આપણે જેવું કરીએ છીએ એવું જ ફળ આપણને પણ મળે છે, એટલે ક્યારેય ખોટા કામ ન કરો

એક ગામનો ખેડૂત શહેરની બજારમાં જઈને માખણ વેંચતો હતો. એક દુકાનદારને તેનું માખણ સારું લાગ્યું તો તેણે રોજ એક કિલો માખણ આપવા માટે કહ્યુ. ખેડૂતે હા કરી દીધી. તે પણ ખુશ હતો કે તેનું એક કિલો માખણ હવે કોઈ પરેશાની વિના વેંચાઇ જશે. ખેડૂતે તે દુકાનથી થોડો સામાન અને એક કિલો શાકર ખરીદી. સામાન લઈને ખેડૂત પોતાના ઘરે આવ્યો.

– બીજા દિવસથી ખેડૂતે દુકાન પર એક કિલો માખણ પહોંચાડવાનું શરૂ કર્યુ. દુકાનદાર પણ રોજ ખેડૂતને માખણના રૂપિયા આપી દેતો હતો.

– થોડાં દિવસ આવું જ ચાલતું રહ્યું. એક દિવસ દુકાનદારે ખેડૂતનું આપેલું માખણ વજન કર્યુ તો તે માત્ર 900 ગ્રામ જ હતુ. દુકાનદારને ખૂબ ગુસ્સો આવ્યો કે આ મને દગો આપી રહ્યો છે. રૂપિયા એક કિલો માખણના લે છે અને આપે છે માત્ર 900 ગ્રામ. તેણે વિચાર્યુ ખેડૂત ચાલાકી કરી રહ્યો છે.

દુકાનદારે ખેડૂતને એક કિલો માખણ રોજ આપવા માટે કહ્યુ, ખેડૂતે દુકાનથી એક કિલો શાકર ખરીદી અને તેના પછી રોજ આપવા લાગ્યો માખણ, એક દિવસ દુકાનદારે માખણ વજન કર્યુ તો હતુ માત્ર 900 ગ્રામ

– બીજા દિવસે જ્યારે ખેડૂત માખણ લઈને આવ્યો તો દુકાનદારે તેની સામે માખણ વજન કર્યુ તો તે પણ 900 ગ્રામ જ હતુ. હવે દુકાનદારના ગુસ્સાની કોઈ સીમા ન હતી. તે બૂમો પાડવા લાગ્યો કે તું મને દગો આપી રહ્યો છે.

– ખેડૂતે કહ્યુ કે ભાઈ મારી પાસે વજન કરવા માટે ત્રાજવું જ નથી. તમારી પાસેથી એક કિલો શાકર લીધી હતી, તેને જ ત્રાજવું બનાવીને હું રોજ માખણ વજન કરીને લાવું છું.

– આ વાત સાંભળતા જ દુકાનદાર શરમમાં મૂકાઇ ગયો, કારણ કે ખોટું કામ તો તે સ્વયં કરી રહ્યો હતો. તેને સમજ આવી ગયું કે આપણે જેવું કરીએ છીએ, તેનું ફળ એવું જ મળે છે.

કથાનો બોધપાઠ

આ નાનકડી કથાથી શીખ મળે છે કે જો આપણે ખોટા કામ કરીશું તો તેનું ફળ આપણને જરૂર મળશે. એટલે કહેવાય છે જેવું વાવશો એવું લણશો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો