પોતાની કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો અને શેર કરજો

ભારતીય સંસ્કૃતિમાં દરેકના કુળ પ્રમાણે તેમના કુળ દેવી કે દેવતા હોય છે, જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે, અને આ એક સત્ય હકીકત છે.

જો તમારાથી શક્ય હોય તો વર્ષ મા એક વખત અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો. વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે. જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે. તમને ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે. આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે. આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી.

તમે ઘણીવખત લોકોને કહેતા સમભાળ્યું હશે કે બધું નસીબ થી ચાલે છે. અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ?મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે. તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે. દર્દી ના ઓપરેશન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે..તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે. તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે.

ખરેખર આ જ રીતે અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે જે ના કોઈને કેહવાય કે ના સહેવાય તેવા હોય છે. આવા સમયે એક જ ઉપાય કુળ દેવી નું શરણ. તેથી તો તેને શક્તિપીઠ કહે છે..નવી શક્તિ નો સંચાર અને નવા વિચારો નો પ્રારંભ. અનેક લોકો કહેયતા હોય છે કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ ગઈ પરંતુ અરે ભાઈ ૩૬૫ દિવસ માથી ૨ દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી?

તમારા જીવનના બીજા અમુક કામ જેવાકે પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારા મા શક્તિ ક્યાંથી આવે છે? તમારી ધાર્મિક મુલાકાત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને? ખરેખર અશક્ત, અપંગ હોય તયારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે.

ખરેખર તો આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રધ્ધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય. બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોર મા આવી ગયા.

દરેક ભકતો ના પ્રેમમાં નિખાલસતા અને સચ્ચાઈ હોવી જોઈએ જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય. જે પ્રભુ અર્જુન ના રથના સારથી બની શકતા હોય. તેની કૃપા વિશે શંકા ના હોય. કુળ દેવી, કૂળદેવતા બધા ની ઈચ્છા પૂરી કરે.

જો તમે પણ તમારા કુળદેવીને માનતા હોય તો અમારા આ મેસેજને તમારા મિત્રો સાથે જરુરુ શેર કરીને બીજા લોકોને પણ એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકો માં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે!!

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

One Response

  1. keshav 5th December 2018

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!