ખેડૂત પુત્રની અનોખી શોધ, ૧ લીટર પેટ્રોલમાં ૧૩૦ કિલોમીટર ચાલતી સાયકલ બાઈકનું નિમાર્ણ કર્યું.

પેટ્રોલ ડીઝલ ના ભાવે દિવસે ને દિવસે વધી રહીયા છે ત્યારે પેટ્રોલ ડીઝલ ના વધી રહેલ ભાવ ગુજરાત માટે નહી પરતું પુરા ભારત માટે ચિંતા નો વિષય બની ગયો છે ત્યારે મહેસાણા ના ટુંડાવ ગામના સામાન્ય પરિવાર ના ખેડૂત ના પુત્ર દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે નવીન શોધ કરી છે

પેટ્રોલ ડીઝલ ના ભાવ થોડા દિવસ થી ભડકો લાગ્યો છે પેટ્રોલ ડીઝલ ના ભાવ રોજ બ રોજ વધી રહીયા છે આ ભાવ વધારા ને કારણે હવે સરકાર પણ હલચલ માં આવી છે અને થોડા દિવસ પહેલા પેટ્રોલ ડીઝલ ના લાગતા ટેક્સ માં ધટાડો કરી પેટ્રોલ ડીઝલ ના ભાવમાં ધટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવીયો હતો પરતું બીજા દિવસ થી ફરી એકવાર પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો થતા જનતા સુધી આ લાભ કેટલા દિવસ સુધી મળે છે એતો જોવાનો વિષય છે પરતું આ પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે આમ જનતા ને કઈ રીતે લાભ મળે તે માટે મહેસાણા ના ટુંડાવ ગામના ખેડૂત પુત્ર ધવલ પટેલ દ્વારા એક એવી સાઇકલ બાઈક તૈયાર કરવામાં આવી છે કે જે ૧ લીટરમાં ૧૩૦ કિલોમીટર સુધી ચાલશે ચોકી ગયા ને આ સાંભળી ને સામાન્ય બાઈક એ ૧ લીટર માં ૫૦ કે ૬૦ કિલોમીટર ચાલતા હોય છે ત્યારે આ વિધાથી દ્વારા બનાવવામાં આવેલા આ સાઇકલ બાઈક ૧ લીટર માં ૧૩૦ કિલોમીટર ચાલે છે

આ સાઇકલ બાઈક વિશિષ્ટતા ની વાત કરવામાં આવે તો આ સાઇકલ બાઈક ૧ લીટર માં ૧૩૦ કિલોમીટર ચાલે છે સાથે આ સાઇકલ બાઈક ૫૦ કી.મી ની સ્પીડે દોડે છે આ સાયકલ બાઈક ને પેન્ડલ મારી ને પણ ચલાવી શકાય છે આ સાઇકલ બાઈક માં પેટ્રોલ ભરવા માટે ટાંકી મુકવામાં આવી છે જેમાં ૨ લીટર પેટ્રોલ તમે ભરાવી શકો છો આ સાઇકલ બાઈક બનાવવા માટે જરૂરી મટેરિયલ ચાઈના થી મંગાવવામાં આવ્યું હતું આ સાઇકલ બાઈક બનાવવા માટે ધવલ પટેલ ને આશરે ૬ મહિના જેટલો સમય લાગ્યો હતો અને આના પાછળ ૩૫૦૦૦ જેટલો ખર્ચ પણ કરવામાં આવીયો હતો

ધવલ પટેલ આટલે થી ખુશ ના હોઈ તેણે આવનાર ભવિષ્ય માટે અત્ય આધુનિક કાર નું નિર્માણ પણ શરુ કરી દીધું છે જે પેટ્રોલ ડીઝલ અને CNG માં ચાલશે જે પેટ્રોલમાં ૧ લીટર માં ૪૫ કિલોમીટર ચાલે ચાલી શકશે તેની સાથે તેણે એક બાઈક ની નિર્માણ પણ કરવાનું શરુ કરી દીધું છે જે કોઈ પણ સહારા વગર પોતાની રીતે બેલેન્સ કરી ઉભું રહી શકે છે

ધવલ પટેલ એ સામાન્ય પરિવાર માં ઉછેરલ ખેડૂત નો પુત્ર છે તેના પિતા ખેતી કામ કરી કરે છે પરતું આ ખેડૂત ના પુત્ર એ અભ્યાસ દરમિયાન જ નક્કી કરી દીધું હતું કે પોતે ભવિષ્ય માં કઈક અલગ કરવા માંગે છે આ માટે પહેલા તો તેનો પરિવાર આ માટે તૈયાર ન હતો અને તેના માતા હમેશાં મેણાં મારતા કે આપણે ખેડૂત ના પુત્ર છીએ આપણે ને પૈસા ની જરૂર હોય આપણે આવા ખર્ચા ના પોસાય પરતું આજે જયારે તેમના પુત્ર એ પોતાનું સ્વપન પૂરું કરેલ હોઈ માતા પણ પોતાના પુત્ર ની આ સિદ્ધિ થી ખૂબજ ખુશ છે અને તેઓ આગળ વધુ પ્રગતિ કરે તેવા આશીવાર્દ આપે છે

ધવલ ના અભ્યાસ ની વાત કરવામાં આવે તો ધવલ એ ૧ થી ૧૦ સુધી અભ્યાસ પોતાના ગામની સ્કુલ માં જ કરિયો હતો ત્યારબાદ તેણે ડિપ્લોમાં મીકેનીકલ એન્જીનીયર પાલનપુર ની ગર્વમેન્ટ પોલીટેકનીક પાલનપુર થી ૨૦૦૯ માં પાસ કરીયું હતું ત્યાર બાદ તેઓ એ પાઈવેટ સેક્ટર માં જોબ શરુ કરી અને હાલ પણ તેઓ જોબ કરે છે તેઓ નું સપનું છે કે સરકાર તેણે મદદ કરે તો તે આ જ રીતે સાઇકલ બાઈક , કાર નું નિર્માણ કરે અને જે પેટ્રોલ ડીઝલ ના ભાવ વધી રહીયા છે તેણે કન્ટ્રોલ કરવામાં દેશ ને મદદ રૂપ થાય..

જુઓ વિડિઓ..

આભાર – UDNews

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો