નડિયાદની દીકરીએ દેશભરમાં 1000થી વધુ શહીદ પરિવારને કરી આર્થિક મદદ, 11 વર્ષની ઉંમરથી કરી શરૂઆત

નડિયાદ શહેરની દિકરીએ બાલ્યાવસ્થામાં શહીદ પરિવારને આક્રંદ કરતાં જોઇ તેને આર્થિક મદદ કરવાનો સંકલ્પ લીધો હતો. જે સંકલ્પ પુરો કરવા તેણે દેશભરમાં ફરીને ચાર વરસમાં 1080 શહિદ પરિવારને મદદ કરી છે. જેના આ કાર્ય બદલ રૂણ કન્યા છાત્રાલય દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું છે.

11 વર્ષની ઉંમરથી કરી શરૂઆત

છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તેણે ટીવી પર એક કુટુંબના સભ્યો સ્ત્રીઓ અને બાળકોને આક્રંદ કરતાં જોઇ પોતાના પપ્પા ને પ્રશ્ન કર્યો કે આ લોકો કેમ રડે છે ? ત્યારે તેના પપ્પાએ જવાબ આપ્યો કે બેટા તેમના પિતા શહીદ થઈ ગયા છે. તે જ સમયે માત્ર 11 વર્ષની આ દીકરીએ મનોમન નક્કી કરી નાંખ્યું કે મારે શહીદો માટે કંઇક કરવું જોઇએ. તે સમયથી આજદિન સુધીમાં વિધિએ એક હજાર કરતાં પણ વધારે શહીદ કુટુંબોની મુલાકાત લઈ આર્થિક સહયોગ કર્યો છે. પોતાના માતા પિતાની મદદ અને સમાજના લોકો દ્વારા પણ સહયોગ મળી રહે છે.

11 વર્ષની વિધિએ શહીદ પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું હતું, કુંટુબોની મુલાકાત લઈને કર્યો આર્થિક સહયોગ

રૂણ કન્યા છાત્રાલયમાં વિધિ જાદવનું બહુમાન

નડીયાદ શહેરની વિધિ જાદવનો રૂણ કન્યા છાત્રાલયમાં સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિધિ જાદવ જે દેશમાં કોઇ પણ રાજ્યમાં સરહદ ઉપર સૈનિક શહીદ થાય તેના ઘેર પહોંચી તેના કુટુંબીજનોને સાંત્વન આપી તેઓને આર્થિક સહયોગ આપવાની પ્રવૃતિ છેલ્લા ચાર વર્ષથી કરે છે. સામાન્ય કુટુંબની આ દિકરી એ છેલ્લા ચાર વર્ષમાં સેંકડો શહીદોને મદદ કરી છે. હાલ નડીયાદ માં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિધિ જ્યારે ધોરણ 6માં ભણતી હતી ત્યારથી આ પ્રવૃતિ કરે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો