મહેસાણાની પાટીદાર મહિલાને જીવતા સાપ પકડવાનો અનોખો શોખ, અન્યને પણ સર્પને મારવા નથી દેતી

વનવિભાગમા ટ્રેનિંગ મેળવ્યા પછી પણ જંગલી જાનવરોને હિંમત સાથે પકડવું તે એક બહાદુરીવાળું કામ છે. તેમાં પણ મહિલાઓની હિંમત પ્રેરણાદાયી છે. હારિજ નર્સરીમાં ખતરનાક કાળો કોબ્રા સર્પ નીકળતા વનરક્ષક મિનાક્ષી પટેલે જીવંત પકડીને ઝાડીમાં છોડી દીધો હતો. આ મહિલા કર્મચારી સાપ પકડવાનો અનોખો શોખ ધરાવે છે તેમણે અત્યાર સુધીમાં 20 વધુ જીવતા સાપ પકડી જંગલમાં છોડ્યા છે.

હારિજ નર્સરીમાં કાળો કોબ્રા નીકળતા વનરક્ષક મિનાક્ષી પટેલે જીવતો પકડી જંગલમાં છોડ્યો

મિનાક્ષી પટેલને જીવતા સાપ પકડવાનો અનોખો શોખ

મહેસાણા તાલુકાના પીલોદરા ગામનાં વતની મિનાક્ષીબેન રવિકુમાર પટેલ હારિજ નર્સરી ખાતે છેલ્લાં ચાર વર્ષ ઉપરાંતથી વનરક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓને જીવતા સર્પ પકડવાનો અનોખો શોખ છે. શુક્રવારે હારિજ નર્સરીમાં કાળો કોબ્રા નીકળ્યો હતો. તેમને સામાન્ય લાકડીના સહારે કોબ્રા સર્પનું મોઢું દબાવી પકડી પાડી ને થોડે દુર બાવળની ઝાડીમાં છોડાયો હતો…

હારિજની મહિલા વનરક્ષકે 20થી વધુ સાપ પકડ્યા

હું સર્પને મારવા નથી દેતી

મીનાક્ષી પટેલના જણાવ્યા મુજબ વનવિભાગમાં નોકરી મળતાં આ પ્રકારની ટ્રેનિંગ તો આપવામાં આવે છે. પણ સાથે સાથે મને સર્પ પકડવાનો ખુબ જ શોખ પણ છે. અમારી સોસાયટી હોય કે મારા પિયરમાં કોઈ વાર સર્પ નીકળે તો હું સર્પને મારવા દેતી નથી પકડીને જંગલમા છોડવાની વ્યવસ્થા કરૂ છું. આજ દિન સુધી 20 ઉપરાંત સર્પ પકડી ને જીવતાં છોડયા છે. મારા કુટુંબીજનો હંમેશા સર્પ પકડવાની ના પાડે છે છતાં પણ મને હવે સર્પનો ડર રહ્યો નથી સાવધાની થી પકડવાની પ્રેક્ટિસ થઈ ગઇ છે- મિનાક્ષી પટેલ, વનરક્ષક

હું સર્પને મારવા દેતી નથી પકડીને જંગલમા છોડવાની વ્યવસ્થા કરૂ છું- મિનાક્ષી પટેલ

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો…

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો