આજના સમયની યુવતીઓ માટે પ્રેરણારૂપ કિસ્સો: ખેતરમાં કામ કરતી યુવતીએ પ્રથમ પ્રયાસમાં પાસ કરી ક્લાસ વન અધિકારીની પરીક્ષા

પ્રથમ જ પ્રયાસમાં કોઈપણ રાજ્યના પબ્લિસ સર્વિસ કમિશન(PSC)ની પરીક્ષા પાસ કરવી કંઈ સહેલી વાત નથી. ઘણા લોકોને આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોની મહેનત લાગે છે. જો કે, સખત મહેનત કરનારાઓને સારા પરિણામ મળે છે. પરંતુ આ બધા તેવા લોકો માટે સરળ છે જેમનું સંપૂર્ણ ધ્યાન અભ્યાસ તરફ છે. શું તમે કલ્પના પણ કરી શકો છો કે મજૂરી કરતી મહિલા માટે આ પરીક્ષા પાસ કરવી અને તે પણ પ્રથમ પ્રયાસે જ કેટલું મુશ્કેલ હશે? કેરળના ઇડુક્કીની રહેવાસી સેલવાકુમારી એસ પોતાની માતા સાથે ખેતરમાં રોપા રોપવાનું કામ કરે છે. આ કામ કરતા કરતાં તેણે આ પરીક્ષાને પ્રથમ જ પ્રયાસમાં પાસ કરી લીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ યુવતી છોટુપુરન ગામના વાંડીપેરીયારની રહેવાસી છે. તે ઘણાં વર્ષોથી તેની માતા સાથે એલચીના ખેતરમાં કામ કરે છે. તેના પિતા તેની માતા અને પરિવારને છોડીને ચાલ્યા ગયા હતા. સેલ્વાની બીજી બે બહેનો પણ છે, તેમના લગ્ન થઈ ચૂક્યા છે. પરંતુ માતાને જ્યારે જરૂર પડે ત્યારે પુત્રીઓ માતાની મદદ કરવા આવે છે.

રજાઓ ઘરે આવી કરતી હતી મજૂરી
જ્યારે પણ સેલ્વાને રજા મળતી ત્યારે તે પોતાની માતા પાસે આવતી અને તેની મદદ માટે ખેતરોમાં કામ કરતી. આજે પણ તેની માતા અને દાદી આ ગામના એક નાના મકાનમાં સાથે રહે છે. આટલી મુશ્કેલ સ્થિતિ છતાં સેલ્વા કુમારાએ પ્રથમ નંબરે એમફિલ પણ પાસ કર્યું હતું.

તે પછી તેને સરકારી નોકરી મળી હતી. તમિળનાડુની એક સરકારી શાળામાંથી 12 મા પાસ કર્યા પછી, તેમણે ગણિતમાં સ્નાતક પૂર્ણ કર્યું. તેની કોલેજ તિરુવનંતપુરમમાં હતી. જ્યારે તેની સાથે અભ્યાસ કરતા મિત્રો મલયાલમ ભાષા યોગ્ય રીતે ન બોલતા આવડતી હોવાથી તેને ચીડવતા હતા, આજે તે જ સેલ્વાએ પી.એસ.સી. પાસ કરીને પોતાની સિદ્ધિ દર્શાવી છે કે જેને કરવું જ છે તે ગમે તેવી સ્થિતિમાં પણ કરીને જંપે છે. જ્યારે બોલવાવાળા ફક્ત બીજાને બોલતા રહી જાય છે. સેલ્વા તેમના માટે એક ઉદાહરણ છે જેઓ આગળ વધવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો