વકીલાત છોડી મહિલાએ સેવાનો ભેખ ધારણ કર્યો, કેન્સરથી પતિનું મોત થયા બાદ કેન્સરગ્રસ્તો માટે જીવન સમર્પિત કરી દીધું

કેન્સરનું નામના રોગનું નામ સાંભળતાં જ માણસને પરસેવો વળી જાય છે. અગાઉ કેન્સર એટલે માણસ કેન્સલ એવું મનાતું હતું. જો કે,હવે વિજ્ઞાન આગળ વધતાં સમયસર કેન્સરની સારવાર કરાવવામાં આવે તો આ રોગ પર કાબૂ મેળવી શકાય છે તેમ રામપુરા વિસ્તારમાં રહેતી મહિલા વકીલ ફરીદા પઠાણએ જણાવતાં કહ્યું હતું કે, પતિના મોત બાદ તેણે કેન્સરગ્રસ્તોની સારવાર માટે ટ્રસ્ટ બનાવ્યું છે અને લગભગ અત્યાર સુધીમાં એકાદ હજાર દર્દીઓને સહાયભૂત થયા છે.

2012માં પતિને કેન્સર થયું

મૂળ દાહોદની વતની ફરીદાના લગ્ન અય્યુબ ખાન પઠાણ સાથે વર્ષ 2002માં પ્રેમ લગ્ન થયા હતાં. બન્ને વકીલ હતા અને પ્રેક્ટિસ પણ સારી ચાલતી હતી. બંન્નેનું લગ્ન જીવન ખુશીઓથી છલકાતું હતું. પરંતુ વકીલ દંપતીની ખુશીઓને કોઈની કાળી નજર લાગી ગઈ હોય તેમ અય્યુબ પઠાણને વર્ષ 2012માં મોં માં ચાંદા પડવા લાગ્યા હતાં. આ ચાંદા સારા ન થતાં હોસ્પિટલમાં તપાસ કરતાં મોંઢાનું કેન્સર હોવાનું સામે આવ્યું હતું.

પતિની સારવાર માટે પત્નીએ દિવસ રાત એક કર્યા

પતિને કેન્સર હોવાનું જાણીને પત્ની ફરિદાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ હાર માને તો તે વકીલ શાની..જ્યાં પણ કેન્સરની સારવાર થતી હોવાનું જાણવા મળે કે પતિને લઈને ત્યાં દોડી જતી..મુંબઈ જેવા મોટા શહેરોથી લઈને નાના હકીમોની પણ સારવાર અને સલાહ લેતા થઈ ગયા..દવાની સાથે દુવા માટે દરગાહ, મૌલાના,ભગત બધુ જ કર્યું.. વકીલા બંધ થઈ અને દવા સાથે ભાગદોડનો ખર્ચો વધતાં ફરિદાએ પોતાના દાગીના અને સંપતિ પણ વેચી નાખી..છ વર્ષની લડાઈ બાદ આખરે ઐય્યુબ જીંદગી સામે હારી ગયો હતો..

ફરિદાએ સેવાનો ભેખ ધારણ કર્યો

કેન્સર સામે પતિનું મોત થયા બાદ ફરિદાએ કેન્સરને હરાવવાનું નક્કી કર્યુ હોય તેમ કેન્સરગ્રસ્તોની સહાય કરવાનું ફરિદાએ નક્કી કર્યું અને પોતાની જીંદગી સેવા કરવા સમર્પિત કરી દીધી હતી. 2015માં ઉમ્મીદ કેન્સર રિલિફ ટ્રસ્ટની સ્થાપ્ના કરી તથા કેન્સર પીડિતોને અને તેમના પરિવારજનોને માર્ગદર્શનની સાથે જાતે હોસ્પિટલ લઈ જાય છે. સરકારી યોજનાઓ અંતર્ગત તેમના ઓપરેશન કરાવવા પ્રયાસ કરે છે. જે દર્દીઓને સરકારી યોજનાનો લાભ ન મળે તેમ હોય તેમના માટે ફરિદા હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને ખર્ચમાં રાહત કરાવી આપવા પ્રયાસ કરે છે. ઓપરેશન બાદ દર્દીઓના ડ્રેસિંગ ફરિદા જાતે કરે છે. ચાર વર્ષમાં તે એક હજાર કરતાં વધારે દર્દીઓની સહાયતા કરી ચૂકી છે. ફરિદાને કેન્સર હોસ્પિટલ શરૂ કરવાનું પણ સ્વપ્ન છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો