સાસુ સસરાએ નિભાવી માતા પિતાની ફરજ, પુત્રવધુને બનાવી IAS ઓફિસર

કેશોદની રહેવાસી મમતાબેન પોપટ હિરપરા કે જેઓએ યુપીએસસી પરીક્ષામાં ૪૫ મો રેન્ક મેળવી પુરા ભારતમાં પ્રતિષ્ઠા મેળવી છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવતા મિત્રો સગાસ્નેહીઓ તરફથી શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે.

માર્કેટીંગ વિષય પર ગોલ્ડમેડાલીસ્ટ સાથે એમ.બી.એ

મમતાબેનનો જન્મ કેશોદ ખાતે ૧૯૮૮ માં થયો હતો. માતા રીનાબેન અને તાલુકા પંચાયતમાં અકાઉન્ટેન્ટની નોકરી કરતા પિતા હરેશભાઇ પોપટની એકની એક દીકરી મમતાને ખુબ લાડોથી ઉછેરી મોટી કરી જેમાં દિકરી મમતા ધો.૧ થી ૭ કેશોદની પ્રીમિયર સ્કુલમાં તેમજ ધો. ૮ થી ૧૨ ડી ડી એલ સ્કુલમાં અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં કેમેસ્ટ્રી વિષય સાથે બી.એસ.સી કર્યા બાદ જીએલએસમાં માર્કેટીંગ વિષય પર ગોલ્ડમેડાલીસ્ટ સાથે એમ.બી.એ કર્યું.

મમતાબેન પોપટ હિરપરા કે જેઓએ યુપીએસસી પરીક્ષામાં ૪૫ મો રેન્ક મેળવી સારા ભારતમાં પ્રતિષ્ઠા મેળવી છે.

 

ગાંધીનગર ખાતે જી.આઇ.ડી.સીમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે સર્વિસ પર લાગ્યા તે સમય દરમિયાન ઉચ્ચ કક્ષાના અધિકારીઓના સંપર્કમાં આવ્યા બાદ સ્પીપાની પરીક્ષા પાસ કરી અને પ્રોફેસરની નીટની પરીક્ષા પણ પાસ કરી અને સાથે સાથે યુ.પી.એસ.સીની પણ પરીક્ષા આપી પરંતુ તેમાં નિષ્ફળતા મળી બાદમાં જી.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી ડે.કલેકટર તરીકે અમદાવાદ બાદ વડોદરા ખાતે ટ્રેનીંગ લઇ રહ્યા હતા ત્યારે બીજી વખત યુ.પી.એસ.સીની પરીક્ષાનું પરીણામ આવતા ભરતમાં ૪૫ મી રેંક અને ગુજરાતમાં પ્રથમ રહેતા મમતાબેન પર શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

અમારી દિકરી નાનપણથીજ હોશીયાર છે.

ભરતમાં જયારે મમતાબેન પોપટ ઝળકી રહ્યા છે. જેની ખુશીમાં કેશોદ ખાતે રહેતા તેમના માતા પિતા રિનાબેન અને હરેશભાઇ પોપટ પોતાની વ્હાલસોઇ એકની એક દિકરીને યાદ કરતા કહે છે. કે અમારી દિકરી નાનપણથીજ હોશીયાર છે. તેમને અભ્યાસ બાબતે અમે કયારેય ઠપકો આપ્યો નથી હોળીના દિવસે રંગોત્સવ રમવો, પતંગ ઉડાળવી તેમજ તમામ પ્રકારની રમતનો શોખ હતો અને ધો. ૮ નવોદય પરીક્ષા પણ પાસ કરી ત્યારબાદ ધો.૮ થી ૧૨ ના અભ્યાસ દરમિયાન ઘણા શિલ્ડ પણ મેળવ્યા હતા.

મમતાબેન પોપટ હિરપરા

અને જયારે તેમને મનગમતી રસોઇ બનાવીએ ત્યારે મમતાને અમે ખુબ જ યાદ કરીએ છીએ મમતાના માતા પિતાએ મમતાના સસરા છગનભાઇ હિરપરા, સાસુ મંજુલાબેન તેમજ પતિ હાર્દીકના ભરપેટ વખાણ કરતા કહ્યું કે આમના વગર મમતાની સફળતા ન મળત મમતાના યુ.પી.એસ.સીના રીઝલ્ટના એક અઠવાડિયા પહેલા મમતાના મમ્મી અને સાસુ સસરા દુબઇ ખાતે પ્રવાસ ખેડીને પરત ફર્યા બાદ મમતાના મમ્મી પપ્પા હજુ પોતાની દિકરીને રૂબરૂ મળી સક્યા નથી પરંતુ દિકરીના કહેવા પ્રમાણે હાલ ડે. કલેક્ટરની ટ્રેનીંગ ચાલતી હોય તેથી નિરાંતની પળોમાં મમ્મી પપ્પા સાથે મુલાકાત થશે તેવું કહ્યું હતું.

લગ્ન કર્યા બાદ સાસુ સસરા અને પતિના કારણે આ બધુ શક્ય બન્યું છે

લગ્ન કર્યા બાદ સાસુ સસરા અને પતિના કારણે આ બધુ શક્ય બન્યું છે

૨૦૧૧ માં હાર્દીક હીરપરા સાથે લગ્ન કર્યા બાદ સાસુ સસરા અને પતિના કારણે આ બધુ શક્ય બન્યું છે. મમતાના માતા પિતા જ્યારે મમતાને ગમતી રસોઇ બનાવીએ ત્યારે મમતા યાદ આવે છે. મમતાના માતા પિતા મમતાના વિચારો સતત મહેનત કરવી અને ધીરજ રાખવાથી આજ નહી તોકાલ સફળતાતો મળશેજ. મમતાબેન ના પતિ હાર્દીકભાઇએ દિલ્હી ખાતે એમ.બીએ કર્યા બાદ એક કંપનીમાં સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યા છે.

મમતાબેન પોપટ હિરપરા કે જેઓએ યુપીએસસી પરીક્ષામાં ૪૫ મો રેન્ક અને ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવી સમસ્ત લેઉવા પટેલ સમાજ નું ગૌરવ વધાર્યું છે એમને એક લાઈક અને શેર કરીને વધાવજો..

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો