પ્રેરણાદાયીઃ એક મા બાળકોનું પેટ ભરવા રોજ તોડે છે 1500 ઈંટ, દિવસના કમાય છે માત્ર 128 રૂપિયા

બાંગ્લાદેશના એક ફેમસ ફોટોગ્રાફર GMB Akashએ એક માતાની કહાણી પોતાના ફેસબૂક પેજ પર શેર કરી છે. આ સ્ટોરી લોકોને ભાવુક કરી રહી છે. જોકે, આ તે માતાની સ્ટોરી છે જે પોતાના બાળકોને સારું જીવન આપવા માટે રોજ 1500 ઈંટ પર હથોડા ચલાવે છે. આખરે તે આ કામ કરવા માટે કેમ મજબૂર છે. તેની પાછળની સ્ટોરી ખૂબ જ માર્મિક છે.

– અનેક અવોર્ડ જીતી ચૂકેલાં GMB Akash એ 19 જાન્યુઆરીએ એક તસવીરની સાથે આ સ્ટોરી પોતાના ફેસબૂક વોલ પર શેર કરી હતી. આ પોસ્ટ અપલોડ થતાં જ તેને હજારો લાઇક અને અનેક શેર મળી ચૂક્યા હતાંય

એક ફેમસ ફોટોગ્રાફરે ફેસબૂક પર તસવીર સાથે શેર કરી આ ઇમોશનલ સ્ટોરી

પતિ છોડીને ચાલ્યો ગયો હતોઃ-
GMB Akash તે મહિલાની સ્ટોરી આ રીતે વ્યક્ત કરી છે, ‘મારો પતિ તે સમયે મને છોડીને ગાયબ થઇ ગયો, જ્યારે હું 5 મહિના પ્રેગ્નેન્ટ હતી. તે પછી તે ક્યારેય પાછો ફર્યો નથી. તે સમયે હું ખૂબ જ પરેશાન હતી. મને સમજાયું નહીં કે, હું મારા બે બાળકો અને પોતાને કેવી રીતે સુરક્ષિત રાખીશ? હું એક હાઉસ વાઇફ હતી, જેથી મને ઘરના કામ સિવાય કોઇ અન્ય કામ કરવાનો અનુભવ હતો નહીં.’

બાળકો માટે કામ શરૂ કર્યુંઃ-
પરિસ્થિતિ વ્યક્તિને કંઇપણ શીખવાડી શકે છે. આવું જ કંઇક આ માતા સાથે થયું હતું. પોતાના બીજા બાળકને જન્મ આપ્યા બાદ મેં આ કામ શરૂ કરી દીધું. હું જ્યાં પણ કામ કરું છું ત્યાં હું મારી બાળકી (હબીબી)ને સાથે રાખું છું, જેથી ઈંટ તોડતી વખતે પણ હું તેનું ધ્યાન રાખી શકું. જ્યારે મેં મારી બીજી દીકરીને એક મુસ્લિમ અનાથાલયમાં આપી દીધી હતી.

1000 ઈંટ તોડવા પર મળે છે 128 રૂપિયાઃ-
હું રોજ સવારથી સાંજ સુધી કામ કરું છું. આ દરમિયાન 1500 ઈંટ તોડી શકું છું. મને 1000 ઈંટ તોડવાના 150 ટાકા (બાંગ્લાદેશી મુદ્રા) લગભગ 128 રૂપિયા મળે છે. પહેલાં દિવસે હું માત્ર 30 ઈંટ તોડી શકી હતી. હું રોજ વધારે રૂપિયા કમાવાની કોશિશ કરું છું. જેથી મારા બાળકોને સારું જીવન મળી શકે. હું તેમને સ્કૂલ મોકલવા માંગું છું, ભણાવા માંગું છું. જેથી તેમનું જીવન મારી જેવું ના બને.

‘અશક્યને પણ શક્ય બનાવી દે છે ભૂખ’-
મારો પતિ સારો વ્યક્તિ હતો નહીં. તે જુગાર રમતો હતો, રોજ મને પીટતો હતો. જે દિવસ તે જુગારમાં હારી જતો હતો, ત્યારે મને વધારે હેરાન કરતો હતો. પરંતુ હું ક્યાંય બીજે જઇ શકતી નહોતી. મેં મારા આખા પરિવારને 7 વર્ષની ઉંમરથી જ ગુમાવી દીધો હતો. હું ખુશ છું કે હાલ મારો પતિ મારી સાથે નથી. ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. હું હવે કામ કરી શકું છું, પોતાની માટે અને પોતાના બાળકો માટે કમાઇ શકું છું. સ્ત્રીઓ પુરૂષો પર નિર્ભર રહેતી નથી, આ મેં શીખી લીધું છે. સ્ત્રીઓ જે ઇચ્છે તે કરી શકે છે. ભૂખ અશક્યને પણ શક્ય બનાવી શકે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો