એકલા હાથે સમાજના સાથથી અવિરત પણે આરંભાયેલ મહા અભિયાન… મુગ્ધા સેમિનાર.

ફેમિલી કોર્ટ સુરતમાં છેલ્લા પાંચ વર્ષથી કાઉંસેલર તરીકે સેવા આપતા અશ્વિનભાઇ સુદાણી સમાજસેવામાં સમાજની માહ્યલી સમસ્યાઓ પર ભાર મુક્તા માને છે કે કોઇ પણ સમાજ કે રાષ્ટ્રને શ્રેષ્ઠ માનવ રત્નો મેળવવા હશે તો તારુણ્ય અવસ્થાથી તેનામા ઉત્તમ વિચાર-વ્યવહાર-વર્તનના વાવેતર કરવા રહ્યા. તેઓના માનવા મુજબ મહા સત્સંગ, સભાઓ કે વક્તાઓની વાતોથી જે અવસ્થાની વિચારધારા બદલી શકાતી નથી તે મુગ્ધા સેમિનારથી શક્ય બને છે.

દીકરીઓના માનસપટ પર સંસ્કારના બિજના વાવેતર થાય છે ત્યારે એક વર્ણશંકરની વ્યાકુળતા એટલી હદ સુધી વધી ગઈ કે વર્ષોથી પોતના લેખો દ્વારા પ્રેમના નામે કામ વાસનાનુ માર્કેટિંગ કરતા આ મહાશયે મુગ્ધા સેમિનારનુ નામ લિધા વગર દિકરિઓ જે સોગંધ લે છે તેના વિરુધ્ધમા લખવાનુ મુનાસિબ માન્યુ. જે માતા-પિતા પોતાના સ્વપ્નોને એક બાજુ દાટી દઇ પોતાના સંતાનોને ઉછેર્યા હોય અને એ જ્યારે કોઇ પર પુરૂષ સાથે ભાગી જાય ત્યારે આવા કુવારા વર્ણશંકરને શુ ખબર પડે કે એ વેદના શુ હોય ?

જ્યારે અશ્વિન સુદાણી દિકરીઓને કાચી ઉમરમા લિધેલા નિર્ણય બાબતે સત્ય સમજાવે છે ત્યારે કેટલાય બોય ફ્રેંડની બાદબાકી થઈ જાય છે.

માતા-પિતાને સાચી રીતે દિકરી ત્યારે મળે છે જ્યારે તેણી મુગ્ધા સેમિનારમા બેસે છે.

માતા-પિતાને ત્યારે જ દિકરી ઓળખી શકે છે જ્યારે તેણી મુગ્ધા સેમિનારમા બેસે છે. એટલે અમુકના પેટમા તેલ ઉકળી ઉઠે છે, કેમકે દિકરીઓ ભાગી નહિ જવાના સોગંધ લે છે.

અમુક માયકાંગલા, રખડુ, આળસુ, કુ સંસકારી યુવાનો, જે તરુણીઓની લાગણીનો ગેરલાભ લઈ ભગાડી જઈ તરુણીઓનુ જીવન બરબાદ કરે છે તેની સામે મુગ્ધા સેમિનાર દિકરીઓને અંતરાત્માથી મજબૂત કરે છે.
એક્લા હાથે – સમાજના સાથથી અવિરત પણે આરંભાયેલ મહા અભિયાન…..

આજ સુધિમા ૨૬૦૦૦ કરતા વધુ દિકરિઓ મુગ્ધા સેમિનારથી લાભાંકિત થઇ છે. વર્શ-૨૦૧૯ મા સવાલાખ દિકરિઓને લાભ મળે તેવો સંકલ્પ કરવામા આવ્યો છે.

આ સેમિનાર ને અંતે બધી જ દીકરીઓ એક સાથે શપથ ગ્રહણ કરે છે આ શપથ ના શબ્દો નીચે પ્રમાણે છે,

1) હું ક્યારેય પણ પર-પુરુષ સાથે ભાગીને લગ્ન કરીશ નહીં.

2) લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધીસ જ નહીં.

3) ક્યારે પણ લગ્નજીવનમાં ઉદભવતી સમસ્યાઓથી છુટાછેડા લઈશ નહિં અને આત્મહત્યા તો કરીશ જ નહીં.

આ પણ વાંચજો..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો