ગુજરાતી પરિવારે કરી અનોખી પહેલ: લગ્નમાં એવી કંકોત્રી છપાવી છે જે પછી ચકલી માટે રહેવાનું ઘર બની જાય, કંકોત્રી સોશ્યલ મીડિયામાં વાયરલ

ગુજરાતમાં હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ચારેય બાજુ લગ્નની શરણાઇઓ ગુંજી રહી છે. સમાજમાં પોતાનો વટ પડે તે બતાવવા માટે પરિવારના લોકો લગ્નમાં ઘણો ખર્ચ કરે છે. જોકે બધાને ખબર જ હોય છે કે કોની પાસે કેટલા પૈસા છે. લગ્નને યાદગાર બનાવવા માટે ઘણી કિંમતી અને મોંઘી કંકોત્રી પણ છપાવે છે. જોકે આ પછી કોઇના કામમાં આવતી નથી. બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે સાદગીથી લગ્ન કરીને પૈસા બચાવે છે. આવા જ એક અનોખા લગ્ન હાલ ચર્ચામાં છે. ગુજરાતમાં ઉચેડી ગામમાં એક પરિવારે એવી કંકોત્રી (Kankotri) છપાવી છે જે મોંઘી ન હોવા છતા સોશિયલ મીડિયા પર ઘણી પ્રશંસા થઇ રહી છે. આ કંકોત્રી એટલી શાનદાર છે કે એક ચકલી તેમાં આરામથી પોતાનું ઘર બનાવીને રહી શકે છે.

રાજ્યના ભાવનગરના ઉચેડી ગામમાં રહેતા શિવાભાઇ ગોહિલની પહેલ લોકોને ઘણી પસંદ આવી રહી છે. શિવાભાઇ પ્રકૃતિ પ્રેમી છે. તેમણે પોતામા પુત્ર અને પુત્રીના લગ્નમાં એક એવી કંકોત્રી બનાવી છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પ્રકૃતિ પ્રેમી નરેન્દ્ર ભાઈની સલાહથી શિવાભાઈએ એક એવી કંકોત્રી બનાવી છે જે પછી ચકલી માટે રહેવાનું ઘર બની જાય છે. એટલે આ આ કંકોત્રી ફેંકી દેવાના બદલે તેને ઘરની અંદર લટકાવીને પક્ષીઓને આશરો આપી શકો છો.

બોક્સ જેવી દેખાતી આ કંકોત્રીની લોકો ઘણી પ્રશંસા કરી રહ્યા છે. લોકોને આ વિચાર ઘણો પસંદ આવી રહ્યો છે. ફેસબુક અને ટ્વિટર પર કંકોત્રીની ઘણી તસવીર શેર કરવામાં આવી છે. કંકોત્રીની અંદર ચકલી માળો બનાવીને રહી શકે છે. આ કંકોત્રીને કારણે ચકલીને માળો મળી જશે અને કંકોત્રીમાં લાગેલા પૈસાની બર્બાદી પણ થશે નહીં.

લોકોને આ યૂનિક કંકોત્રી ઘણી પસંદ આવી રહી છે. ઘણા લોકોએ આ વિચારને આગળ અપનાવવાની વાત કહી છે. આ પહેલા એક વકીલનું વેડિંગ કાર્ડ પણ ચર્ચામાં રહ્યું હતું. જેમાં બંધારણની વાત લખી હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો