ટ્રેનમાં છાપાં વેચતાં બાળકે કહ્યું, ‘જનરલ કેટેગરીમાં છું, સ્કોલરશિપ ન મળે’, પછી કરી કોન્ફિડન્સની વાત

5મા ધોરણમાં 93% છતાં મજૂરી કરી બે ભાઈને ભણાવે છે, બાપ વગરના દીકરાની આ મજબૂરીને તમે શું કહેશો?

વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરો

મધ્યપ્રદેશના રિવાના એક બાળક નીલકંઠ દુબેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહ્યો છે. નીલકંઠને પાંચમા ધોરણમાં 93 ટકા આવ્યા છે, છતાં ટ્રેનમાં છાપાં વેચવા મજબૂર છે. આ મજબૂરીનું કારણ છે, પિતાનું દેહાંત. આ જ કારણે 10 વર્ષની કુમળી ઉંમરે કાળી મજૂરી કરી નીલકંઠ બે ભાઈને ભણાવે છે અને પરિવારને આર્થિક મદદ કરે છે. નિલકંઠ કહે છે કે, બ્રાહ્મણ હોવાથી તે જનરલ કેટેગરીમાં આવે છે, તો સ્કોલરશિપ ક્યાંથી મળે? આ સાથે જ તે કહે છે કે, સ્કોલરશિપ ન મળે તો શું થયું પણ તે કોન્ફિડન્સથી ભણે છે. મહત્વની વાત છે કે, હાલ છઠ્ઠા ધોરણમાં ભણતો નીલકંઠ ખૂબ જ હોશિયાર છે. તે કહે છે કે, દસમા ધોરણ સુધીના કોઈપણ સવાલનો જવાબ તે આપવા માટે સક્ષમ છે. તે સ્વીકારે છે કે, અંગ્રેજી અને ગણિત વિષયમાં તે થોડો કાચો છે.

આ પોસ્ટને વધુમાં વધુ શેર કરીને આગળ મોકલજો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો