સુરતનો મિસ્ટર કેલક્યુલેટર અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ઝડપી ગણતરી કરે છે

સુરતના અને હાલ અમદાવાદમાં રહેતા અક્ષય ખત્રી કેલક્યુલેટર કરતાં પણ 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરીને જવાબ આપે છે. સુરતની સ્કૂલમાં કાર્યક્રમ માટે આવ્યા હતાં. એમને એક લાખ કરોડની સંખ્યાના ઘડિયા મોેઢે આવડે છે. કેલક્યુલેટર કરતાં 1 સેકન્ડ ફાસ્ટ ગણતરી કરી જવાબ આપે છે. જવાબ પરથી જેટલાં સવાલ આવતા હોય તે પણ કહી આપે છે. ગુજરાતના 42 હજાર વિદ્યાર્થીઓ અને 11 હજાર શિક્ષકોને આ ટેક્નિક શીખવાડી છે.

અક્ષય કેવી રીતે ફાસ્ટ જવાબ આપે છે?

અક્ષયે પોતાના આ ટેલેન્ટ વિશે જણાવ્યું કે, તમે જે આકંડા બોલો છે એના નંબરનું એનાલિસિસ કરી નાખું છું. હું ગણતરીના ત્રણ કોન્સેપ્ટ ગુણાકાર, અવયવ અને વિભાજીતની ચાવી એપ્લાય કરું છું. એપ્લાય કરવામાં બે જ સેકન્ડ લાગે છે. ત્યારે અન્ય લોકોને 4 મિનિટ લાગે છે જેનાથી જલ્દી જવાબ આપી શકતા નથી અને હું બે સેકન્ડમાં જ એપ્લાય કરી જવાબ આપી દઉં છું. જેનાથી જલ્દી જવાબ આપું છું.

અક્ષયને ચોથા ધોરણમાં 5નો ઘડિયો પણ આવડતો ન હતો

અક્ષય ખત્રીએ કહ્યું કે, ‘મે એમબીએનો અભ્યાસ કર્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતની 250થી વધારે શાળાના 42 હજાર વિદ્યાર્થી અને 11 હજાર શિક્ષકોને ગણિતની અવનવી ટેક્નિક શીખવાડી છે. જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે પરીવારની આર્થિક સ્થિતી નબળી હતી. અમે ત્રણ ભાઇઓ પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી ખાખરા અને કિચનની સામગ્રી વેચવાનું કામ કરતા હતા. ધોરણ 4માં અભ્યાસ કરતો હતો ત્યારે મને ગણિતના શિક્ષકે ઘડિયા મોઢે કરવા માટે આપ્યા હતા. મારાથી પાક્કા ન થયા અને ચોપડીમાં જોઈને જવાબ આપતો હતો. જેથી મને કલાસની વચ્ચે શિક્ષકે માર્યો હતો. જેનાથી મને સબક મળ્યો કે, હવે કંઈક અલગ કરવું છે. ત્યાર બાદ હું વાહનના 369 નંબરનો સરવાળો બાદબાકી કરતો હતો. જ્યારે કોઈ વાહનની નંબર પ્લેટ જોતો હતો ત્યારે 369 કરીને જવાબ લાવવાની કોશીશ કરતો હતો. નંબરમાં બાદબાકી, સરવાળો અને ગુણાકાર કરીએ નંબર મેળવતો હતો.ધી રે ધીરે રસ પડવા લાગ્યો નંબરની ગણતરી કરવાનું શરૂ કર્યું હતું. જેનાથી મારા ઘડિયા પાવરફુલ થઇ ગયા હતા. જ્યારે અભ્યાસ કરતો હતો ત્યારે મારી પાસે રૂપિયા ન હતા. મહેનત કરીને આ સફળતા મેળવી છે. હાલ વિદ્યાર્થીઓને આ ટેક્નિક શીખવાડી રહ્યો છું. વિદ્યાર્થીઓ ગણિતને અઘરો વિષય માને છે પરંતુ ગણિત ગોખવાનો વિષય નથી તેને સમજવો જોઈએ. સમજવાથી શીખી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો