વડોદરાના કૃવિલ પટેલે ખાદ્ય પદાર્થોના ઉપયોગથી બનાવી છે અનોખી ચમચી, ન્યૂયોર્કમાં મળ્યો એવોર્ડ

આજે અમે વાત કરીશું એક એવા ગુજરાતી એન્જીનિયરની કે જેમણે પ્લાસ્ટિક પોલ્યુશન સામે પર્યાવરણને બચાવવા માટે એક અનોખો રસ્તો શોધીને દુનિયાભરમાં તેમનું નામ ગુંજતું કર્યું છે. પ્લાસ્ટિકના દૂષણ સામે લડવા માટે વડોદરાના કૃવિલ પટેલે ખાદ્ય પદાર્થોના ઉપયોગથી ચમચી બનાવી છે. ગુજરાતમાંથી એકમાત્ર કૃવિલ પટેલે મલ્ટિગ્રેન લોટના ઉપયોગ વડે જમવામાં લઇ શકાય તેવી ચમચી બનાવી છે. જમી લીધા બાદ પણ આ ચમચીને ખાઇ પણ શકાય છે તથા તેને ફેંકી દેવામાં આવે તો પ્રાણીઓ પણ તેને ખાઇ શકે છે. પ્રાણીઓ પણ ન ખાય તો ચમચી સમય જતાં જાતે જ પર્યાવરણમાં ભળી જાય છે.

વડોદરાના કૃવિલ પટેલે અનેક અનાજના લોટને ભેગા કરી ખાદ્ય ચમચી (એડિબલ સ્પુન)બનાવી છે. એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવનાર કૃવિલ પટેલે 8 મહિનાની મહેનત બાદ ખાદ્ય પદાર્થોની મદદથી ખાદ્ય ચમચી બનાવી છે. ચમચીની બનાવટ માટે પોતે બેકિંગ શિખ્યો હતો. ચમચીની ખાસિયત છે કે ગરમા-ગરમ સુપમાં તે 45 મિનિટ સુધી જમવામાં મદદ કરી શકે છે.રોજબરોજના જમવામાં ચમચી કલાકો સુધી ચાલી શકે તેવી રીતે બનાવવામાં આવી છે.

વડોદરાના કૃવિલ પટેલે પ્લાસ્ટિક સામે જંગ જીતી.. કૃવિલને આ ઈનોવેશનન બદલ ન્યૂયોર્કમાં એવોર્ડ મળ્યો હતો

કટાક્ષમાં હસીને વિઝા ન આપ્યા,પરંતુ ખાદ્ય ચમચીએ એવોર્ડ જીતી લીધો

ખાદ્ય ચમચીને લઇને અમેરિકાના ન્યુજર્સી ખાતે માર્ચ માસમાં યોજાયેલા રેસ્ટોરન્ટ્સ અને ફૂડ સર્વિસ શોમાં ભાગ લીધો હતો. કૃવિલ પટેલે મેગા શોમાં ભાગ લેવા માટે વિઝા એપ્લાય કર્યા તો અધિકારીએ કટાક્ષમાં હસીને તેના વિઝા નકારી કાઢ્યા હતા. પરંતુ મેગા શોમાં ખાદ્ય ચમચીએ પીપલ્સ ચોઇસ કેટેગરીમાં એવોર્ડ મેળવવામાં સફળતા મળી હતી.

ખાદ્ય પદાર્થોથી બનાવેલી ચમચીમાં વિદેશીઓ વિશેષ રસ ધરાવે છે

કૃવિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ખાદ્ય પદાર્થોની ચમચીમાં વિદેશીઓ દ્વારા વિશેષ રસ બતાવ્યો છે. કંપની શરૂ થયાના ટૂંકા ગાળામાં જ તેને અલગ અલગ દેશોમાંથી ચમચીની માંગ કરવામાં આવી છે. જેમાં દુબઇ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ન્યુઝીલેન્ડમાંથી રસ ધરાવતી પાર્ટી દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ચમચી બાદ સ્ટ્રો, કપ, બાઉલ અને ડિશ બનાવાશે

ખાદ્ય ચમચીની સફળતા બાદ ખાદ્ય પદાર્થોની શ્રેણીમાં અન્ય કટલરી ઉમેરવામાં આવશે. કૃવિલે જણાવ્યું હતું કે,આગામી દિવસોમાં ખાદ્ય પદાર્થોમાંથી સ્ટ્રો, કપ, બાઉલ અને ડિશ તૈયાર કરાશે. જેને કારણે આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો મજબૂત વિકલ્પ તૈયાર થશે અને પ્લાસ્ટિકના ઉપયોગને સીમિત રાખવામાં મદદ મળશે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો