ઓપરેશન ‘કેટ્સ: આઝાદી પછીનું સેનાનું સૌથી મોટું અને સફળ ઓપરેશન, જેની કહાની જાણીને જવાનો પર ગર્વ થશે

તમે ઈઝરાયેલ, અમેરિકા, ઈંગ્લેન્ડ આર્મીના અનેક ઓપરેશનો વિશે સાંભળ્યું છે અને તેના પર બનેલી અનેક ફિલ્મોને જોઈ છે અને ફિલ્મ જોઈ અથવા પુસ્તકો વાંચી તે આર્મી પર ગર્વ થતો હશે, પરંતુ આપણી ઈન્ડિય આર્મી પણ કંઈ પાછળ નથી.

આપણી સેનાએ એવા અનેક ઓપરેશનોને અંજામ આપ્યો છે કે, જેનાથી આપણી છાતી ગજ ગજ ફુલી જાય, પરંતુ આપણી કમનસીબી કે તેનો પુસ્તકો કે પછી ફિલ્મોમાં રૂપાંતર થયું નથી. તો સૌથી પહેલા વાત કરીએ આપણી સેનાના એક એવા ઓપરેશનની જે દુનિયામાં સૌથી ખતરનાક ઓપરેશન કહેવાય છે.

ભારતીય સૈનાની શૌર્ય ગાથા વિશે તો વિશ્વના દરેક દેશ જાણે છે, પરંતુ ભારતની બહાદૂર સેનાએ અનેક એવા મોર્ચે લડાઈ લડી છે જેનાથી તેની શક્તિ સમગ્ર દુનિયામાં વધી છે. તેમાં શ્રીલંકા હોય કે નેપાળ, અફઘાનિસ્તાન હોય કે મ્યાનમાર, ભૂતાન હોય કે સુદોર હિંદ મહાસાગરના દેશ. ભારતીય સેનાએ પોતાની શક્તિનું પ્રદર્શન અનેકવાર કર્યું છે.

ભારતીય સેના દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અને ચોથા નંબરની સૌથી શક્તિશાળી સેના છે. ભારતી સેનાએ દર વખતે યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાવી છે અને આપણી સેનાએ પંજાબ, કશ્મીરથી લઈ આસામ, નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પોતાના અનેક સફળ ઓપરેશન કર્યા છે.

જો ભારત ચીનના યુદ્ધની કળવી યાદોને કાઢી નાંખીએ તો અત્યાર સુધી એવું કોઈ સૈન્ય અભિયાન નથી જેમાં ભારતની સેનાએ દુશ્મનોના દાંત ખાટા ન કર્યા હોય. તમે વર્ષ 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધને લઈ તો સાંભળ્યું હશે.

વર્ષ 1965માં આપણે લાહોર સુધી તિરંગો લહેરાવ્યો હતો. જેની યાદો આજે પણ તમારા દિલમાં હશે. આપણે 1971 અને કારગીલના યુદ્ધમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. તો ભારતીય સેનાએ નેપાળમાં રાહત અને બચાવના કાર્યોમાં મોટા ઓપરેશન કર્યા છે. શ્રીલંકાથી લઈ મ્યાનમાર, અફઘાનિસ્તાનમાં શક્તિ બતાવી છે, પરંતુ આજે અમે આપને બતાવીશું ભારતીય સેનાના એક એવા ઓપરેશનની કહાની. જેને જાણી આપને આપણી સેના પર ગર્વ થશે.

આ એક એવું સૈન્ય અભિયાન હતું જેને ઓપરેશન કેટ્સના નામથી ઓળખવામાં આવે છે. જેમાં ભારતે હિંદ મહાસાગરના સામેના છેડે આવેલા માલદિવમાં સૈન્ય કાર્યવાહી કરી હતી. વર્ષ 1988માં માલદીવમાં ગયૂમ સરકારને હટાવવા માટે માલદીવના સમુદ્રી ડાકુઓ અને શ્રીલંકાના તમિલ ઉગ્રવાદી સંગઠને ત્યાની સરકારની સામે યુદ્ધ શરૂ કરી દીધુ્ં હતું.


ઉગ્રવાદીઓએ મુખ્ય સરકારી ઈમારતો પર કબજો કરી લીધો હતો કારણ કે, ત્યાંની સેના તે ઉગ્રવાદી સામે લડવામાં અસક્ષમ હતી. એરપોર્ટ, ટેલિવિઝન, અને રેડિયો સ્ટેશન જેવા મહત્વપૂર્ણ સ્થાનો પર ઉગ્રવાદીઓનો કબજો હતો. માલદીવ સરકારની મહત્વપૂર્ણ જગ્યાઓ પર ઉગ્રવાદીઓના કબજા બાદ જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ મોમુન અબ્દુલ ગયૂબને એ લાગવા લાગ્યું કે, ઉગ્રવાદીઓને રોકી શકવા હવે શક્ય નથી. ત્યારે તેમણે ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધી પાસે મદદ માગી અને રાજીવ ગાંધીએ કોઈ પણ વિચાર કર્યા વીના સોળસો પેરા ટુપર્સને માલદીવની રક્ષા માટે મોકલી દીધા ભારતીય સેનાની આ બટાલિયનને લઈ LI-76 વિમાને આગ્રાથી ઉડાન ભરી અને માલદીવ પહોંચી ગયું.

ભારતીય સેના માલદીવ પહોંચતા જ શરૂ થયું એક મોટું ઓપરેશન. આ ઓપરેશને માલદીવમાં રહેલા ઉગ્રવાદીઓના છક્કા છોડાવી દીધા. ભારતીય સેનાએ ઓપરેશન કેટ્સ દ્વારા ઉગ્રવાદીઓને ઠાર કરવાનું શરૂ કરી દીધું. ભારતીય સેનાએ એરપોર્ટ પર ઉતરતા જ અનેક ઉગ્રવાદીઓને ઢાળી દીધા. ભારતીય સેનાના કમાન્ડોએ પોતાના પરાક્રમ અને સાહસથી મોટા ભાગની સરકારી ઈમારતો પર કબજો કરી લીધો. સેનાએ પોતાના આ ઓપરેશનમાં ઉગ્રવાદીઓને વીણી વીણીને માર્યા અને અનેક ઉગ્રવાદીઓને બંધી બનાવી લીધા.

આ તરફ ભારતીય સેનાએ પોતાના બન્ને યુદ્ધ જહાજ INS ગોદાવરી અને INS બેતવાને માલદીવ સુધી મોકલી દીધા. આ બન્ને જંગી જહાંજોએ ઉગ્રવાદીઓના સમુદ્રી જહાજોને સંપૂર્ણ રીતે તબાહ કરી નાંખ્યા અનેક કલાકો સુધી ચાલેલા આ ઓપરેશનમાં ભારતીય સેનાએ તમામ ઉગ્રવાદીઓને યમલોક પહોંચાડી દીધા અને થોડા ઘણા બચેલા ઉગ્રવાદીઓને બંધી બનાવી ગયૂમ સરકારને તુટી પડતી બચાલી લીધી.

આપણી સેનાએ કરેલા આ શૌર્ય પરાક્રમની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ હતી. ત્યારે ભારતીય સેનાની શક્તિને સમગ્ર દુનિયાએ જાણી હતી અને ભારતની સૈન્ય કાર્યવાહીથી પાડોશી દેશ પાકિસ્તાનના હોશ ઉડી ગયા હતા, પરંતુ આપણી સેનાના પરાક્રમ અને શૌર્ય ગાથા વિશે દેશવાસીઓ ઓછુ જાણે છે અને અન્ય દેશની શક્તિ વિશે આપણી વધારે જાણીએ છીએ. તેનું કારણ છે માધ્યમોનો અભાવ. આપણી સેના પર ફિલ્મો ઘણી જ ઓછી બની છે. જ્યારે વિદેશી સેના પર અનેક ફિલ્મો બની છે. જેના કારણે લોકો વધારે જાણી શક્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો