બેંકનું 500 કરોડનું દેણું મિલકત વેંચી ચૂકતે કરનાર મુઠ્ઠી ઉંચેરો મા’ણા મનજીભાઇ ધોળકિયા

રોજ સવાર પડતાની સાથે જ એક કૌભાંડના સમાચાર આપણી નજર સામે આવી જાય છે. નીરવ મોદી, મેહૂલ ચોક્સી કે પછી વિજય માલ્યા.આ તમામ કૌભાંડીઓ દેશમાં બેંક સાથે ઠગાઈ કરીને વિદેશ ભાગી ગયા છે. ત્યારે વાત કરીએ ઈમાનદારીની જ્યોત પ્રજ્વલિત રાખનારા સુરતના ઉદ્યોગપતિ મનજીભાઈ ધોળકિયાની. આ ગુજરાતીએ પોતાની મિલકતો વેચીને બેંકનું દેવું ચૂકતે કર્યું છે.

સુરતના એક એવા ઈમાનદાર ઉદ્યોગપતિ કે જેમની કથા 1976થી શરૂ થાય છે. ભાવનગરથી નીકળેલા અને આજે સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ધરાવનાર મનજીભાઈ ધોળકીયાની.ઈમાનદારી અને પ્રામાણિકતા તેમની એક આગવી ઓળખ છે.

મનજીભાઈ ધોળકિયાએ ભવાની જેમ્સ નામની કંપની શરૂ કરી હતી. જે નિયમિત બેંકમાંથી લોન લેતી હતી અને તેની ભરપાઈ પણ કરતી હતી. પરંતુ એકવાર એવું બન્યું કે ભવાની જેમ્સ ઉઠી જવાના અને બેંક લોન ડૂબી જવાના સમાચાર વહેવા લાગ્યા. ત્યારે મનજીભાઈને થયું કે કંપનીનું નામ માર્કેટમાં ખરાબ થઈ રહ્યું છે. તેથી મારે બેંક લોંનની ભરપાઈ કરી દેવી જોઈએ.

કંપની ઓછી ચાલે તો વાંધો નહીં. પણ બેંકની એક એક પાઈ ચૂકતે કરી દેવી જોઈએ. બસ આ વિચાર મનમાં ગુંજવા લાગતા મનજીભાઈએ પોતાના એકાઉન્ટસ વિભાગ પાસે કંપનીના બેંક દેવાની વિગતો માગી. જેમાં સામે આવ્યું કે કંપનીના માથે રૂપિયા 500 કરોડનું દેવું છે.

મિલકતો વેચી દેવું ચૂકતે કર્યું

દેવાની રકમ ઘણી વધારે હતી.પણ તે મનજીભાઈની ઈમાનદારી કરતા વધારે ન હતી. 1200 કરોડનું ટર્ન ઓવર ધરાવતી પોતાની કંપનીમાં સુચના આપી દીધી કે અમદાવાદ, સુરત અને મુંબઈમાં રહેલી પોતાની મિલકતો વેંચી દેવામાં આવે અને મિલકતો વેચવાનું શરૂ થયું જેમાં 70 ટકા જેટલી મિલકતો વેચાઈ ત્યારે રૂપિયા 500 કરોડ એકઠા થઈ શક્યા અને આ રૂપિયા તેમણે તરત જ બેંકમાં ભરપાઈ કરી દીધા. પોતાના માથે રહેલું બેંકનું તમામ દેવું તેમણે ચુકતે કરી દીધું.

મુઠ્ઠી ઉંચેરા માનવી મનજી ધોળકિયા

મનજીભાઈની કંપનીની 70 ટકા મિલકતો વેચાઈ જતાં કંપનીનું ટર્ન ઓવર ઘટીને 700 કરોડ થઈ ગયું છે. પરંતુ મનજીભાઈને તેનો કોઈ વસવસો નથી. તેમને તો બેંકનું દેવું ચૂકતે કર્યાનો આનંદ છે. એક બાજુ દેશમાં લોકોના પૈસા લુંટીને ભાગી જનારા અને લાજવાને બદલે ગાજનારા બેઈમાન નીરવ મોદી, મેહૂલ ચોક્સી અને વિજય માલ્યા જેવા લોકો છે. જ્યારે બીજી બાજુ પોતાની મિલકતો વેંચીને દેવું ભરપાઈ કરનાર ઈમાનદાર અને શાખદાર મનજીભાઈ ધોળકીયા જેવા લોકો છે. મનજીભાઈ સાચા અર્થમાં મુઠ્ઠી ઉંચેરા માનવી સાબિત થયા છે.

સૌજન્ય – VTV news.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો