“મુગ્ધા” એક અનોખી પહેલ આપણા માટે સમાજમાં આવા ને આવા વધુને વધુ આયોજન થાય અને સમાજ માંથી દૂષણો નાશ થાય તેવી પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના.

દીકરી એટલે ઘરનો દીવો. એક દીકરી આપણને સમાજમાં અનેક સ્વરૂપે જોવા મળે છે જેમકે કોઈ પપ્પા ની લાડકી તો કોઈ માતાની વહાલી તો કોઈ ભાઈ ની બહેન તથા કોઈ પતિની પ્રિયતમા તો કોઈ બાળકની માં મમતા. પણ જો આ જ દીકરી કોઈ અગમ્ય પગલું ભરી લે તો સમાજમાં તેની માઠી અસર થતી જોવા મળે છે.

આવી અસરો કે દુષણોને નાબૂદ કરવા માટે અને દીકરીઓને શારીરિક તથા માનસિક રીતે પ્રબળ બનાવવા માટે શ્રી મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત તારીખ 24/03/2019 ને વાર રવિવારના રોજ એક અદભુત સેમિનારનું આયોજન કરવા જઈ રહ્યો છે. આ સેમિનાર એટલે દીકરીઓને મનગમતો અને બેનમૂન સેમિનાર “મુગ્ધા”સેમિનાર

અત્યારના ઝડપી અને આધુનિક સમયમાં કિશોર અને યુવાવસ્થામાં પ્રવેશી દીકરીઓમાં ટીવી મોબાઈલ કોમ્પ્યુટર ઇન્ટરનેટ અને પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવાની ઘેલસા ને કારણે ઘણી વિપરીત અસરો સમાજ પર હાવી થઈ રહી છે

સમાજમાં પારિવારીક જીવન ને અસર કરતી સમસ્યાઓ

1) યુવાવસ્થાની દીકરીઓનું પરિવારને છોડી પરપુરુષ સાથે ભાગી લગ્ન કરવા

2) લગ્ન પહેલા પરપુરુષ સાથે શારીરિક સંબંધ બાંધવા

3) લગ્નજીવનમાં ઊભી થતી સમસ્યાઓમાં છૂટાછેડા લેવા

4) લગ્નજીવનમાં ઉદ્ભવતી સમસ્યાઓને કારણે આત્મહત્યા તરફ દોરાવું

આ સેમિનાર છેલ્લા 10 વર્ષથી થાય છે અને તેનું અદ્ભુત પરિણામ જોવા મળ્યું છે માટે આ સેમિનાર મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરતનું એક અંગ બને અને તાલુકા ની દીકરી સારી રીતે પોતાના પગ પર આગળ વધે તેવા પ્રયાસો માટે આ આયોજન થવા જઈ રહ્યું છે

આ સેમિનારના પ્રણેતા અને મુખ્ય વક્તા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર શ્રી અશ્વિનભાઈ સુદાણી છે તેઓ આજ દિન સુધીમાં 25000થી પણ વધુ દીકરીઓને સાચી રાહ, સાચી દિશા, નીડરતા તથા સંકટ સમયે હિંમત પૂરી પાડી છે..

આ સેમિનારમાં 600થી વધુ દીકરીઓ ભાગ લેવા જઈ રહી છે, અને આ સેમિનાર ને અંતે બધી જ દીકરીઓ એક સાથે શપથ ગ્રહણ કરશે આ શપથ ના શબ્દો નીચે પ્રમાણે છે,

1) હું ક્યારેય પણ પર-પુરુષ સાથે ભાગીને લગ્ન કરીશ નહીં.
2) લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધી જ નહીં.
3) ક્યારે પણ લગ્નજીવનમાં ઉદભવતી સમસ્યાઓ તી છુટાછેડા લઈશ નહિં અને આત્મહત્યા તો કરીશ જ નહીં.

આપણા માટે સમાજમાં આવા ને આવા વધુને વધુ આયોજન થાય અને સમાજ માંથી દૂષણો નાશ થાય તેવી પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના.
થોડી ઘણી પ્રતીકાત્મક તસવીરો:-

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો