યુરોપ કરતા પણ ખુબ જ સુંદર છે ભારતનું આ ગામ, ફોટો જોતા જ તમને પણ થઈ જશે ફરવા જવાની ઈચ્છા

કેરળ (Kerala)માં હાલમાં એક એવો પાર્ક બનાવવામાં આવ્યો છે જે ઘરોની વચ્ચે છે. જેમાં ગાડી ચલાવવાની મનાઈ છે. માત્ર લોકોને ચાલીને જવાની જ છુટ છે. આ માત્ર કેરળ(Kerala)ના પારંપરિક ઘરોની વચ્ચે આધુનિક નિર્માણનો ખુબસુંદર નમુનો છે. જોતા એવુ લાગે છે કે આપણે ક્યાંક યૂરોપીય દેશોમાં આવી ગયા છીએ. કેરળના પ્રવાસન મંત્રી(Turism Minister)એ તેનું ઉદ્ઘાટન કર્યુ છે. જેના ફોટો હાલ સોશિયલ મીડિયા (Social media)માં વાયરલ થઈ રહ્યા છે. તો આવો જોઈએ આ ખુબ સુંદર પાર્કના કેટલાક મનમોહક ફોટો..

કેરળના કોઝિકોડ જિલ્લાના વડાકરાની પાસે કારકડ (Karkad) ગામમાં બનાવવામાં આવેલા આ પાર્કનું નામ વાગભટાનંગ પાર્ક (Vagbhatananda Park) છે. જેનું ઉદ્ઘાટન કેરળના પ્રવાસન મંત્રી કડકમપલ્લી સુરેંદરે (Kadakampally Surendran)કર્યું. તેના પછી સોશિયલ મીડિયા (Social media) ઉપર તેનો ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેની તુલના યૂરોપીય દેશોના રસ્તાઓ સાથે થઈ રહી છે.

આ પાર્કમાં પાક્કા રસ્તા બનાવવામાં આવ્યા છે. જે ખુબ જ સુંદર છે. જેમાં શાનદાર યૂરોપીય ડિઝાઈનની લાઈટ્સ, આધૂનિક બિલ્ડિંગ, ઓપન સ્ટેજ, ઓપન જીમ, બેડમિંટન કોર્ટ અને બાળકો માટે પાર્ક બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આ પાર્કના રસ્તાઓમાં મસ્ત ટૈક્ટિકલ સ્ટાઈલ લગાવવામાં આવી છે. જેથી દ્રષ્ટિહીન લોકોપણ આ રસ્તાનો ભરપૂર આનંદ લઈ શકે.

પ્રવાસન મંત્રી કડકમપલ્લી સુરેંદરે (Kadakampally Surendran)કહ્યું કે, આ પાર્કથી આ ગામની તસવીર બદલાઈ જશે. આ પાર્ક બનાવવાનું સપનું સ્થાનિક લોકોના સહકાર વગર પૂર્ણ ન થઈ શકે. આ પાર્ક સૌથી પહેલા અહિંયાના સ્થાનીક લોકો માટે છે. આ પાર્કને જોવા માટે દેશ-દુનિયામાંથી લોકો આવશે. જેનાથી સ્થાનિક લોકોની આર્થિક અને સામાજિક સ્થિતિ પણ સુધરશે.

આ જગ્યા ઉપર પહેલાથી જ પાર્ક હતો પરંતુ તેની હાલત બહુ જ ખરાબ હતી. જ્યારે પ્રશાસન અને સરકારે નવો પાર્ક બનાવવાની યોજના બનાવી તો સ્થાનિક લોકોએ સહકાર આપ્યો. ડિઝાઈનિંગ, રિનોવેશન અને પાર્કના બનાવવા સુધીમાં સ્થાનિક લોકોએ આઈડિયા આપ્યો. સાથે જ નિર્માણના સમયે લોકોએ સમય અને સાથે આપ્યો જેના પગલે પાર્કનું સુંદરતા ખુબ જ વધી ગઈ છે.

આ પાર્કનું નામ સ્થાનીય સામાજિક કાર્યકર્તા વાગભટાનંગ ગુરુના નામ પર રાખવામાં આવ્યું છે. આ પાર્કને થોડો મોટો બનાવવામાં આવ્યો છે. પાર્કને ઓંચિયમ – નાદાપુરમ રોડની તરફ થોડો વધારવામાં આવ્યો છે જેથી લોકો આધુનિક્તાની સાથે વિલેજ વોકની મજા માણી શકે.

આ પાર્કને બનાવવા માટે રૂ.2.80 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. આ બનાવવામાં ઉરાલુંગલ લેબર કોંન્ટ્રાક્ટર્સ કોપરેટિવ સોસાયટીએ મદદ કરી છે. આ સોસાયટીની સ્થાપના વાગભટાનંગ ગુરૂએ જ કરી હતી. સોશિયલ મીડિયા ઉપર આ પાર્કના ફોટો વાયરલ થતા લોકો આ પાર્કને જોવા માટે ખુબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. લોકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર પણ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો