પિતાનું સપનું દિકરીએ પૂરું કર્યું: એરોનોટિકલ એન્જીનિયર બની પોરબંદરની દિકરી કેનેડામાં બનાવે છે પ્લેનના બોડી પાર્ટ્સ

વપોરબંદરની દિકરી એરોનોટિકલ એન્જીનીયર બની કેનેડા ખાતે પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવે છે. પોરબંદરમા જન્મેલી નિશા નાથાભાઇ ઓડેદરાએ એરોનોટિકલ એન્જીનિયરની ડિગ્રી પ્રાપ્ત કરી કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાટર્સ બનાવી પાયલોટની તાલીમ લઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પિતા ગાયો-ભેંસો ચરાવે છે
પોરબંદર શહેરમાં રહેતા આ દીકરીના પિતા નાથાભાઈ ભૂરાભાઈ ઓડેદરા ભૂતકાળમા એરપોર્ટ વિસ્તારમાં ગાયો, ભેંસો ચરાવી તેમનું ગુજરાન ચલાવતા હતા. આકાશમાં ઉડતા પ્લેનને જોઈને તેણે વિચાર્યું કે મારા સંતાન પણ પ્લેન ઉડાડશે. અને આ સપનું તેની દીકરીએ પૂરું કર્યું છે. આજે નાથાભાઈ કન્ટ્રક્શનના વ્યવસાયમાં છે અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે. નાથાભાઈની દીકરી નિશાએ પોરબંદરમાં ધો. 10 સુધી અભ્યાસ કર્યા બાદ રાજકોટ અભ્યાસ કર્યો હતો અને બાદ ચેન્નાઇ ખાતે કોલેજ પૂરી કરી હતી.

માસ્ટર ડિગ્રી બાદ કેનેડા ગઈ હતી
બાદમાં માસ્ટર ડિગ્રી અભ્યાસ માટે યુકે યુનિવર્સિટીમાં 17 માસનો અભ્યાસ કર્યો હતો અને માસ્ટર ડિગ્રી બાદ તેણી પોરબંદર આવી પરમેનન્ટ રેસિડેન્ટ માટે કેનેડા એપ્લાય કર્યું હતું. આ દીકરીને કેનેડા સરકારે તેડાવી છે અને કંપની દ્વારા લાયસન્સની પ્રક્રિયા હાથ ધરી છે. કંપની દ્વારા તેણીને પાયલોટ માટેની તાલીમ આપવામાં આવી રહી છે. પોરબંદરની દીકરી નિશાએ પોર્ટુગલમાં પોતાની જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા છે અને હાલ કેનેડા ખાતે પ્લેન બનાવવાની ડિઝાઇન અને પ્લેનના બહારના બોડી પાર્ટ્સ બનાવી રહી છે.

નિશા પોતે પ્લેન બનાવી કંપની ખોલશે
પોરબંદરની નિશાએ તેના પિતાને જણાવ્યું હતું કે પાચ વર્ષ પછી પોતે પ્લેનની ડિઝાઇન બનાવી કંપની ખોલી પ્લેન બનાવી લોન્ચ કરશે તેવું નિશાનું સપનું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો