રીમાં હેર કટ કરવાનો નિર્ણય લીધો. અનેક લોકો માટે સલમાન પ્રેરણા બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો