અમદાવાદના વાલ્મીકિ સમાજનો યુવક બન્યો કોમર્શિયલ પાઈલટ , દાદાએ દેવું કરીને પણ પૌત્રને ભણાવી ગણાવી પાઈલોટ બનાવવાની આપી હતી સલાહ

અમદાવાદ શહેરના કેમ્પ સદર બજારમાં રહેતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશે પાઈલટ બનવાની સિદ્ધિ હાંસલ કરી છે. પાર્થના દાદા સ્વ. રામચન્દ્રભાઈ એરલાઈન્સ કંપનીમાં ડ્રાઈવર હતા. જ્યારે તેમના પિતા સુરેશભાઈ સ્વીપર હતા. દાદાની ઈચ્છા હતી કે ઘરમાંથી કોઈ એક વ્યક્તિ પાઈલટ બને. તેઓ સતત પરિવારના સભ્યોને કહેતા કે, પાર્થને ભણાવીને, યોગ્ય વાતાવરણ આપીને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત કરજો.’

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પાર્થના કાકા ગિરીશભાઈએ કહ્યું કે, ‘મારા પિતા મારા મોટાભાઈને કહેતા કે, દેવું કરીને અને ઘર ગિરવે મૂકીને પણ પાર્થને ભણાવીને પાઈલોટ બનાવજે. અમે પાર્થને અનેક આર્થિક તકલીફો વેઠીને સેવન્થ ડે એડવન્ટિસ સ્કૂલમાં મૂક્યો. અહીં ધોરણ 1થી 12માં પાઈલોટ બનવા માટે જરુરી તમામ બાબતોનું ડેવલપમેન્ટ થયું. તે પછીથી તેણે પાઈલોટ બનવા માટેનું શિક્ષણ પણ મેળવ્યું અને કોમર્શિયલ પાઈલટ બની ગયો. પહેલા વાલ્મીકિ સમાજના દીકરાના હાથમાં ઝાડુ જોવા મળતું.’

આ અંગે પાર્થ ગણેશે કહ્યું, ‘બેંગલોરમાં શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મદુરાઈની કામરાજ યુનિવર્સિટીમાંથી બીએએસી (મેથ્સ વિષય)ની ડીગ્રી મેળવી. તે પછી અમદાવાદમાં એવિએશન એન્ડ એરોનોટિક્સ ફ્લાઈંગ સ્કૂલમાં ફ્લાઈંગ માટેની તાલીમ મેળવી. તે પછીથી હૈદરાબાદની એવિએશન સ્કૂલમાંથી પાઈલોટ બનવા માટેની ટ્રેનિગ લીધી અને 200 કલાકનો ફ્લાઈંગ અનુભવ મેળવ્યો. તેણે આ સિદ્ધિ માટે ચીફ ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર કેપ્ટન મમથા, કેપ્ટન હરિકૃષ્ણ સાધુ, કેપ્ટન આર.એન. સિંઘ અને રાજ્ય સરકારના જોઈન્ટ ડાયરેક્ટર એસસી, એસટી વિભાગના નયનાબેન શ્રીમાળીનો આભાર માન્યો હતો.

અથાગ પુરુષાર્થનું આખરે પરિણામ મળ્યું
સામાજિક અને આર્થિક રીતે સક્ષમ ન મનાતા વાલ્મીકિ સમાજના પાર્થ ગણેશની સિદ્ધિ સામાજિક અને આર્થિક રીતે ઉન્નત ન હોય તેવા વર્ગના, મોટા સપનાઓ જોતા યુવાનો માટે પ્રેરણાદાયક બાબત છે. જો દિલમાં કંઈક કરી બતાવવા માટેની ધગશ હોય, હિંમત હોય, પ્રચંડ પુરુષાર્થ કરવાની તૈયારી હોય તો તમે પણ પાર્થની જેમાં આકાશમાં ઉડી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો