26 વર્ષીય એન્જિનિઅરે મલ્ટિનેશનલ કંપનીની જોબ છોડ્યા બાદ ગામે-ગામ ફરીને તળાવને સજીવન કરવાનું બીડું ઉપાડ્યું

આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ નદીઓ અને તળાવો સુકાઈ ગયા છે તેવી બૂમો સાંભળવા મળી રહી છે, તેવામાં 26 વર્ષીય મિકેનિકલ એન્જિનિઅરે ગામે-ગામ ફરીને તળાવને નવજીવન કરવાનું બીડું ઉપાડ્યું છે.

નોઈડાનો રહેવાસી રામવીર તંવરે તળાવોને સજીવ કરવા માટે એમએનસી (મલ્ટિનેશનલ કોર્પોરેશન)ની જોબને પણ તિલાંજલિ આપી દીધી હતી.

ડોર-ટુ-ડોર

આ આઈડિયા વિશે રામવીરે કહ્યું કે મેં 2016માં એમ.ટેક પૂરું કર્યું હતું. મેં મારા કોલેજના સમયથી જ પાણીના મહત્ત્વ વિશે લોકોને સમજાવવાનું ચાલુ કરી દીધું હતું. મેં એક વાત નોટિસ કરી કે મોટા શહેરોમાં વસતા લોકો પીવાના પાણીની બોટલ માટે 20 રૂપિયા ચૂકવે છે. જ્યારે ગામડાઓમાં તો પાણી મફતમાં મળે છે એટલે તેની કોઈ કિંમત નથી. લોકો ભવિષ્યનો વિચાર કર્યા વગર મન ફાવે તેમ પાણી વેડફે છે.આ બધું જોઈને મેં નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, પરંતુ મારે લોકોને પાણીની કિંમત સમજાવવી જ છે. હું ગામડાઓમાં લોકોના ઘરે-ઘરે જઈને પાણીના મહત્ત્વ વિશે લોકોને જાગ્રત કરું છું.

મલ્ટિનેશનલ કંપનીની જોબ છોડ્યા બાદ 26 વર્ષીય યુવક ગામડાંનાં તળાવોને સજીવન કરી રહ્યો છે

જૂનાં તળાવોનું સજીવન

થોડા સમય પહેલાં રામવીરે અનુપમ મિશ્રાની બુક વાંચી હતી જેમાં આર્ટિફિશિયલ તળાવ કેવી રીતે બનાવી શકાય તેનું વર્ણન કરેલું હતું, પરંતુ આ બુક વાંચીને તેને વિચાર આવ્યો કે આપણા પૂર્વજોએ કંઈક સમજી વિચારીને જ તળાવનું સર્જન કર્યું હશે ને ! ફરીથી જમીનમાં ખોદકામ કરીને તળાવ બનાવવાને બદલે જૂનાં તળાવને નવજીવન કરવા જ યોગ્ય છે. છેલ્લાં પાંચ વર્ષમાં રામવીર સૂકાં ભેખાળ પડી રહેલા 10 તળાવોને સજીવ કરી ચૂક્યો છે.

ભવિષ્યનો પ્લાન

રામવીર તળાવોને કુદરતી રીતે ચોખ્ખા કેવી રીતે કરી શકાય તે પણ ગામના લોકોને શીખવાડે છે. આ ઉપરાંત તે દરિયાઈ વિસ્તારોમાં રહેતા ખેડૂતોને માછીમારી કરવા માટે પણ પ્રોત્સાહન આપે છે.તળાવને નવજીવન કર્યા બાદ રામવીર ગામના લોકોને તેની દેખરેખ રાખવા માટે પણ સમજાવે છે. અત્યાર સુધીના તેના કરેલા કામમાં ગામના લોકોએ તેને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. ભવિષ્યમાં રામવીર બીજાં ગામડાંઓનાં તળાવોને પણ સજીવન કરવા ઈચ્છે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો