નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, પુત્ર શિવરાજને ચૂંટણી લડાવવાની ચર્ચા તેજ

રાજકોટ- લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ પુત્રને લડાવવાની ચર્ચા તેજ બની છે. કોંગ્રેસ નરેશભાઈનાં પુત્રને મેદાનમાં ઉતારે તેવા તર્ક વિતર્ક સાથેની વાત ખોડલધામમાં પણ ચર્ચાઈ રહી છે. જો શિવરાજ પટેલ મેદાનમાં ઉતરે તો સૌરાષ્ટ્રની અન્ય સીટો પર પણ ફાયદો મળે તેવું કોંગ્રેસનું ગણિત છે. એટલે કે હવે કોંગ્રેસ પણ ભાજપ સામે દાવ ખેલવાના મુડમાં છે.

કોંગ્રેસ શિવરાજને મેદાનમાં ઉતારે તેવી ખોડલધામમાં પણ ચર્ચા તેજ

રાજકોટની બેઠકનો ચૂંટણીનો ચમકારો કે ગરમાવો

રાજકોટ બેઠક પર ભાજપ તરફે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાનું પલડું ભારે છે. રાજકોટ બેઠક પર લેઉવા પાટીદાર મતદારો બમણા જેવા હોવાથી લેઉવા પાટીદાર સમાજનું મોટું માથુ ઉતારવાની વેતરણમાં છે. શિવરાજના કહેવા મુજબ આવી વાતો ચાલી રહી છે પરંતુ આ બધી વાત વચ્ચે ભાઈજી (મોટાબાપુ રમેશભાઈ) તથા પરિવારના સભ્યોની સહમતિ અને પરિવારનો નિર્ણય જ આખરી નિર્ણય રહેશે.

શિવરાજ ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ-કગથરા

ટંકારાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ જણાવ્યું હતું કે, નરેશ પટેલનો પુત્ર શિવરાજ કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો કોંગ્રેસ માટે સુવર્ણ દિવસ કહેવાય.નરેશ પટેલ સૌરાષ્ટ્રમાં નામના ધરાવે છે. નરેશ પટેલ કે તેના પરિવારમાંથી કોઇ ચૂંટણી લડે તો સૌરાષ્ટ્રની તમામ બેઠક ઉપરાંત અમદાવાદ, સુરત બેઠક પર પણ અસર જોવા મળી શકે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો