આ ગામની મહિલાઓએ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી રાખડીઓ બનાવી આર્થિક રીતે પગભર થઇ અન્ય મહિલાઓને પ્રેરણા પુરી પાડી

કઠલાલ તાલુકાના પીઠાઇ ગામના સંતરામ સખી મંડળની મહિલાઓ માટે રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે. આ સખી મંડળની શરૂઆત 2014માં માત્ર રૂ.5 હજારની બચતથી કરવામાં આવી હતી. કઠલાલમાં સખી મંડળની બહેનો માટે રક્ષાબંધન દર વર્ષે મોસમની રોજગારીના દ્વાર ખોલે છે. રાખડી બનાવવાની કલા-કુશળતા આર્થિક આધારનું માધ્યમ બની છે.

વર્ષે 5 લાખથી વધુ ટર્નઓવર કરે છે

પીઠાઇના સંતરામ સખી મંડળની મહિલાઓ ડઝનના રૂ.6 થી માંડી રૂ.150 સુધીની રાખડીઓ બનાવે છે. આ અંગે સંતરામ સખી મંડળની ટીમ લીડર મીનાબહેન ડાભીએ જણાવ્યું હતું કે, અમારા જૂથની મહિલાઓ દ્વારા સિઝનેબલ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે પતંગ અને રાખડીઓ બનાવવામાં આવે છે. દર વર્ષે 5 લાખ ઉપરાંતની પતંગો તેમજ 5 લાખથી વધુની રાખડીઓ મહિલાઓ દ્વારા ઘરે બેઠાં સીધે સીધું નડિયાદ, અમદાવાદ, કઠલાલના બજારમાં વેચાણ કરવામાં આવે છે. જૂથની દરેક મહિલા દર મહિને રૂ.3 હજારની આવક મેળવે છે. આ ઉપરાંત સખી મંડળની મહિલાઓ ખેતી સાથે પશુપાલનનો પણ વ્યવસાય કરે છે.

મહિલાઓ ફાજલ સમયનો સદુપયોગ કરીને બની પગભર

સંતરામ સખી મંડળની મહિલાઓ દ્વારા ઇન્ડિયન બેન્ક કઠલાલ શાખામાંથી રૂ.1.50 લાખની લોન મેળવવામાં આવી છે. જેનો નિયમિત હપ્તો પણ તેઓ ભરપાઇ કરે છે. મિશન મંગલમ યોજના થકી મહિલાઓનું આર્થિક રીતે સશક્તિકરણ થઇ રહ્યું છે. તેમ જણાવતા મીનાબહેન ડાભીએ ઉમેર્યું હતું કે, અમારે નાણાં માટે કોઇની પાસે હાથ લંબાવવો પડતો નથી. સખી મંડળની મહિલાઓ પોતાના બાળકોને સારું શિક્ષણ પણ અપાવી રહી છે. પીઠાઇના સંતરામ સખી મંડળની મહિલાઓએ પોતાના ફાજલ સમયનો સદુપયોગ કરી આર્થિક રીતે પગભર થઇ અન્ય મહિલાઓ માટે પ્રેરક ઉદાહરણ પુરું પાડ્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો