પેવર બ્લોક, આરસીસી રોડ, સીસીટીવી કેમેરા અને વોટર ATM સહિતની સુવિધાઓ ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું

દરેક ઘરના આંગણા સુધી પેવર બ્લોક અને આરસીસી રોડ તેમજ પીવાના પાણીની સુવિધા, ગામની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સિનિયર સિટીઝન્સ માટે બગીચો અને બાળકો માટે સુંદર આંગણવાડી ધરાવતું શંખલપુર ગામ બહુચરાજી તાલુકાનું પ્રથમ મોડેલ વિલેજ બન્યું છે. છેલ્લા એક જ વર્ષમાં ગામની થયેલી કાયાપલટના અભ્યાસ માટે રાજ્યભરમાંથી પંચાયતના પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ સ્ટડી ટૂર માટે મુલાકાતે આવી રહ્યા છે.

રવિવારે જિલ્લાના નાયબ પ્રભારી સચિવ જી.બી. મુગલપરા, નાયબ કલેકટર રાહત નિયામક ડી.સી. બારિયાએ ગામની મુલાકાત લઇ ભૌતિક સુવિધાઓ અને વ્યવસ્થાને જોઈ પંચાયતના સરપંચને અભિનંદન પાઠવી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા.

માં બહુચરના આદ્યસ્થાનકને લઈ દેશભરમાં જાણિતું શંખલપુર ગામ હવે અહીંના સરપંચ ભીખીબેન પટેલ અને ગ્રામ વિકાસ કમિટીના અધ્યક્ષ પરેશભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિના કારણે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. આખા ગામમાં સ્થાનિક કંપનીના સહયોગથી આરસીસી બ્લોક પાથરી ગામ ડસ્ટફ્રી બન્યું છે.

તો વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ હર ઘર નળ હર ઘર જળ યોજના અંતર્ગત દરેક ઘરને પાઈપલાઈનથી પીવાનું પાણી પહોંચાડાય છે. ગ્રામ પંચાયતનું કોર્પોરેટ લુક ધરાવતું અદ્યતન મકાન છે જ્યાં આવકના દાખલાથી લઈને તમામ ઓનલાઇન સેવા ઇ-ગ્રામ થકી ગ્રામજનોને મળી રહી છે. વોટર એટીએમ, મોડેલ આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિકથી લઈને ધો.12 સાયન્સ સુધીની શિક્ષણ વ્યવસ્થા, 70 ફૂટ ઊંચુ પંખીઘર ગામની શોભા વધારી રહ્યું છે. તો ગામ 100 ટકા શૌચાલયની સુવિધા ધરાવે છે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો