જીવનમાં સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખો ડૉ. અબ્દુલ કલામની આ 10 વાતો

દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931ના થયો હતો. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. ડૉ. કલામ જીવનમાં અભાવ હોવા છતા આગળ વધતા રહ્યા. તેમને શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે બધા પસંદ કરતા હતા. તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે. મિસાઇન મેનના નામથી પ્રસિદ્ધ કલામને ‘વેલ્ડર ઓફ પીપલ’ પણ કહેવામાં આવે છે. બાળપણમાં તેમને ‘આઝાદ’ કહીને પોકારવામાં આવતુ હતુ. જાણો ડૉ. કલામની કેટલીક ખાસ વાતો, જેનાથી આપણી પરેશાનીઓ દૂર થઈ શકે છે.

– પહેલી સફળતા પછી આરામ ન કરવો જોઈએ, કારણ કે જો આપણે બીજી વખત નિષ્ફળ થઈ ગયા તો બધા એવું જ કહેશે કે પહેલી સફળતા ભાગ્યથી મળી હતી.

– જો સફળ થવાના ઇરાદા મજબૂત છે તો નિષ્ફળતા આપણાં ઉપર હાવિ નથી થઈ શકતી.

– આપણાં બધા પાસે એક જેવી પ્રતિભા નથી, પરંતુ પોતાની પ્રતિભાઓને વિકસિત કરવાની તકો બધા પાસે સરખી છે.

– દુખ બધાના જીવનમાં આવે છે, દુખના દિવસોમાં બધાના ધીરજની પરીક્ષા હોય છે. જો દુખના સમયે ધીરજથી કામ કરશો તો જલદી જ ખરાબ સમય દૂર થઈ શકે છે.

– જીવનમાં સુખોનું મહત્વ ત્યારે જ સમજમાં આવે છે, જ્યારે આ સુખ પરેશાનીઓથી પસાર થયા પછી મળે છે.

– જે લોકો જવાબદાર, સરળ ઇમાનદાર અને મેહનતી છે, તેમને ઇશ્વર દ્વારા વિશેષ સન્માન મળે છે, કારણ કે તે આ ધરતી પર તેની શ્રેષ્ઠ રચના છે.

– બીજાનો આશીર્વાદ પ્રાપ્ત કરો, માતા-પિતાની સેવા કરો, વડીલોનું અને શિક્ષકોનું સન્માન કરો. પોતાના દેશથી પ્રેમ કરો. તેના વિના જીવન અર્થહીન છે.

– આપવું સૌથી ઉચ્ચ અને શ્રેષ્ઠ ગુણ છે, પરંતુ તેને પૂર્ણતા આપવા માટે તેની સાથે માફી પણ હોવી જોઈએ.

– સરળતા અને પરિશ્રમનો માર્ગ અપનાવો, જે સફળતાનો એક માત્ર માર્ગ છે.

– સપના જોવા જરૂરી છે, પરંતુ સપના જોઈને જ તેને હાંસલ નથી કરી શકાતા. સૌથી વધુ જરૂરી છે કે જીવનમાં સ્વયં માટે કોઈ લક્ષ્ય નક્કી કરવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close