વિનુ પટેલ મહંત સ્વામી કેવી રીતે બન્યા?

પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS (બેપ્સ) તરીકે ઓળખાય છે તેના જગતભરમાં 713 મંદિરો છે. મહંત સ્વામી આજે પ્રમુખ સ્વામી પછી છઠ્ઠા સ્પિરિચ્યુઅલ નેતા છે. ગુરુ પરંપરા રીતે ચાલી આવે છે: (1) ગુણાતીતાનંદ સ્વામી (2) ભગતજી મહારાજ (3) શાસ્ત્રીજી મહારાજ (4) યોગીજી મહારાજ (5) પ્રમુખ સ્વામી મહારાજ (6) અને હવે મહંત સ્વામી

નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ સાળંગપુરમાં બચપણ વિતાવેલું ત્યારે નવા મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા. મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્યો હતા. નવાઈની વાત છે કે શાસ્ત્રીજી મહારાજે મહંત સ્વામીના જન્મ પછી તુરંત તેમના મા-બાપના ઘરે મુલાકાત લઈ પ્રથમ તેમનું ફેમીલી નામ કેશવ રાખેલું. સંસારી વિનુભાઈ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના જન્મ સ્થળે જબલપુરમાં પૂરું ર્ક્યુ. પછી જબલપુરમાં મેટ્રીક પાસ થઈ તેઓ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા. કૃષિ કોલેજ હતી અને આણંદમાં હતી. તમને નવાઈ લાગશે કે મહંત સ્વામી ખેતીવાડીની કોલેજના ગ્રેજ્યુએટ છે! વિનુભાઈ પટેલ કોલેજમાં હતા ત્યારે 1951-1952માં યોગીજી મહારાજને મળ્યા. તેનાથી પ્રભાવિત થઈને ઉનાળાના વેકેશનોમાં યોગીજી મહારાજ પાસે જતા. અને ત્યારે તેમને સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી.

24ની ઉંમરે વિનુભાઈ પટેલ ઉર્ફે મહંત સ્વામીને (પાર્શ્વદ) દીક્ષા મળી. શરૂમાં તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ જ્યારે પ્રવાસ કરતા ત્યારે વિનુ ભગત સાથે સાથે સેવામાં હાજર રહેતા. તેમનો પત્રવ્યવહાર સંભાળતા. 28ની ઉંમરે પછી તેમને ‘સ્વામી’ તરીકેની દીક્ષાં ગઢડામાં મળી. અને ત્યારે તેમને સાધુ તરીકે કેશવજીવનદાસનું નામ મળ્યું. તે દિવસે 51 સેવકોને પણ દીક્ષા મળેલી. બધાને મુંબઈના સંસ્કૃતનો અભ્યાસ કરવા રખાયા અને તેમના 51ના ગ્રુપ લીડર દાદરમાં મહંત સ્વામી ઉર્ફે કેશવજીવનદાસ હતા. 1951માં મહંત સ્વામી, પ્રમુખ સ્વામીને મળ્યા. અને તેમની સાથે દેશ પરદેશમાં ધાર્મિક પ્રવાસ ર્ક્યો. મહંત સ્વામીની સેવાભાવનાથી પ્રભાવિત થઈ પ્રમુખ સ્વામીએ બીજા સીનીયર સાધુઓની અમદાવાદની હાજરીમાં 20-7-2012માં તેમનું નામ સાધુ તરીકેનું નામ મહંત સ્વામી રાખી દીક્ષા આપી. અને ત્યારે પ્રમુખ સ્વામીએ ચાર વર્ષ પહેલા સમયસર મહંત સ્વામીને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા.

સૌ પ્રથમ મહંત સ્વામીએ આજના યુવાનોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો. મહંત સ્વામીએ યુવાનોને ચીમકી આપી કે તમને વેકેશન પડે એટલે થીમ પાર્કમાં કે બીજા આનંદ પ્રમોદમાં સમય વેડફવો નહીં. તે પછી જ્યારે અટલાન્ટા (અમેરિકા)માં 8000 જેટલી સંખ્યામાં સ્વામીનારાયણ પંથના યુવાનો ભેગા થયા તે અમેરિકામાં હિન્દુઓનું મોટામાં મોટું ગેધરીંગ હતું. 3200 જેટલી હાઈસ્કૂલ અને કોલેજોના યુવાનો આવ્યા હતા. યુવાનોને મહંત સ્વામીએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મનો સંદેશ આપ્યો. મેળાવડામાં સ્વામીનારાયણ પંથના યુવક-યુવતીઓએ ગીત-નાચ દ્વારા ધર્મનો સંદેશ આપ્યો. અહીં મહંત સ્વામીએ તેમનું પ્રથમ ભાષણ ર્ક્યુ અને જંગી હાજરીમાં સ્વામીનારાયણ ભગવાનની આરતી ઉતારી તે સ્થળે ડોક્ટર સ્વામી તરીકે ઓળખાતા સ્વામીએ મહંત સ્વામીને પંથના ગુરુ જાહેર ર્ક્યા. મહંત સ્વામીએ દીક્ષા અને આરતી પછીની સ્પીચમાં સંસ્થાના તમામ સાધુઓમાં એકતા, એકમત અને પ્રેમભાવ રાખવાનો સંદેશ આપ્યો.

ઘણાને નવાઈ લાગશે કે હાલના બેપ્સના (BAPS) ગુરુ મહંત સ્વામી ગુજરાતી જાણે છે! અને બચપણ મધ્ય પ્રદેશમાં (જબલપુર) વીત્યું છતાં તેમને ધર્મના સંસ્કાર ક્યાથી મળ્યા? મહંત સ્વામીના સંસારી પિતા મણિભાઈ ધંધાર્થે જબલપુર ગયેલા એટલે વિનુભાઈ પટેલનું બચપણ-ટીનેજરની વય મધ્ય પ્રદેશમાં ગાળેલું, તેમને કોઈ સાધુ માનીને ‘ચાર ચોપડી’ ભણેલા માનશો. મહંત સ્વામી ઇગ્લીંશ મિડીયમમાં ભણેલા. 12મા ધોરણના તે અતિ-અસાધારણ બ્રીલીયન્ટ વિદ્યાર્થી હતા. બારમા ધોરણ પછી માતા-પિતા સાથે જબલપુરથી આણંદ આવ્યા. આણંદની કૃષિ કોલેજમાં અભ્યાસ ચાલુ રાખી કૃષિ ગ્રેજ્યુએટ બન્યા. જગતના શહેરમાં સ્વામીનારાયણ પંથીઓ એક વાતને વળગી રહે છે તે વાતના ચાર સ્તંભ છે. નોલેજ, ડિવોશન, ડીટેચમેન્ટ અને રાઈચસનેસ. અર્થાત સ્વામીનારાયણ કે કોઈ પણ હિન્દુ કે મુસ્લિમ માનવીએ તેના જીવનમાં સતત જ્ઞાન વધારવું. સમર્પણ ભાવ રાખવો, મોહથી મુક્ત રહેવું અને દરેક વ્યક્તિ સાથે ન્યાયપૂર્વ રીતે વર્તન કરવું. રાઈચસનેસ એટલે ધર્મભાવના, ન્યાય નિષ્ઠતા, નીતિ પરાયણતા અને સાદો અર્થ છે- ઈમાનદારી. ઈમાનદારીને હું પણ ખૂબ નિષ્ઠાપૂર્વક પાળું છું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ડાઉનલોડ કરો:-
close