બાળકીનો જન્મ થાય તો ફી નથી લેતા આ લેડી ડૉક્ટર, અને વહેંચે છે મિઠાઈ

તમામ સરકારી પહેલ, સ્કૂલ શિક્ષણ અને સામાજિક ચર્ચાઓની વચ્ચે આજે પણ દેશમાં પુત્ર-પુત્રી વચ્ચેનો ફર્ક દેખાય છે. રોજબરોજ ન્યૂઝમાં ધ્રૂજાવી દેનારી ઘટનાઓ સામે આવતી રહે છે, જેમાં પુત્રની ચાહનામાં લોકો પુત્રીઓની ગર્ભમાં જ હત્યા કરી દે છે. ક્યારેક નાળામાં તો ક્યારેક કચરાના ઢગલામાં ભ્રૂણને ફેંકી દે છે. જોકે. આ બધાની વચ્ચે કેટલાક એવા લોકો પણ છે, જેઓ પુત્રીઓ જીવ ન્યોછાવર કરે છે. પુત્રીજન્મને કોઈ ઉપહારથી ઓછું ગણતા નથી. આવી જ એક ડૉક્ટર છે શિપ્રા ધર, જે પોતાના નર્સિંગ હોમમાં બાળકી પેદા થવા પર મિઠાઈઓ વહેંચે છે. એટલું જ નહીં, બાળકીનો જન્મ થાય તો આ તે કોઈ ફી પણ નથી લેતા.

કદાચ એટલે જ ડૉક્ટરને ‘ભગવાન’ કહેવાય છે

સ્ત્રીભ્રૂણ હત્યા વિરુદ્ધ અભિયાન

ડૉ. શિપ્રા ધરે BHUમાંથી MBBS અને MDનું શિક્ષણ લીધું છે. તે વારાણસીના પહાડી વિસ્તારમાં નર્સિંગ હોમ ચલાવે છે. કન્યા ભ્રૂણ હત્યા રોકવા અને છોકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે તેમણે એક અલગ અભિયાન ચલાવ્યું છે. તે નર્સિંગ હોમમાં બાળકીના જન્મ પર તેમના પરિવાર સહિત આખા નર્સિંગ હોમમાં મિઠાઈ વહેંચી છે અને કોઈ ફી પણ લેતા નથી.

પુત્રી પેદા થતા અફસોસ કરતા હતા લોકો

ડૉ. શિપ્રા કહે છે કે, ‘લોકોમાં પુત્રીઓ પ્રત્યે નકારાત્મક વિચારશરણી હજુ પણ છે. મને અવારનાવાર એવા વાક્યો સાંભળવા મળે છે કે, મેડમ આ શું થયું, પેટ ચીર્યું અને બાળકી કાઢી. જ્યારે પરિવારજનોને ખબર પડે છે કે, પુત્રી પેદા થઈ થઈ છે તો તેમના ચહેરા પર ઉદાસી છવાઈ જાય છે. ઘણીવાર લોકો ગરીબીને કારણે રડવા લાગે છે. હું આ જ વિચારશરણીને બદલવા માટે પ્રયત્નો કરી રહી છું.’

100થી વધુ બાળકીઓની ડિલિવરી

કહેવાય છે કે, આ લેડી ડૉક્ટર બાળકીના જન્મ પર ફી તો નથી જ લેતા પણ બેડ ચાર્જ સુધ્ધાં નથી લેતા. જો ઑપરેશન કરવું પડે તો તે પણ મફત. ડૉ. શિપ્રાના નર્સિંગ હોમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અત્યાર સુધી 100 જેટલી બાળકીઓના જન્મ પર કોઈ ચાર્જ લેવામાં આવ્યો નથી.

વડાપ્રધાન પણ પ્રભાવિત

ડૉ. શિપ્રા ધરની આ પહેલ વિશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાણ થઈ ત્યારે તેઓ પણ તેમનાથી પ્રભાવિત થયા. મે મહીનામાં જ્યારે PM વારણસી ગયા હતા ત્યારે ડૉ. શિપ્રા તેમને મળ્યાં હતા. PMએ બાદમાં મંચ પરથી દેશના તમામ ડૉક્ટર્સને પોતાના સંબોધનમાં આહ્વાન કર્યું હતું કે, તેઓ દર મહીનાની નવ તારીખે પેદા થનારી બાળકીઓની કોઈ ફી ન લે. આનાથી બેટી બચાઓ, બેટી પઢાઓના અભિયાનને બળ મળશે.

હોસ્પિટલમાં બાળકીઓને ભણાવે છે ડૉ. શિપ્રા

ડૉ. શિપ્રાએ ગરીબ બાળકીઓને ભણાવવાનું બીડું પણ ઉઠાવ્યું છે. તે નર્સિંગ હોમમાં જ બાળકીઓને ભણાવે છે. એટલું જ નહીં, તે ગરીબ પરિવારોની બાળકીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવવામાં પણ મદદ કરે છે. ડૉ. શિપ્રાના પતિ ડૉ. મનોજ શ્રીવાસ્તવ પણ ફિઝીશિયન છે અને તે પણ પોતાની પત્નીને આ કામો માટે પ્રોત્સાહિત કરતા રહે છે.

આવા ઉમદા કાર્યને એક લાઈક અને શેર કરીને વધાવજો

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો