લેઉવા પટેલ સમાજનું ગૌરવ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની છાત્રા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં થઇ વિજેતા

દહેગામ ખાતે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 17 લાખ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી 100 સ્પર્ધકોને જ સફળતા મળી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જૂનાગઢની માતુશ્રી મીઠીબા ગગજીભાઇ ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરામાં ધો.10માં અભ્યાસ કરતી છાત્રા કેયુરી નિતેદ્રભાઇ રાણોલીયાએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આ સિધ્ધિ બદલ સરકાર દ્વારા રૂ.17,000ની ઘનરાશી અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કેયુરીની આ સફળતા માટે સંસ્થાના ચેરમેન-મેનેજિંગ ટ્રસ્ટી જે.કે.ઠેસીયા, જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી મૃણાલિનીબેન ગોધાણી, આચાર્ય પી.એમ.ભુત તેમજ તમામ સ્ટાફે તેમજ શહેરીજનોએ અભિનંદન પાઠવ્યાં છે.

કેયુરીબેને ખરેખર લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે અને આમજ  આપણા સમાજનું નામ રોશન કરતા રહે એવીજ માં ખોડલ ને પ્રાથના. શ્રી સમસ્ત લેઉવા પટેલ સમાજ તરફથી એમને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છા

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!