સોરઠીયા પરિવાર નો આ લાડકવાયો સોરઠ પંથક નો સાચો સિંહ બનીયો …

હિમતે મર્દા તો મદદે ખુદા…………સૌરાષ્ટ્ર નું નામ રોશન કર્યું ………..

ઘટ માં ઘોડા થનગને ને આતમ વીજે પાંખ
અણ દીઠેલિ ભોમ પર યૌવન માંડે આંખ

ભોજપરા ગામ નો યુવાન પિતા પરબત ભાઈ ના સ્વપ્ને ને સાકાર કરવા ફિલિપાઇન્સ માં ડોક્ટરી ડીગ્રી હાસલ કરી ડોક્ટર બનીયો.

ગુજરાત માં સૌરાષ્ટ્ર નું વિશેષ મહત્વ રહયું છે ત્યારે સૌરાષ્ટ્ર ની ધરતી યાદ આવે ત્યારે સંત, સુરા ને દાતા ની ધરતી માં કઈ કેટલાઈ લોકો આપણા પ્રેરણા સમ બની જાઈ એવા મહા પુરુષો ને આ ધરતી એ જન્મ આપીયો છે ગોંડલ શહેર એટલે સંત સુરવીર ની ભૂમિ અને જામનગર ના જામ સાહેબ અને ગોંડલ ના ભગત સિંહ ની તો વાત જ અનેરી હોઈ, ભગત સિંહ ની યાદ આવે માનસ પટ પર ગોંડલ ભૂમિ નો નકશો તાદસ થાઈ પછી એ પુરાવા સ્વરૂપે હાલ ની ગોંડલ ની કોલેજ, આકાશ પર ની નિહાળતા ગોંડલ એમ લખેલું વૃક્ષ નો નયન રમ્ય નકશો , ઉચ્ચતમ આભ્યાસ નું ધોરણ અને તેથી જ એમ કહેવાઈ કે ગોંડલ નો છોકરો ક્યાય પાછો ના પડે પછી એ રમત ગંમ્મત માં હોઈ કે નવીનતમ શોધ કરવામાં હોઈ કે આભ્યાસ માં હોઈ કે પિતા ના સ્વપ્નને પૂર્ણ કરવામાં હોઈ, આવું જ બન્યું ગોંડલ ની પડખે આવેલ એક સુંદર મજાનું ગામ એટલે ભોજપરા,

તા -૨૯.૦૮.૨૦૧૭ ના દિવસે પરબતભાઈ ના પરિવાર માં જન્મ થયો એક બાળક નો ને સોરઠીયા પરિવાર ના વંશ જ નો , સુંદર મજાનું એવું નામ કિશન આપવામાં અવિયું જાણે કિશન એટલે કિશન કનૈયા અને ગુણ પણ એવા નટખટ ને નયનરમ્ય કિશન પરિવાર નો લાડકવાયો બનતો ગયો. ૧ થી ૧૦ ધોરણ પાર્થ વિધ્યાલય માં પૂર્ણ કર્યું અંને આભ્યાસ ના વિકાસ ની ગાથા શરુ થઇ પગરવ મનડાણા ધોરણ ૧૧ માં પિતા એ એક સ્વપ્ન જોયેલું કે મારો બાળક ડોક્ટર બને અને સમાજ ની સેવા કરે એ સ્વપ્ને ને આખરી ઓપ આપવા માટે કિશન ને મહેનત શરુ કરી, ૧૧ -૧૨ મુ ધોરણ નો આભ્યાસ સરદાર વલ્લભભાઈ પટેલ હાઈ-સ્કુલ માં કરિયો.

અને હવે સફર સરું થઇ અન મિટ મનડાણી પિતા એ આપેલ ડોક્ટર બનવાના સ્વપ્ન ને સાકાર કરવા ..ભારત ની બહાર ફિલિપાઇન્સ માં ૨૦૧૩ માં ગ્રેંજ્યુંએશન ની ડીગ્રી હાસલ કરી બાઈકોલ ક્રિસ્ટન કોલેજ ઓફ મેડીસીન- ફિલિપાઇન્સ માંથી BSBS- BIOLOGY સ્પેશીયલાઈઝેશન થી ગ્રેંજ્યુંએશન પૂર્ણ કર્યું.

અને અંતે સોનાનો સુરજ ઉગીયો આવી પહોચીયો એ દિવસ ૨૦૧૭ માં MBBS (Doctor) ની માસ્ટર ડીગ્રી આ સોરઠીયા પરિવાર ના સાવજ એ સિદ્ધ કરી અને એ પણ ખુબ જ સારા માર્ક સે . વિદેશ ની ધરતી પર આ ગુજરાતી એ પોતાની યશકલગી લગાવી સૌ કોઈ ને મંત્ર મુગ્ધ કરી દીધા પિતા ના સ્વપ્ને ને સાકાર કરી વિદેશ થી ડોકટરી ડીગ્રી હાસલ કરી ડોક્ટર બની આ યુવાન ગણતરી ના દીવશો માં ભારત આવી પહોચશે . સૌરાષ્ટ્રવાશી જરા હટ કે જ હોઈ છે એટલે જ અંતે સોરઠીયા નો સિંહ સાચે જ સોરઠ નો સિંહ બન્નીયો. ડોક્ટર બની ને યુવાનો ને પ્રેરણા બક્ષનાર કિશન સોરઠીયા ને ચોમેરે થી તેમના મો. +૬૩ ૯૩૯ ૪૪૪ ૫૪૨૦ પર શુભેચ્છાઓ વર્ષી રહી છે.

અહેવાલ – હાર્દિક સોરઠીયા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા WhatsApp નંબર પર – 7878670799

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો