સારી રીતે જીવવું હોય તો વ્યાજ પર પૈસા લઈ કોઈ પણ કામ કરવું નહી: ગોવિંદભાઈ ધોળકિયા

‘રૂપિયા કમાવાથી તમે કીંમતી બનશો પણ મૂલ્યવાન નહીં બનો. ગાંધીજી પાસે રૂપિયા ન હતાં. સામાન્ય માણસ હતાં પણ આજે 100 વર્ષો પછી પણ લોકો તેમને ઓળખે છે. જ્યારે કિંગ એડવન ફાઈલ જેઓ પૃથ્વીનાં 25 ટકા હિસ્સાનાના માલિક હતાં તેમને આજે કોઈ ઓળખતું નથી. પરંતુ ગાંધીજીને બધાં ઓળખે છે. આથી પોતાના વ્યક્તિત્વને મૂલ્યવાન બનાવો. કીંમતી નહીં.’ એસવીએનઆઈટી કોલેજ અને એસોશિએશન હાર્નેશિંગ ઈનોવેશન એન્ડ ઈન્ટરપ્રિન્યોરશિપ દ્વારા ‘માય મંત્ર ઓફ સોસીયેટલ ડેવલપમેન્ટ’ વિષય પર ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વાત ગોવિંદભાઈ ધોળકિયાએ જણાવી હતી.

સારી રીતે જીવવું હોય તો વ્યાજ પર પૈસા લઈ કોઈ પણ કામ કરવું નહી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના બાળકો વડીલોની વાતો સાંભળતા નથી. બાળકોને હંમેસા પોતાના વાલીઓ પાસે બેસવું અને તેમની વાતો સાંભળવી કારણ કે તેમની પાસે અનુભવ હોય છે. વડીલો જે 10 વાતો કહેશે એમાંથી એક વાત તો તમારા જીવનમાં કામ લાગશે જ. પોતાના માતા પિતાનો આદર કરો. દરેક લોકો વિચારે છે જેમની પાસે પૈસા છે તેઓ દુનિયાના સૌથી સુખી માણસો છે.

રૂપિયા માત્ર લાઈફ સ્ટાઈલ આપશે, સુખ શાંતિ નહીં : ગોવિંદ ધોળકિયા

પણ એવું હોતુ નથી પૈસા તમને વૈભવ વાળી લાઈફ સ્ટાઈલ આપી શકે છે પણ સુખ અને શાંતિ નહી. પૈસા જો સુખનું કારણ બને છે તો તે જ પૈસા દુ:ખનું પણ કારણ હોઈ શકે. જિંદગીને લાઈવ જીવતા શીખો. પોતાના પરિવાર સાથે સમય વિતાવવું એ જ સૌથી અમૂલ્ય ભેટ છે. વ્યક્તિ પાસે કંઈક કરવા ટેલેન્ટ હોવું જોઈએ. જો તેનામાં કઈંક કરવાની ક્ષમતા અને ધગશ હશે તો તે જરૂર આગળ વધશે. તેના માટે તેની પાસે પૈસા હોવાની જરૂર નથી. કઈંક કરવા માટે પ્રયત્ન કરો પાપ નહીં.

કેટલીક વાર એવો સમય આવશે કે તમને ખોટું કરી સહેલાઈથી આગળ વધી શકાય પણ તે રસ્તો ન લેતા પ્રામાણિકતાથી આગળ વધવું જોઈએ. આજના વ્યક્તિને એક જ સ્વાર્થ છે અને સવાલ પણ એક જ કે કંઈ પણ થાય મને શું, અને મારુ શું છે. પરિવાર આપણો તે પરિવારમાં રહેતા લોકો પણ આપણા, આ શહેર પણ મારો અને આ રાજ્ય પણ મારું તેમજ સમગ્ર દેશ મારો છે એવી ભાવના રાખવી જોઈએ. દરેક વ્યક્તિને સાંભણો એને સમજો, બધાનું વ્યક્તિત્વ એક જેવું હોયું નથી. સામે વાળા પર દાઝ રાખવા કરતા એમને સમજતા શીખો. જીવનમાં જતું કરતા શીખો તો જ આગળ વધશો.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

આવી જ અન્ય પોસ્ટ વાચવા માટે આજે જ અમારા ફેસબુક પેઈજને લાઈક કરો.. જય હિન્દ.. જય ભારત..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો