કચ્છી પટેલની ઉદારતાની કેન્યામાં મહેક, 400 એકરમાં બનાવ્યું ‘કચ્છ-કિબ્વેઝી’ ફાર્મ

ખારેકનું નામ પડે એટલે રસ્તાની સાઈડમાં લચી પડેલા કચ્છી મેવાથી જાણીતા ફળના પીળા ઝૂમખા નજર સામે તરી આવે, કહેવાય છે ને જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. આ સાબિત કરી બવતાવ્યું છે. મૂળ કચ્છના ખેડુ રમેશ ગોરસીયાએ આફ્રિકાના કેન્યામાં હાલ 400 એકરમાં ‘કચ્છ-કિબ્વેઝી’ ફાર્મ બનાવ્યું છે, જેના થકી તે 120 સ્થાનિકો આફ્રિકનોને રોજગારી આપે છે.

ખેડુતે ઉભા કરેલા ફાર્મમાં કચ્છ જેવી જ ખારેકો કેનિયાના લોકોને મળે છે.

વર્ષ પહેલા તેઓ ખારેકનો છોડ ભારતથી લઇ ગયા

કચ્છ ખેતીપ્રધાન ભારતનો સૌથી મોટો જિલ્લો છે, તો કિબ્વેઝી કેન્યાનું એક શહેર છે. આમ ‘કચ્છ-કિબ્વેઝી’ નામ રાખી બન્નેને જોડવાનો પ્રયાસ કરાયો છે. આ વાડીમાં ન માત્ર ખારેક નારંગી, દ્રાક્ષ, કેળા, કેરી, તરબૂચ, મકાઈ, કસાવા, ટમેટા, ડુંગળી, વટાણા, રિંગણા સહિતની વૈવિધ્યસભર ખેતી કરે છે. ડેઇલી નેશનને આપેલા અહેવાલ મુજબ ગોરસિયાએ જણાવ્યું કે, અમારી પાસે 772 પરિપક્વ ખારેકના છોડ છે, તો 1200 હજુ અપરીપક્વ છે, જે સ્થાનિક અને વિદેશમાં વેચવા તૈયાર છે. વર્ષ પહેલા તેઓ ખારેકનો છોડ ભારતથી લઇ ગયા હતા, જેને તેઓ ‘સોનાનું બીજ’ ગણાવે છે.

કેન્યામાં સ્થાયી કચ્છી ખેડૂત રમેશ ગોરસિયા

એશિયા-આફ્રિકામાં ફેમસ છે ખારેક

વાડીમાં કામ કરતી કિથુકું માધ્યમને જણાવ્યું કે, અમે તાડના પુરુષ છોડમાંથી ફૂલ કાપી પ્લાસ્ટિક કન્ટેનરમાં રાખીએ છીએ, ત્યારબાદ માદા વૃક્ષ પાર તેનો છંટકાવ કરીએ છીએ. આ પદ્ધતિથી વૃક્ષ 35 વર્ષ ટકી રહે છે. ગોરસિયાએ વધુમાં જણાવ્યું કે, અમે મુખત્વે માર્ચથી મેમાં ખારેકના પાકની લણણી કરીએ છીએ, આ વર્ષે 15 ટન ઉત્પાદન થવાનો અંદાજ છે, આ ઋતુ દરમિયાન તાજી ખારેક ઉત્પાદન કરવાવાળા વિશ્વમાં અમુક ખેડૂતો જ છે, તેમ ઉમેર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલની પ્રખ્યાત ગણાતી ખારેક અત્યાર સુધી કચ્છ, યુરોપ, મલેશિયા, કેનેડા અને અમેરિકામાં જ વર્ચસ્વ ધરાવતી હતી, પણ હવે આફ્રિકામાં પગરવ કરી કેન્યામાં એક નવો જ બેન્ચમાર્ક ઉભો કર્યો છે.

કેન્યામાં અનેક લોકોને રોજગારી આપી છે

કચ્છીમાડુની ઉદારતાની કેન્યામાં મહેક

આફ્રિકામાં 120 સ્થાનિકોને ન માત્ર રોજગારી આપીને પણ દર રવિવારે તેમની વાડી મસોગેલની સમુદાયના બાળકો માટે દરવાજા ખોલી નાખવામાં આવે છે અને બાળકો ફ્રૂટનો લુફ્ત ઉઠાવે છે. જેને તેઓ કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગરૂપે નિભાવે છે. એશિયા-આફ્રિકામાં ટેસ્ટી ખારેકની છે માર્કેટ અહીં ઉત્પાદન પામતી ખારેક નૈરોબી અને મોમ્બાસામાં મુખ્યત્વે વેચાણ પામે છે, ઉપરાંત યુગાન્ડા, તાન્ઝાનિયા અને એશિયામાં પણ એક્સપોર્ટ કરાય છે.

કેન્યાના 400 એકરમાં ફેલાયેલું છે ખેતર

વન્યજીવનું આક્રમણ ખતરો, ટર્બાઇનથી બચાવ્યા ડીઝલના પૈસા

ગોરસિયાની વાડી એકદમ આફ્રિકાના મોટા સાવો ઇસ્ટ નેશનલ પાર્કને અડીને આવેલી છે, જ્યારે અહીંની અથી નદીનું પાણી સ્તર નીચું જાય છે, ત્યારે હાથી, હીપ્પો સહિતના પ્રાણીઓ વાડીમાં ઘૂસી આવે છે અને પાકને મોટું નુકસાન પહોંચાડે છે, ઉપરાંત ડીઝલથી ડેમ અને નદીમાંથી પાણી ખેંચી પૈસા વેડફવા કરતાં તેઓ ટર્બાઇન પમ્પથી સિંચાઈ માટે પાણી ખેંચે છે.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે ખેતીવાડી અને ખેડૂતને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799 અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો