સ્કૂલે જતાં પહેલાં દીકરાએ કહ્યું- મમ્મી આજે મને 2 ટિફિન બનાવી આપશો? માને લાગ્યું દીકરાને વધારે ભૂખ લાગતી હશે, જ્યારે દીકરાએ જણાવ્યું તેનું કારણ, તો વાત સાંભળી રડવા લાગી માં

મેક્સિકોમાં રહેનારી મહિલા રોજની જેમ પોતાના દીકરા માટે ટિફિન પેક કરી રહી હતી. આ દરમિયાન તેણે પોતાની માતા પાસે એકની જગ્યાએ બે ટિફિન બનાવવા વિશે પૂછ્યું હતું. માતાને થયું હતું કે, દીકરાને ભૂખ વધારે લાગતી હશે. પરંતુ જ્યારે માતાને બે ટિફિન પાછળનું કારણ જાણવા મળ્યું ત્યારે તે શોક્ડ થઇ ગઇ હતી. બાળક પોતાની માટે નહીં પરંતુ ક્લાસના એક અન્ય બાળક માટે બીજું ટિફિન પેક કરવાનું કહી રહ્યો હતો. ખાસ વાત તો એવી છે કે, તે બીજો વિદ્યાર્થી તેનો મિત્ર હતો નહીં.

દીકરાને બે ટિફિન પેક કરવા વિશે પૂછ્યું

– આ સ્ટોરી મેક્સિકોના અલ્બુકર્ક શહેરમાં રહેનારી મહિલા જોસેટ દુરાન અને તેના દીકરા ડાયલનની છે. મહિલાએ પોતાના ફેસબૂક અકાઉન્ટ પર આ સ્ટોરી શેર કરી હતી. ઓગસ્ટ 2016માં જ્યારે સ્કૂલ શરૂ થઇ હતી ત્યારે રોજ જોસેટ પોતાના દીકરા માટે લંચ તૈયાર કરી રહી હતી.

– ત્યારે 8th ક્લાસમાં અભ્યાસ કરતાં ડાયલને જોસેટને પૂછ્યું હતું કે, શું તું મારી માટે એક અન્ય લંચ બનાવી શકે છે? ત્યારે મહિલાએ તેને પૂછ્યું કે, શું તારું પેટ એક ટિફિનમાં ભરાતું નથી?

– ત્યારે ડાયલને તેની માતાને કહ્યું હતું કે, મારું પેટ તો એકમાં જ ભરાય જાય છે, પરંતુ આ એકસ્ટ્રા લંચ હું મારા મિત્ર માટે લઇ જવા માંગું છું. તે ટિફિન લાવતો નથી અને રોજ એક કપ ફ્રૂટ્સ ખાઇને જ પોતાનું પેટ ભરતો હતો. લગભગ તેની પાસે લંચ ખરીદવા માટે રૂપિયા હશે નહીં.

– દીકરાની વાત સાંભળતાં જ માતા શોક્ડ થઇ ગઇ અને તે બાળક માટે તે પણ દુઃખી થઇ ગઇ હતી. ઇમોશનલ હોવાના કારણે તેની માતા રડવા પણ લાગી હતી. પરંતુ તે સમયે તેને પોતાના દીકરા પર ગર્વ પણ થતો હતો. કેમ કે, તે આટલી નાની વાત પણ નોટિસ કરી લેતો હતો.

– જોસેટે જ્યારે તે બાળક વિશે જાણકારી મેળવી હતી ત્યારે જાણવા મળ્યું કે, તેની માતા સિંગલ મધર હતી અને થોડાં મહિના પહેલાં જ તેની નોકરી જતી રહી હતી. જેના કારણે તે બાળકને લંચ માટે રૂપિયા આપી શકતી નહોતી.

– ત્યાર બાદ બીજા અનેક મહિના સુધી તે પોતાના દીકરા સાથે-સાથે તે બાળક માટે પણ લંચ બનાવવા લાગી હતી. થોડાં મહિના બાદ જ્યારે તે બાળકની માતાને ફરી જોબ મળી અને તેમની આર્થિક સ્થિતિ સુધરવા લાગી ત્યારે જોસેટને થેક્સ કહીને તેને આ મદદ માટે રૂપિયા આપવાની વાત જણાવી હતી.

પોતે પણ આવી પરિસ્થિતિનો સામનો કરી ચૂકી છે મહિલાઃ-

– ગર્લ્સ વોલીબોલ ટીમની કોચ રહેલી જોસેટે તે મહિલા પાસેથી રૂપિયા લીધા નહીં, પરંતુ પોતાના લેવલ પ્રમાણે 400 ડોલર એટલે લગભગ 28 હજાર રૂપિયા એકઠાં કરીને તે બાળકોની મદદ માટે સ્કૂલના કેફેટેરિયામાં આપી દીધા હતાં, જેઓ ગરીબીના કારણે લંચ ખરીદી શકતાં નહોતાં.

– જોસેટ દુરાને જ્યારે પોતાની આ સ્ટોરીને ફેસબૂક લાઇવ દ્વારા શેર કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, મેં આ કામ કોઇ વખાણ કે કોઇ અન્ય વસ્તુ માટે કર્યું નહોતું. પરંતુ આવું કરીને મને ખૂબ જ ગમ્યું હતું.

– મહિલા પ્રમાણે, થોડાં વર્ષો પહેલાં સુધી તે અને તેનો દીકરો પણ આવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હતાં. મહિલા પ્રમાણે થોડાં વર્ષ પહેલાં સુધી હું અને મારો દીકરો પણ બેઘર હતાં. હું મારી કારમાં રહેતી હતી. અમારી પાસે તે સમયે ભોજન પણ હતું નહીં. આ કારણે તેણે બીજી મહિલાની મદદ કરી હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો