એવું ગામ જ્યાં શહેર કરતા પણ છે વિશેષ સુવિધાઓ

ગામડાઓનાં યુવાનોની શહેર તરફ દોડ વચ્ચે ગુજરાતમાં એવા ઘણા ગામડાઓ છે જયાં શહેર કરતા પણ વિશેષ સુવિધાઓ, સમભાવ અને શાંતિ છે કે લોકો ગામમાં જ રહેવાનુ પસંદ કરે છે. જેમાં ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનું મોતીપુરા (વેડા) શ્રેષ્ઠ ગામ છે. ઇન્ટરનેટથી માંડીને સીસીટીવી, સફાઇ, સાઉન્ડ સીસ્ટમ તથા વડીલો માટે સામૂહિક રસોડા ધરાવતા આ ગામનાં લોકોને પોતાનાં ગામ પર ભારે ગર્વ છે, સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા પાંત્રીસ વર્ષથી પોલીસનાં ચોપડે મોતીપુરા ગામની એક પણ ફરીયાદ નોંધાઇ નથી અને નાની મોટી સમસ્યા હોય તો ગામનાં લોકો જાતે જ નિરાકરણ શોધી લેશે.

35 વર્ષથી નોંધાઇ નથી એક પણ પોલીસ ફરીયાદ

મોતીપુરા ગામનાં સરપંચ રમેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે વર્ષ 1992થી અત્યાર સુધીનાં 25 વર્ષમાં કયારેય ગ્રામ પંચાયતની ચૂંટણી જ યોજાઇ નથી. ગ્રામજનો જ સમરસતાથી સરપંચ અને ગ્રામ પંચાયતની બોડીને પસંદ કરી રહ્યા છે. મોતીપુરાનાં નામની એક પણ પોલીસ ફરીયાદ 35 વર્ષથી નોંધાઇ નથી. જે ગામનાં લોકોની સમજણ અને શાંતિની નિશાની છે. 1100ની વસ્તી ધરાવતા નાના અને રણીયાણમા સમગ્ર ગામમાં સાઉન્ડ સીસ્ટમ લગાવવામાં આવી છે.

રોજ એક જ રસોડે જમે છે ગામના વડીલો

વહેલી સવારે પ્રભાતીયા, પ્રાર્થના વગાડવામાં આવે છે અને ગામનો માહોલ અલગ જ બને છે. જયારે ગ્રામજનોના હિતની કોઇ જાહેરાત હોય કે કોઇ ઇમરજન્સીને લગતી જાણકારી આપવાની હોય તો માઇક સાઉન્ડ સીસ્ટમ કામ લાગે છે. ગામનાં ઘણા યુવાનો વિદેશમાં હોવાથી ઘરે મોટી ઉમરનાં વડીલોની કાળજી માટે સામૂહિક રસોડુ ચલાવવામાં આવે છે અને વડીલો રોજ એક જ રસોડે જમે છે.

પંચાયત આપે છે વાઇ-ફાઇની સુવિધા પણ

મોતીપુરા ગામનાં માર્ગો પર અને ચોકમાં સીસીટીવી કેમેરા લગાવ્યાને વર્ષો થઇ ગયા છે. વાઇ-ફાઇની સુવિધા પણ પંચાયત આપે છે. ગામનાં 100 ટકા માર્ગો આરસીસી રોડથી સજ્જ છે. પાણી પુરવઠાની બાબતમાં વાસ્મોની સ્પર્ધામાં રાજયમાં બીજા ક્રમે વિજેતા રહ્યુ છે. જયારે ગામનાં લોકોને પિવાનું શુધ્ધ પાણી આપવા આરઓ સીસ્ટમ તો ખરી જ. આ સ્માર્ટ વિલેજને વૃદાવન ગામોમાં પણ સ્થાન આપવામાં આવ્યુ છે. સ્વચ્છતાની બાબતમાં ગામમાં એક પણ ઉકરડો મહેમાનને જોવા ન મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો