ક્યારેય કોઇનું દિલ દુખાવ્યું હોય તો તેમની પાસે માફી માંગવામાં સંકોચ અને મોડું કરવું જોઈએ નહીં

જીવનમાં અનેકવાર આસપાસ રહેતાં પરિજનોની સાથે વાદ-વિવાદ થઈ જતો હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક આપણે એવી વાતો બોલી જતાં હોઈએ છીએ, જેનાથી સંબંધોમાં કડવાશ આવી જતી હોય છે. ગુસ્સામાં બોલાયેલી વાતો પરેશાનીઓ વધારતી હોય છે, જ્યારે ક્રોધ શાંત થઈ જાય, ત્યારે આપણને તેનો અહેસાસ થતો હોય છે કે આપણે મોટી ભૂલ કરી દીધી છે, પછી પછતાવું પડે છે. ગાયત્રી પરિવારના સંસ્થાપક પં. શ્રીરામ શર્મા આચાર્ય જણાવે છે કે આપણે આવી પરિસ્થિતિઓ પેદા થાય ત્યારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

બીજાને દોષ આપવો નહીં-

વાદ-વિવાદની સ્થિતિઓમાં પોતે ક્ષમા માંગતાં પહેલાં એ તાપસ કરી લેવી જોઈએ કે આપણને શું ભૂલ કરી હતી. તમારી સાથે બનેલી ઘટનાને વિસ્તૃત રીતે લખો જેને લીધે એ બધી પરિસ્થિતિઓ પેદા થઈ છે. બીજી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિઓને દોષ આપવાથી બચવું જોઈએ. એમ કરવાથી વાત વધુ બગડી શકે છે.

ક્ષમા માંગવામાં મોડું કરો નહીં-

ક્ષમા માંગવી સરળ નથી,પરંતુ આપણે પોતાની ભૂલોની માફી તરત જ માંગી લઈએ તો સંબંધોમાં પ્રેમ ટકી રહે છે. માફી માંગવાની પહેલ એ દર્શાવે છે કે આપણાથી ભૂલ થઈ છે અને તમે તેની માટે શરમ અનુભવી રહ્યા છો. આ પ્રકારે આપણે ભૂલો ફરીથી થતાં રોકી શકીએ છીએ.

નકારાત્મક વિચારોથી બચવું-

વાદ-વિવાદ કે ઝઘડાની સ્થિતિ પેદાં થાય તો માફી માંગી લો અને સામેવાળી વ્યક્તિ આપણને ક્ષમા કરી દે, વાત ત્યાં જ ખતમ કરી દેવી જોઈએ. ક્યારેક-ક્યારેક ક્ષમા મળ્યા પછી પણ આપણે પોતાની જાતને ક્ષમા કરી શકતાં નથી. પોતાના માટે નકારાત્મક વિચારો બનાવવા લાગીએ છીએ. આવી સ્થિતિથી બચવું જોઈએ. નકારાત્મક વિચારોથી બચો, પોતાનું ધ્યાન ક્યાંક બીજે વાળી દો.

શરમ ન કરો-

જો આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા માંગવામાં શરમ રાખવી નહીં. ઘણા લોકો શરમને લીધે છુપવા લાગે છે. લોકો સાથે નજર મેળવી શકતાં નથી. આવી સ્થિતિથી બચવું જોઈએ. ભૂલ થયા પછી આપણે પોતાના ખાસ લોકો સાથે નજર મેળવતાં અચકાઈએ છીએ, ડરીએ છીએ, આ ડરને હાવી ન થવા દો. શરમ ન કરો, માફી માંગો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો